જાન્યુ-૨૦૨૧માં યુપીઆઇ દ્વારા રેકોર્ડ ૨૩૦ કરોડનું ટ્રાન્ઝેક્શન થયુંઃ નીતિ આયોગ સીઇઓ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ન્યુ દિલ્હી,
કોરોના સંકટમાં ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દેશમાં ડિઝિટલ ટ્રાન્ઝેક્સનને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે, વર્ષ ૨૦૨૧ સુધી દેશમાં ડિઝિટલ ટ્રાન્ઝેક્સન ૪ ગણું વધે તેવી આશા છે, ભારતમાં લોકો ડિઝિટલ ટ્રાન્ઝેક્સન માટે આપવા માટે યુપીઆઇ એટલે કે યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યા છે.
નિતી આયોગનાં સીઇઓ અમિતાભ કાંતે જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૨૧માં યુપીઆઇ દ્વારા રેકોર્ડ ૨૩૦ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્સન થયું છે, યુપીઆઇ દ્વારા જાન્યુઆરી ૨૦૨૧માં ૪.૩ લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઇ, જાન્યુઆરી ૨૦૨૦ની તુલનામાં યુપીઆઇ ટ્રાન્ઝેક્સનની સંખ્યામાં ૭૬.૫ ટકાની વૃધ્ધી થઇ છે, જ્યારે ટ્રાન્ઝેક્સન વેલ્યૂની વાત કરીએ તો ટ્રાન્ઝેક્સનની રકમમાં ૧૦૦ની ઉછાળો જાેવા મળ્યો છે.
યુપીઆઇ એટલે યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ આંતર બેંક ફંડ ટ્રાન્સફરની સુવિધા છે, જેના દ્વારા સ્માર્ટ ફોન પર ફોન નંબર અને વચ્ર્યુઅલ આઇડીની મદદથી પેમેન્ટ કરી શકાય છે, આ ઇન્ટરનેટ બેંક ફંડ ટ્રાન્સફરનાં મિકેનિઝમ પર આધારીત છે, એનપીસીઆઇનાં દ્વારા આ સિસ્ટમને કન્ટ્રોલ કરવામાં આવે છે, યુઝર્સ યુપીઆઇને થોડી મિનિટોમાં જ ઘરે બેઠાં જ પેમેન્ટની સાથે જ મની ટ્રાન્સફર કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.