ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપની રેસ 1માં યુવાન રાઇડરોએ શાનદાર પ્રતિભા દેખાડી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

MRF MMSC FMSCI ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2020ના ફાઇનલ રાઉન્ડના છેલ્લેથી બીજા દિવસની રેસ આજે પૂર્ણ થઈ હતી, જેમાં ટ્રેક પર પાવર પેક પર્ફોર્મન્સ સાથે યુવાન રાઇડરો છવાઈ ગયા હતા.

ઇડેમિત્સુ ઇન્ડિયા ટેલેન્ટ કપ 2020 ભારતના ભવિષ્યના સ્ટાર રાઇડર બનવાની તેમની સફરમાં હાલના યુવાન અને પ્રતિભાશાળી રાઇડર્સને તેમની પ્રતિભાને વધારવા ઉત્કૃષ્ટ રેસિંગ પ્લેટફોર્મ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે.

વર્ષ 2020ની વિશેષતા NSF 250R હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપમાં 10 યુવાન રાઇડરની સહભાગીદારી હતી – જે ભારતીય મોટરસ્પોર્ટ્સના ઇતિહાસમાં અત્યાર સુધી રેસિંગ પ્લેટફોર્મમાં પહેલીવાર જોવા મળી છે, જેમાં આ યુવાન રાઇડરો મોટો3 રેસ મશીન પ્લેટફોર્મ NSF250R પર સવારી કરે છે. એનું પ્રથમ સ્ટેપ ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપની CBR 150R કેટેગરી છે, જેમાં ફક્ત 12 વર્ષની વયના કિશોર રાઇડર સામેલ થયા છે!

ચાલુ વર્ષે હોન્ડાએ ભારતમાં મોટરસ્પોર્ટ્સ કલ્ચરને વિકસાવવા માટે વધુ એક પગલું લીધું હતું. ટ્રેક પર ઇતિહાસ સર્જતા ભારતીય ટૂ-વ્હીલર રેસિંગમાં પહેલી વાર NSF250R કેટેગરીમાં રાઇડરોએ પ્રોટેક્ટિવ એર બેગ વેસ્ટ ધારણ કર્યા હતા, જેથી રાઇડરોની સલામતી અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો થયો છે.

ટ્રેક પર પોતાનું ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ દર્શાવીને ચેન્નાઈના 15 વર્ષના કિશોર કેવિન ક્વિન્ટલે સ્પર્ધામાં બધાને પાછળ પાડી દીધા હતા અને 2020ની રેસિંગ સિઝન 1:48:693ના સૌથી ઝડપી લેપ ટાઇમ સાથે પૂર્ણ કરી હતી.

રાઇડરોના આજનાં પર્ફોર્મન્સ પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશન્સના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રભુ નાગરાજે કહ્યું હતું કે, “પ્રો-સ્ટોક 165સીસી કેટેગગરીમાં આજનો દિવસ અમારી તરફેણમાં ન હોવા છતાં અમારા અનુભવી ત્રણ રાઇડરો નિરાશ થયા નહોતા અને આવતીકાલની રેસ માટે સંપૂર્ણપણે સજ્જ છે. બીજી તરફ આજનો દિવસ અમારા યુવાન રાઇડરોનો હતો. અમને અમારા યુવાન રાઇડરોના આજના બેસ્ટ પર્ફોર્મન્સ પર ખુશી અને ગર્વ છે. આજે CBR150R કેટેગરીમાં જબરદસ્ત રોમાંચક મુકાબલમાં વિવેક કાપડિયા અને શ્યામ સુંદરે ભારતીય મોટરસ્પોર્ટ્સનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એની ઝાંખી કરાવી હતી. કેવિન ક્વિન્ટલ અને વરુણ એસએ જબરદસ્ત પફોર્મન્સ આપ્યું હતું, જેમણે NSF250R કેટેગરીમાં પોડિયમમાં પ્રથમ અને બીજું સ્થાન મેળવીને તેમની કાબેલિયત પ્રકટ કરી હતી. આ અભૂતપૂર્વ વિજયમાં કેવિને વર્ષ 2020નો સૌથી ઝડપી લેપ ટાઇમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી હતી. ભારતમાં મોટરસ્પોર્ટ્સ કલ્ચરને ઊભું કરવાની પ્રતિબદ્ધતાને આગળ વધારીને અમે NSF250R કેટેગરીમાં એર બેગ વેસ્ટ પ્રસ્તુત કરી હતી, જે ભારતીય ટૂ-વ્હીલર રેસિંગમાં પહેલી વાર જોવા મળ્યું છે.”

જ્યારે અમારા અનુભવી રાઇડરો રાજીવ સેતુ અને મથના કુમારને બાઇક પર મુશ્કેલી પડી હતી અને સલામતીના કારણોસર બંનેને રેસમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી, ત્યારે યુવાન રાઇડર સેન્થિલ કુમારે ટીમનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવાની જવાબદારી અદા કરી હતી. ગઇકાલની રેસમાં નબળા પર્ફોર્મન્સમાંથી બહાર આવીને સેન્થિલે જબરદસ્ત લડાયકતા દાખવી હતી અને ટ્રેકમાંથી બહાર નીકળતા અગઉ ત્રીજા સ્થાને પહોંચી ગયા હતા, પરંતુ પોડિયમ માટે રેસ પૂર્ણ કરી શક્યાં નહોતા.

ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ – NSF250R અને CBR150R કેટેગરીઓ
23 યુવાન રેસર્સે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ટ્રેક પર શાનદાર પર્ફોર્મન્સની સાથે વર્ષ 2020ની રેસને સર્વશ્રેષ્ઠ બનાવી દીધી છે. પોતાની ટીમના સાથીદારોની સાથે આગળ વધીને ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ NSF250Rના 10 રાઇડરો અને CBR150R ક્લાસના 13 રાઇડરોએ ટ્રેક પર જબરદસ્ત પર્ફોર્મન્સનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

સાર્થક ચવ્વાણ, કેવિન ક્વિન્ટલ અને વરુણ એસ વચ્ચે ફાઇનલ પોઝિશન પર પહોંચવા માટે જબરદસ્ત રોમાંચક મુકાબલો થયો હતો. ગ્રિડ પર ત્રીજા સ્થાન પરથી શરૂઆત કર્યા પછી સાર્થક ચવ્વાણે ઝડપથી પ્રથમ સ્થાન મેળવી લીધું હતું, પણ કમનસીબે છેલ્લાં લેપમાં તેઓ પાછળ પડી ગયા હતા. બીજી તરફ, વરુણ એસએ છેલ્લાં કોર્નર સુધી મુકાબલો જાળવી રાખ્યો હતો અને કેવિન ક્વિન્ટલે પોડિયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ચેન્નાઈના વરુણ એસ એમનાથી 0.143 સેકન્ડ પાછળ રહી ગયા હતા અને પોડિયમમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ જ્યોફ્રીએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ CBR150R ક્લાસની રેસ ફોટો ફિનિશ સમાન હતી, કારણ કે રાઇડર શ્યામ સુંદર અને વિવેક કાપડિયા વચ્ચે દરેક વળાંક પર રોમાંચક ટક્કર જોવા મળી હતી. વિવેક રોહિત કાપડિયાએ શ્યામ સુંદરને પાછળ પાડીને પોડિયમમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું, તો શ્યામ સુંદરે બીજું સ્થાન હાંસલ કર્યું હતું. સૌથી ઓછી ઉંમર 12 વર્ષના કિશોર રાઇડર રક્ષિત દેવએ એના સૌથી ઝડપી લેપ ટાઇમ 2:05:375 સાથે પોડિયમમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.