વીવોએ સ્ટાઇલિશ વી21ઇ રજૂ કર્યો, 5જી સ્લીમ અને ક્લાસ-લીડીંગ ડિઝાઇન સાથે સ્માર્ટફોન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ઇનોવેટિવ ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ ભારતમાં વી સિરીઝ અંતર્ગત પોતાના ડિઝાઇન અને કેમેરા ફોકસ્ડ 5જી સ્માર્ટફોન વીવો વી21ઇ લોંચ કરવાની જાહેરાત કરી છે. #DelightEveryMomentની સાથે ડિઝાઇન કરાયેલો વી21ઇ એક ટ્રેન્ડસેટર છે, જે વીવો વી21 સિરીઝ પોર્ટફોલિયોનું જ વિસ્તારીય સ્વરૂપ છે. વીવો વી21ની પરંપરાને આગળ ધપાવતા વી21ઇ સ્લીમ અને વજનમાં હલ્કો હોવાની સાથે ખુબસુરત ડિઝાઇન ધરાવતો ફોન છે.

બેક પેનલ સનસેટ જેઝ અને ડાર્ક પર્લ આ બંન્ને પ્રકૃતિથી પ્રેરિત રંગોમાં તે ઉપલબ્ધ છે. વીવો વી સિરીઝની પરંપરા અનુસાર સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, જે મલ્ટીલેવલ એક્સપોઝર અને મલ્ટી-ફ્રેમ સિલેક્શન અલ્ગોરિધમનો ઉપયોગ કરીને ઓછા પ્રકાશમાં પણ સારી સેલ્ફી લે છે. તેનો વધારાનો 64 મેગાપિક્સલ રિયર કેમેરા ખુબજ સ્પષ્ટતા સાથે રાત્રીના સમયમાં પણ શોટ્સ લેવા માટે સક્ષમ છે. વીવો વી21ઇની કિંમત રૂ. 24,990 (8જીબી અને 128 જીબી) રહેશે. આ ડિવાઇસ મેઇનલાઇન રિટેઇલ પાર્ટનર્સ, વીવો ઇન્ડિયા ઇ-સ્ટોર, ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ, ટાટા ક્લિક અને બજાજ ઇએમઆઇ સ્ટોર ઉપર વેચાણ માટે ઉપલબ્ધ છે.

વી21ઇના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં વીવો ઇન્ડિયાના ડાયરેક્ટર – બ્રાન્ડ સ્ટ્રેટેજી નિપૂન માર્યાએ જણાવ્યું હતું કે, “અમે વીવો વી21ઇના લોંચ સાથે ભારતમાં પોતાની વી 21 સિરીઝનો વિસ્તાર કરતાં ખુશ છીએ. સ્માર્ટફોન ગ્રાહકોને નવીનતમ તકનીક ઉપલબ્ધ કરાવવા માટે તે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તમ ડિઝાઇન, કેમેરામાં લેટેસ્ટ કેમેરા ઇનોવેશન અને 5જી કનેક્ટિવિટી સહિત વિવિધ સ્માર્ટફોન યુઝર્સ માટે કંઇક ખાસ છે. તે યુઝર્સને એકદમ નવા પ્રકારે અભિવ્યક્તિ કરવા માટે સક્ષમ બનાવશે.”

તાજેતરમાં જ વીવોએ સ્પોર્ટ્સ આઇકો વિરાટ કોહલીને કેમેરા એક્સપિરિયન્સ ઓફિસર જાહેર કર્યાં છે અને તેમને વીવો વી21ઇના તમામ માર્કેટિંગ કેમ્પેઇનમાં જોઇ શકાશે. મેક ઇન ઇનડ્યા પ્રત્યે વીવોની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતા વીવો વી21ઇ ડિવાઇસનું નિર્માણ ગ્રેટર નોઇડા એકમમાં કરાશે.

વી21ઇ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિલ્પ કૌશલ્ય પ્રત્યે વીવોના ઝનુનને દર્શાવે છે. સ્ટાઇલિશ સ્માર્ટફોન આકર્ષક છે, જે ઉન્નત ટેકનીકનો ઉપયોગ કરે છે તેમજ તેનો આગળનો ભાગ 16.35 સેમી (6.44) એમોલેડ ફુલવ્યૂ ડિસ્પ્લે સુંદરતા પ્રદાન કરે છે. સ્લીકનેસ અને આધુનિકતાથી સજ્જ વી21ઇનો પાછળનો ભાગ ક્લાસી બેક કવર સનસેટ જેઝ અને ડાર્ક પર્લ એમ બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. તે મજબૂત અને આરામદાયક પકડ પણ આપે છે.

વી21ઇ વીવોના કેમેરાના વારસાને આગળ વધારે છે. તે ઉન્નત ફ્રન્ટ-કેમેરા હાર્ડવેર સાથે સ્પષ્ટ ઇમેજીસ અને સ્પષ્ટ નાઇટ શોટ્સ કેપ્ચર કપવામાં મદદરૂપ બને છે. તે યુઝર્સને કોઇપણ ક્ષણમાં ગુણવત્તાયુક્ત ફોટો ક્લિક કરવામાં મદદરૂપ બનવા ડિઝાઇન કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.