રેડમિ નોટ 11 એસ અને રેડમિ 11ને બજારમાં મુકવાની સાથે રેડમિ નોટ સિરીઝને હવે પછીના સ્તરે લઇ જાય છે
દેશની નં. 1 સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શાઓમી ઇન્ડિયાના પેટા બ્રાડ રેડમિ ઇન્ડિયાએ આજે 11મી જેમ સ્માર્ટફોનને પોતાની રેડમિ નોટ સિરીઝ હેઠળ રેડમિ નોટ 11S અને રેડમિ નોટ 11ના વિસ્તરણની જાહેરાત કરી હતી. રેડમિ નોટ 11 સિરીઝના નવા ઉમેરણમાં ઉત્કૃષ્ટ ઓલ-રાઉન્ડ કેમેરા સિસ્ટમ, ઉદ્યોગ-અગ્રણી ડીસ્પ્લે અને કાર્યક્ષમ ચાર્જીંગ ક્ષમતાઓનો સમાવેશ થાય છે, જે દરેકનો હેતુ પોસાય તેવી કિંમતે શ્રેષ્ઠ શક્ય યૂઝર અનુભવ પૂરો પાડવાનો છે. આ ડિવાઇસ એમઆઈયુઆઈ 13 આઉટ-ઓફ બોક્સ સાથે આવનાર સૌપ્રથમ હશે જેથી યૂઝરના અનુભવમાં વધારો કરી શકાય..
બજારમાં રજૂ કરતા શાઓમી ઇન્ડિયાના ચિફ ઓપરેટિંગ ઓફિસર મુરલી ક્રિશ્નન બીએ જણાવ્યું હતુ કે, “રેડમિ ખાતે અમે હંમેશા ટેકનોલોજીને ડેમોક્રેટીઝ કરવા માટે અને દરેક માટે તેને ઍક્સેસીબલ બનાવવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. વર્ષોથી રેડમિ નોટ સિરીઝે વિશિષ્ટ, ઓલ-રાઉન્ડ અનુભવ દરેક કિંમતે ડિલીવર કર્યા છે. રેડમિની વિચારધારાને વળગી રહેતા અમે રેડમિ નોટ 11S અને રેડમિ નોટ 11ને બજારમાં મુકતા સરહદોને વધુ વધારવા માગીએ છીએ અને અમે દરેક વિભાગ જેમ કે ડીસ્પ્લે, ચાર્જીંગ અને કમેરા ક્ષમતાઓમાં અમારા મૂલ્યવાન સભાન ગ્રાહકોને નોંધપાત્ર અપગ્રેડ્ઝ આપવા કેન્દ્રિત છીએ.