ટિ્‌વટર બ્લૂ થશે રીલોન્ચ, આઈફોન યુઝર્સને લાગશે મોટો ઝટકો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવીદિલ્હી, ટિ્‌વટર સબ્સક્રિપ્શન સર્વિસ ‘ટિ્‌વટર બ્લૂ’ વાપસી માટે તૈયાર છે. તેને આગામી અઠવાડીયે લોન્ચ કરવામાં આશે. આ સર્વિસ માટે વેબ ટિ્‌વટર યુઝર્સને ઇં૮ દર મહિને ચુકવવા પડશે. જાે કે, આઈઓએસ યુઝર્સ માટે તે થોડુ મોંઘુ રહેશે. કંપનીએ જાહેરાત કરી છે કે, આઈઓએસ યુઝર્સ માટે ટિ્‌વટર બ્લૂની સર્વિસ ઇં૧૧ દર મહિને રહેશે. આપને જણાવી દઈએ કે, નવેમ્બરની શરુઆતમાં ટિ્‌વટરે ટિ્‌વટર બ્લૂની શરુઆત કરી હતી. પણ ફેક અકાઉન્ટની સંખ્યા વધવાના કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી.

ત્યાર બાદ ૨૯ નવેમ્બરે તેને લોન્ચ કરવાની વાત થઈ હતી, પણ ડેટ આગળ વધારી દીધી હતી. ટિ્‌વટર યુઝર્સ આ સર્વિસના માધ્યમથી પોતાના ટિ્‌વટ એડિટ કરવા અને ૧૦૮૦ॅનો વીડિયો સબમિટ કરવામાં સક્ષમ હશે. આ ઉપરાંત તેમને અકાઉન્ટ વેરિફિકેશન માટે બ્લૂ ચેક માર્ક મળશે. તો વળી સરકારી ટિ્‌વટર હેંડલ માટે ચેક માર્ક ગ્રે કલર અને વ્યવસાયો માટે ગોલ્ડ કલર હશે. આઈઓએસ યુઝર્સ માટે ચાર્જ કેમ વધારે ? તે જાણી લો… કંપનીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, અમે ટિ્‌વટર બ્લૂને સોમવારે રીલોન્ચ કરી રહ્યા છીએ.

વેબના સબ્સક્રાઈબર્સને બ્લૂ ચેકમાર્ક અને સબ્સક્રાઈબર ઓનલી ફીચર માટે ઇં૮ પ્રતિમાસ અને આઈઓએસ યુઝર્સને ઇં૧૧ દર મહિને ચુકવવા પડશે. જાે કે, ટિ્‌વટરે આ વાત સ્પષ્ટ નથી કરી કે, એપલના ગ્રાહકોને અન્ય યુઝર્સની સરખામણીમાં વધારે ચાર્જ કેમ આપવો પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર જાેઈએ તો, ટિ્‌વટર એપ સ્ટોર સાથે જાેડાયેલી કોસ્ટનું બેલેન્સ કરવા માટે આવું કરી રહ્યા છે. મસ્ક અને એપલની વચ્ચે ગત મહિને તણાવના સમાચાર આવ્યા હતા. હકીકતમાં મસ્કે એપલ પર બરાબરના પ્રહારો કર્યા હતા.

મસ્કે કહ્યું કે, એપ સ્ટોર પર આ એપ પરચેઝ માટે સોફ્ટવેર ડેવલપરથી એપલ ૩૦ ટકા ફીની માગ કરે છે. મસ્કે એવું પણ કહ્યું હતું કે, એપલે ટિ્‌વટરને એપસ્ટોરથી હટાવાની ધમકી આપી છે. આ ઉપરાંત એપલે ટિ્‌વટર પર જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે. જાે કે, બાદમાં એપ્પલના સીઈઓ ટિમ કુક સાતે તેમને બેઠક કરી અને ત્યાર બાદ કહ્યું કે, એપલ એપ સ્ટોરથી ટિ્‌વટરને ડિલીટ કરવા સંબંધી કંફ્યૂઝન દૂર થઈ ગઈ છે અને મુદ્દાનું સમાધાન થઈ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.