શાઓમી ઈન્ડિયા સ્માર્ટફોન- રેડમી12સી અને રેડમી નોટ 12 લોન્ચ કરવા માટે સુસજ્જ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2023 – દેશની અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી ઈન્ડિયા ભારતીય ઉપભોક્તાઓ માટે 30મી માર્ચ, 2023ના રોજ બે નવા બજેટ સેગમેન્ટ સ્માર્ટફોન્સ રેડમી 12C અને રેડમી નોટ 12ના લોન્ચ માટે સુસજ્જ છે. ઈમાનદાર કિંમતે અસમાંતર વિશિષ્ટતાઓ પૂરી પાડવાની શાઓમીની બેજોડ કટિબદ્ધતાને સાર્થક કરતાં આ સ્માર્ટફોન્સ ટેકનોલોજીના પાવરહાઉસ છે.

રેડમી ગૃહના બે ડિવાઈસીસ બજેટ અનુકૂળ કિંમતે ગ્રાહકોની લાસ્ટ- માઈલ આવશ્યકતાઓને પહોંચી વળવા માટે વ્યાપક ઓફર છે. રેડમી 12Cનું ભારતમાં પદાર્પણ સ્ટાઈલિશ ડિઝાઈન અને મજબૂત મિડિયાટેક હેલિયો G85 ચિપસેટ સાથે આવે છે, જે સેગમેન્ટમાં તેને સૌથી ઝડપી સ્માર્ટફોનમાંથી એક બનાવે છે. દરમિયાન રેડમી નોટ 12 ભારતમાં લોન્ચના બે મહિનામાં રૂ. 1000+ કરોડના વેચાણનો ક પાર કરનાર #સુપરનોટ રેડમી નોટ 12 સિરીઝની ભરપૂર સફળતા પર નિર્મિત છે.

રેડમી 12C

રેડમી 12C રિયર- માઉન્ટેડ ફિંગરપ્રિંટ સ્કેનર સાથે સ્ટાઈલિશ અને એર્ગોનોમિક ડિઝાઈન ધરાવે છે. ડિવાઈસ મિડિયાટેક હેલિયો G85 ચિપસેટ દ્વારા પાવર્ડ છે, જેથી 6GB of RAM અને 128GB સ્ટોરેજ સાથે અત્યંત ઝડપી કામગીરીની ખાતરી રાખે છે. 6.71-ઈંચ HD+ ડિસ્પ્લે સાથે ડિવાઈસ 500 nitsની પીક બ્રાઈટનેસ સપાટી ઓફર કરવતાં તે હાથમાં રાખવાની અનેરી ખુશી આપે છે. ઉપભોક્તાઓને ઉત્તમ વિઝ્યુઅલ્સ મઢી લેવા માટે મદદરૂપ થવા રેડમી 12Cમાં ડ્યુઅલ બેક કેમેરા સેટઅપ છે. સર્વ સેલ્ફી પ્રેમીઓ માટે 5MP ફ્રન્ટ કેમેરા સાથે 50MP પ્રાઈમરી કેમેરા સેન્સર ધરાવે છે. ડિવાઈસ ચાર આકર્ષક રંગોમાં મળશે, જેમાં મેટી બ્લેક, રોયલ બ્લુ, મિંટ ગ્રીન અને લવેન્ડર પર્પલ બે પ્રકાર – 4 + 64 GB અને 6 + 128 GBમાં મળશે.

રેડમી નોટ 12

રેડમી નોટ સિરીઝની સ્ટાઈલની ખૂબીને નવી ઊંચાઈએ લઈ જતાં આગામી રેડમી નોટ 12 અજોડ સનરાઈઝ ગોલ્ડ કલરમાં મળશે. ડિવાઈસ સ્નેપડ્રેગન 685 પ્રોસેસર દ્વારા પાવર્ડ દુનિયામાં પ્રથમ સ્માર્ટફોન છે, જે અત્યંત ઝડપી પ્રોસેસિંગ અને આસાન કામગીરી પ્રદાન કરે છે. 6.67” SUPER AMOLED ડિસ્પ્લે અને 7.8mm જાડાઈ સાથે તે સૌથી પાતળી સુપરનોટ હોવાની બાંયધરી છે. તે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 50MP પ્રાઈમરી સેન્સર અને 8MP અલ્ટ્રા વાઈડ કેમેરા સાથે 13MP ફ્રન્ટ કેમેરા ઉપભોક્તાઓની ફોટોગ્રાફીની કુશળતાઓને પાંખો આપે છે. ગ્રાહકોને ખરા અર્થમાં ખુશી આપતાં તે ત્રણ સુંદર રંગો સનરાઈઝ ગોલ્ડ, લુનાર બ્લેક અને આઈસ બ્લુમાં 6 + 64 GB અને 6 + 128 GB સ્ટોરેજ વેરિયન્ટ્સમાં મળશે.

બંને ડિવાઈસીસ વ્યાપક 5000mAh બેટરી દ્વારા પાવર્ડ હોઈ મધ્યમ ઉપયોગ પર દિવસભર આસાનીથી ચાલી શકે તે માટે મજબૂત બેટરી બેકઅપ પૂરી પાડેછે.

 

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.