ગૂગલ અકાઉન્ટ બદલ્યા વગર યુટ્યુબ ક્રિએટર્સ પોતાની ચેનલનું નામ અને ફોટો બદલી શકશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ગૂગલે યુટ્યુબ ચેનલ ક્રિએટર્સની વર્કિંગ પ્રોસેસ સરળ બનાવવા માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે ક્રિએટર્સ પોતાની યુટ્યુબ ચેનલનું નામ અને પ્રોફાઈલ પિક્ચર બદલી શકે છે. તેના માટે યુઝરે પોતાનું ગૂગલ અકાઉન્ટ બદલવાની જરૂર નહિ રહે. આ ફીચર્સ માટે ક્રિએટર્સે ગૂગલને અનેક વખત રિક્વેસ્ટ મોકલી હતી. હવે ફાઈનલી ગૂગલે આ ફીચર લોન્ચ કર્યું છે.

આ ફીચર પર્સલન અને બ્રાન્ડ બંને અકાઉન્ટના વીડિયો શેરિંગ કરનારા પ્લેટફોર્મ પર સપોર્ટ કરશે. તાજેતરમાં જ ગૂગલે ચેક ફીચર પણ લોન્ચ કર્યું છે. તે યુઝરને કોઈ પણ કન્ટેન્ટ અપલોડ કરતાં પહેલાં કોપીરાઈટની પુષ્ટિ કરે છે.

ધ વર્જના રિપોર્ટ પ્રમાણે, યુટ્યુબબ હવે ક્રિએટર્સને પોતાનું નામ અને પ્રોફાઈલ ફોટોને લિંક કરેલા ગૂગલ અકાઉન્ટથી બદલવાની પરમિશન આપશે. અર્થાત હવે ક્રિએટર્સ પોતાના યુટ્યુબ અને જીમેલ અકાઉન્ટ માટે એક અલગ નામ અને ફોટો રાખી શકે છે. જોકે યુટ્યુબ ચેનલનું નામ બદલતાં સમયે યુઝર તેનું વેરિફાઈડ અકાઉન્ટ બેજ ગુમાવી શકે છે. નામ બદલ્યા પછી યુઝર વેરિફિકેશન માટે ફરી અપ્લાય કરી શકશે.

ગૂગલ હવે યુટ્યુબ વીડિયોથી થનારી કમાણી પર યુએસ ટેક્સ લગાડશે. નવો નિયમ અમેરિકાથી બહારના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે લાગુ થશે. અમેરિકન યુટ્યુબર્સ પર તેની કોઈ અસર નહિ થાય. આ ટેક્સની શરૂઆત જૂન, 2021થી થશે. જો યુઝર્સ પોતાના ટેક્સની માહિતી ગૂગલને આપશે તો ઈન્કમ પર ટેક્સ નહિ લાગે. તેના માટે યુઝર્સે પોતાના ટેક્સની માહિતી 31 મે, 2021 સુધી ગૂગલને આપવી પડશે. કંપની યુટ્યુબથી થનારી ઈન્કમના કુલ 24% લેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.