શાઓમી ઇન્ડિયાએ 100+ નવા એક્સક્લુસવ રિટેલ સ્ટોર્સ સાથે પોતાની રિટેલ હાજરીને વધુ મજબૂત બનાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની નંબર 1 સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમી ઇન્ડિયાએ આજે ભારતમાં 100+ રિટેલ સ્ટોર્સનું ઉદઘાટન કર્યુ હોવાની જાહેરાત કરી છે. ભારતમાં સૌથી મોટી એક્સક્સક્લુસિવ બ્રાન્ડ રિટેલ નેટવર્ક બની રહેવાનું સતત રાખતા શાઓમી ટિયર 5 અને ટિયર 6 માર્કેટ્સમાં આ સ્ટોર્સનો ઉમેરો કરીને પોતાની હાજરીમાં વધારો કરી રહી છે. આની સાથે શાઓમી ઇન્ડિયાએ કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી પોતાની હાજરીમાં વધારો નોંધાવ્યો છે. તે રીતે ગ્રામિણ માર્કેટ્સમાં રિટેલ બિઝનેસના પરિમાણો બદલી નાખ્યા છે અને ગ્રાહકો માટે તહેવારની ખુશી લાવી રહી છે.

 આ સિદ્ધિ પર ટિપ્પણી કરતા શાઓમી ઇન્ડિયાના ચિફ ઓપરેટિંગ ઓફિસર મુરલીક્રિશ્નન બી.એ જણાવ્યું હતુ કે, ‘અમે છ મહિના પૂર્વેથી ગ્રો વિથ Mi પહેલ શરૂ કરી છે અને તેને દેશમાંથી અમારા રિટેલ ભાગીદારોના મળેલા પ્રતિસાદ અને ટેકાથી ભારે આનંદ અનુભવીએ છીએ. તેણે અમને 100+ નવા સ્ટોર્સ સાથે અમારા નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ પહેલ સાથે અમારો ઉદ્દેશ શાઓમી અને રેડમિ પ્રોડક્ટ્સની ટિયર 5 અને ટિયર 6 શહેરોમાં ઉપલબ્ધતામાં વધારો કરવાનો અને મર્યાદિત ઍક્સેસ ધરાવતા પ્રદેશમાં શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાનો છે. અમારા રિટેલ સ્ટોર્સ ઉભરતા ઉદ્યોગ સાહસિકોને તેમના સ્વપ્ન તરફ વધુ નજીક લઇ જશે તેનો અમને આત્મવિશ્વાસ છે અને દેશના પ્રત્યેક ભાગમાં રોજગારીના સર્જનમાં વધારો કરશે.”

શાઓમી ઇન્ડિયાએ હંમેશા દેશ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને અગ્રિમતા આપી છે અને તેને ખરી રીતે વળગી રહેતા બ્રાન્ડના 100+ રિટેલ સ્ટોર્સને એવા ટિયર 5 અને ટિયર 6 શહેરોમાં સ્થાપશે જેમાંથી 50 હજાર કરતા વધુ લોકોની હાજરી છે. દેશના નિર્જનમાં નિર્જન સ્થળે પહોંચવાના નિર્ધારણ સાથે અને દરેક ટેકનોલોજીનો લાભ ઉઠાવી શકે તે રીતે ગ્રાહકોની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરતા કંપની 200+ રોજગારીઓનું પણ સર્જન કરશે અને તે રીતે ભારતભરમાં ઉદ્યોગ સાહસિકતાનું સંવર્ધન કરશે.

પોતાની ઓફલાઇન યાત્રાનો પ્રારંભ કરતા શાઓમી ઇન્ડિયાએ પોતાનો સૌપ્રથમ રિટેલ સ્ટોર બેંગાલુરુમાં 15 ઓગસ્ટ 2018ન રોજ શરૂ કર્યો હતો અને 2 વર્ષ કરતા પણ ઓછા સમયમાં દેશભરમાં 3000+ ઓફલાઇન રિટેલ સ્ટોર્સ ખોલવા સુધીની સિદ્ધિ સુધી પહોંચી ગઇ હતી, અને તે રીતે ભારતભરમાં 6000થી વધુ લોકોની રોજગારીની સંભાળ લીધી હતી. માર્ચ 2021માં પોતાની ગ્રો વિથ Mi પહેલ સાથે કંપનીએ ઓફલાઇન રિટેલ ટચપોઇન્ટ્સની સંખ્યાને બમણી કરવાની તેમજ ભારતમાં એક્સક્લુસિવ રિટેલ સ્ટોર્સ ખોલવાની જાહેરાત કરી હતી. વધુમાં કંપની રૂ. 100 કરોડના રોકાણ સાથે હવે પછીના 2 વર્ષમાં 6000 સ્ટોર્સ ખોલવા માટે પ્રતિબદ્ધ છે જેથી તેની ગ્રાહકો અને દરેક માટે  ટેકનોલોજીમાં ડેમોક્રેટિક ઍક્સેસના હેતુની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી શકાય.

દેશના ઊંડાણવાળા વિસ્તારોમાં પહોંચવા માટે શાઓમી ઇન્ડિયા દેશમાં કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી પૂર્વમાં 12, પશ્ચિમમાં 26, ઉત્તરમાં 29 અને દક્ષિણમાં 33 નવા સ્ટોર્સ ખોલશે. શાઓમી ઇન્ડિયા સતત 16 ક્વાર્ટર્સથી #1 સ્માર્ટફોન બ્રાન્ડ રહી છે અને હાલમાં 75+ Miહોમ્સ, 75+ Miસ્ટુડીયો, 9400+ Miપ્રિફર્ડ પાર્ટનર્સ અને 4000+ લાર્જ ફોરમેટ રિટેલ પાર્ટનર્સ સાથે 3000+ Miસ્ટોર્સ ધરાવે છે. બ્રાન્ડે ઓનલાઇન અને ઓફલાઇન સરહદો પાર કરવા માટે તેનો સૌપ્રથમ ઓમની ચેનલ સોલ્યુશન પાછલા વર્ષે રોગચાળા દરમિયાન લોન્ચ કર્યો હતો.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.