લેહના નકશામાં ગડબડી પર ફસાયુ ટ્વિટર, ભારતમાં બ્લોક થઈ શકે છે વેબસાઈટ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સોશયલ મીડિયા કંપની ટ્વિટરને ભારતમાં પ્રતિબંધ કે બ્લોક કરવામાં આવી શકે છે. લેહને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય જમ્મુ અને કાશ્મીરનો ભાગ દેખાડવા પર સરકારે કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, ટ્વિટર ઈ્ડિયાની સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે. સરકાર આ હરકતને ભારતની સંપ્રભુ સંસદની ઈચ્છાશક્તિને નીચે દેખાડવા માટે ટ્વિટર તરફથી જાણીજોઈને કરવામાં આવેલી કોશિશની જેમ જોઈ રહ્યું છે. સંસદમાં પાછલા વર્ષે ઓગષ્ટમાં લદ્દાખમાં કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું હતું. લેહમાં તેનું મુખ્યાલય છે.

સરકારે ટ્વિટરને પુછ્યું, શા માટે ન લઈએ કાયદાકીય એક્શન ?

સરકારે સોમવારે ટ્વિટરને નોટીસ આપીને પાંચ દિવસની અંદર જવાબ માંગ્યો છે. એ પહેલા લેહને ચીનનો ભાગ દેખાડ્યો હતો. જ્યારે ટ્વિટરના સંસ્થાપક જેક ડોર્સીને નોટીસ મોકલવામાં આવી હતી. સુચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે ટ્વિટરના ગ્લોબર વાઈસ પ્રેસીડન્સને મોકલવામાં આવેલી નોટીસમાં પુછ્યું છે કે, ખોટા નકશા દેખાડીને ભારતની ક્ષેત્રીય સંપ્રભુતાનં અપમાન કરવા માટે ટ્વિટર અને તેના પ્રતિનિધિઓ પર કાયદાકીય પ્રક્રીયા શા માટે કરવામાં ન આવે.

લેહને ચીન બતાવવા પર ભારતની કડકાઈ બાદ ટ્વિટરે માંગી હતી માફી

જો કે, સુત્રોના જણાવ્યા પ્રમાણે હવે કેન્દ્રશાસિત પ્રદેશ ટૈગ દેખાડવા પર કામ ચાલી રહ્યું છે અને તે નવેમ્બરના અંતસુધીમાં થઈ જશે. આઈટી મંત્રાલય આ મામલાના ગંભીર માની હી છે અને મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહનીએ 21 ઓક્ટોમ્બરના રોજ ડોર્સીને લખ્યું હતું કે જ્યારયે લેહને ટ્વિટરે ચીનનો ભાગ જણાવ્યો હતો ત્યારે આ મુદ્દો ઉકેલાઈ ગયો હતો પરંતુ લેહને જમ્મુ અને કાશ્મીરનો ભાગ બતાવવામાં આવી રહ્યો છે. સાહનીએ ડોર્સીને ભારતની સંવેદનશીલતાઓનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં સરકારે ટ્વિટર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાનગી વેબસાઈટ સાથે જોડાયેલા એકાઉન્ટને હેક થવા પર જવાબ માંગ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.