વોટ્સએપના યૂઝર્સ હવે સહેલાઇથી મની ટ્રાન્ફર કરી શકશે, ભારતમાં લૉન્ચ થયું Whatsapp Pay

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વોટ્સએપે આખરે ભારતમાં વોટ્સએપ પે રોલ આઉટ કરી નાખ્યું છે. ભારતમાં છેલ્લા બે વર્ષથી WhatsApp Pay Beta ઉપલબ્ધ છે, પરંતુ તેને સત્તાવાર લોન્ચ કરવામાં આવ્યું ન હતું. કારણ કે ભારતમાં હજુ કેટલીક મંજૂરી મળવાની બાકી હતી. પરંતુ હવે યુપીઆઇ પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવા માટે વોટ્સએપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાથી મંજૂરી મળી ગઇ છે.

ભારતમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના યૂઝર્સ હવે સહેલાઇથી મની ટ્રાન્ફર કરી શકશે. વોટ્સએપ દ્વારા તમે કોઇપણ બીજા વોટ્સએપ યૂઝર્સને કે યુપીઆઇ આઇડીમાં પૈસા મોકલી શકો છો.

ઘણાં સમયથી વોટ્સએપ યુપીઆઈ સિસ્ટમનું ટેસ્ટ કરી રહ્યું હતું, પરંતુ પ્રાઇવસીને લઇને મામલો અટક્યો હતો. એનપીસીઆઇએ ગુરુવારે વોટ્સએપને લાઇવ કરવાની મંજૂરી આપી છે. એનપીસીઆઇએ હાલ વોટ્સએપને ક્રમબદ્ધ રીતે મંજૂરી આપી છે. પહેલા સેગમેન્ટમાં 2 કરોડ યૂઝર્સને તેની પરવાનગી આપી છે. ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધારે યુઝર્સ છે.

ભારતમાં 2018થી WhatsApp Pay Beta ઉપલબ્ધ છે. NPCIની મંજૂરી બાદ હવે ચેટિંગ કરતા કરતા પેમેન્ટ કરી શકશો. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યુ કે,‘અમે એનપીસીઆઇની સાથે કામ કરી રહ્યાં છીએ. પેમેન્ટ સર્વિસ સુરક્ષિત અને વિશ્વસનીય રહે તે વાતનું પણ ધ્યાન રાખી રહ્યાં છીએ.

સેવા વોટ્સએપ સાથે શરૂ થવાથી તમે વોટ્સએપમાંથી તમારાં મોબાઇલનું રિચાર્જ, બીલ ભરી શકશો, રોકડ રકમ ટ્રાન્સફર કરી શકશો. શક્ય હશે ત્યા સુધી એના માધ્યમથી અન્ય એપની જેમ ખરીદી કરવાના ઓપ્શન પણ મળી શકશે.

નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ હાલમાં રોજ એક ખાતામાંથી પ્રતિદિન 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. એના માટે તમારે તમારી બેંકનો સંપર્ક કરવાનો રહેશે.

NPCIએ UPIના પ્રોસેસ્ડ ટ્રાન્જેક્શન વોલ્યૂમ પર 30 ટકાની મર્યાદા મૂકી છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થશે. NPCIએ એક પ્રેસ નોટમાં જણાવ્યું કે આ મર્યાદા મૂકવાનું કારણ રોજના 2 અબજ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હોવાના આંકડા અને ભવિષ્યનો ગ્રોથ છે. આ વ્યવસ્થાને જોખમ રહિત આગળ લઈ જવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.