વેસ્ટર્ન ડિજિટલે SanDisk Extreme Portable SSDsની નવી શ્રેણી સાથે સ્પીડ અને પોર્ટેબિલિટીનું બેજોડ કોમ્બિનેશન રજૂ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વેસ્ટર્ન ડિજિટલ કોર્પ (NASDAQ: WDC) એ બે નવી SanDisk® portable SSDs લોંચ કરવાની જાહેરાત કરી છે, જે અગાઉની જનરેશન્સની તુલનામાં લગભગ 2ગણી સ્પીડ ઓફર કરે છે. SanDisk Extreme® અને SanDisk Extreme PRO® portable SSDs આજની ઉચ્ચ ગુણવત્તાયુક્ત કન્ટેન્ટની માગને પૂર્ણ કરવા માટે તૈયાર કરાઇ છે. પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ, વિડિયોગ્રાફર્સ તેમજ શોખ ધરાવતા વ્યક્તિઓ દરરોજ જીવનની ઉત્તમ ક્ષણોને ક્લિક કરતાં હોય છે અને તેમને બેજોડ સ્પીડ સાથે કામગીરી કરવા માટે વિશ્વસનીય સોલ્યુશન્સની જરૂર હોય છે.

પ્રોફેશ્નલ્સને કેન્દ્રમાં રાખતાં નવી SanDisk portable SSDs ખૂબજ પડકારજનક એસાઇનમેન્ટ્સના વિશ્વાસપૂર્વક સંચાલન માટે નિર્મિત કરાઇ છે – ભલે તે ઘર હોય, ઓફિસ હોય અથવા બહારનું કોઇ સ્થળ હોય. વધુ મેમરી, ટકાઉપણા અને ઝડપ ઇચ્છતા લોકો માટે SanDisk Extreme portable SSD ગો-ટુ-ડ્રાઇવ છે જ્યારે કે SanDisk Extreme PRO મજબૂત પર્ફોર્મન્સ અને કોઇપણ જગ્યાએ ઉપયોગમાં લઇ શકાય તેવી લોકોની જરૂરિયાત માટે નિર્મિત કરાઇ છે.

વેસ્ટર્ન ડિજિટલ, ઇન્ડિયા ખાતે ડાયરેક્ટર-સેલ્સ ખાલિદ વાણીએ જણાવ્યું હતું કે, “નવી SanDisk Extreme portable SSDs ઉત્તમ પર્ફોર્મન્સ, વિશ્વસનીયતા, ઝડપ અને કામગીરી ઓફર કરે છે, જેની ગ્રાહકો અને પ્રોફેશ્નલ્સ અમારા પ્રત્યે અપેક્ષા રાખે છે. સેગમેન્ટમાં એસએસડીની નવી શ્રેણી સાથે અમે નવીન NVMe ટેક્નોલોજી સાથે સ્પીડમાં નોંધપાત્ર વધારો કર્યો છે અને અમારી ડિઝાઇનમાં બેજોડ સામગ્રીનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેનો લૂક ટ્રેન્ડી રહે તથા હેવી ફાઇલ્સનું સુરક્ષિત બેકઅપ લેવામાં મદદરૂપ બને.”

વેસ્ટર્ન ડિજિટલ, ઇન્ડિયા ખાતે ડાયરેક્ટર – માર્કેટિંગ જગન્નાથન ચેલિયાએ જણાવ્યું હતું કે, “આજના ગ્રાહકો પાવરફુલ સ્માર્ટફોન અને લેપટોપ સાથે સતત કન્ટેન્ટનું નિર્માણ કરતાં રહે છે. જ્યારે દરેક સેકંડની ગણતરી થતી હોય ત્યારે તેમને હાઇ-પર્ફોર્મન્સ સ્ટોરેજ સોલ્યુશનની જરૂર રહે છે, જેથી તેમને કન્ટેન્ટને સુરક્ષિત રાખવામાં અને મેનેજ કરવામાં મદદ મળી રહે. 256-bit AES હાર્ડવેર એન્ક્રિપ્શન, 2 મીટર ડ્રોપ પ્રોટેક્શન તેમજ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે IP55 રેટિંગ સાથે SanDisk Extreme PRO અને SanDisk Extreme portable SSDs કોઇપણ માહોલમાં બેસ્ટ પર્ફોર્મન્સ અને ટકાઉપણું ઓફર કરે છે.”

4ટીબી સુધીની ક્ષમતાઓ સાથે નવી NVMe ડ્રાઇવ બેજોડ કન્ટેન્ટની રચના અથવા કેપ્ચર કરવામાં તથા સરળતાથી 4K અને 8K ફૂટેજ મૂવ કરવા માટે પરફેક્ટ છે. તે એપ્રિલ 2021થી ભારતમાં ઉપલબ્ધ બનશે. ફ્લેગશીપ SanDisk Extreme PRO portable SSDમાં એલ્યુમિનિયમ ચેસિસ છે, જે હેવી વર્કલોડમાં ક્લૂ રહે છે તેમજ ડ્યુરેબલ સિલિકોન ડિઝઆઇન વ્યસ્ત કામગીરીમાં પણ કાર્યરત રહે છે. પાસવર્ડ પ્રોટેક્શન અને 256-bit AES હાર્ડવેર એન્ક્રિપ્શન અપગ્રેડ સાથે ડ્રાઇવ્સ કન્ટેન્ટને સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.