ટીવીએસ મોટર કંપનીએ ગુજરાતમાં સંપૂર્ણપણે નવું ટીવીએસ રોનિન પ્રસ્તુત કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દુનિયામાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરની પ્રતિષ્ઠિત ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીએ આજે અમદાવાદમાં ઉદ્યોગમાં પ્રથમ ‘મોડર્ન-રેટ્રો’ મોટરસાયકલ – ટીવીએસ રોનિન પ્રસ્તુત કરીને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ડિઝાઇનની દ્રષ્ટિએ ટીવીએસ રોનિન લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, જે આધુનિક, યુવાન રાઇડરમાંથી પ્રેરણા લે છે. ટીવીએસ રોનિન સ્વભાવિક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સ્ટાઇલ ટેકનોલોજી અને સવારીના અનુભવ સાથે ડિઝાઇન કરેલ છે.

ટીવીએસ મોટરના 110 વર્ષનો બહોળો વારસો તથા અગ્રણી ટેકનોલોજી અને ઇનોવેશન હવે જીવનની નવી રીત ટીવીએસ રોનિન પ્રસ્તુત થવાની સાથે અગ્રેસર થશે. કંપનીના પ્રીમિયમ લાઇફસ્ટાઇલ મોટરસાયકલિંગમાં પ્રવેશ સાથે મોટરસાયકલ એની સવારીની નવી રીત પ્રસ્તુત કરવાની એની કટિબદ્ધતાનું એક્ષ્ટેન્શન છે. ટીવીએસ રોનિન વિવિધતાસભર ખાસિયતો ધરાવે છે, જેમાં વિશિષ્ટ ડિઝાઇન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય થયો છે, જે તમામ વિસ્તારોમાં સુવિધાજનક સવારીનો અનુભવ સુનિશ્ચિત કરે છે. મોટરસાયકલ પ્રભાવશાળી ટેકનોલોજી અને સુવિધાજનક ખાસિયતો સાથે ઘણી સૌપ્રથમ ખાસિયતો પણ ધરાવે છે, જેમ કે ડ્યુઅલ-ચેનલ ABS, વોઇસ આસિસ્ટન્સ અને સંવર્ધિત કનેક્ટિવિટી. અન્ય એક સૌપ્રથમ ખાસિયત સ્વરૂપે ટીવીએસ રોનિને બ્રાન્ડેડ વર્લ્ડ-ક્લાસ મર્ચન્ડાઇઝ અને કસ્ટમ એક્સેસરીઝ, કન્ફિગરેટરની એક્સક્લૂઝિવ રેન્જ પ્રસ્તુત થશે તેમજ અનુભવનો સમર્પિત પ્રોગ્રામ શરૂ કર્યો છે.

ટીવીએસ મોટર કંપનીના પ્રીમિયમના હેડ બિઝનેસ શ્રી વિમલ સુમ્બલીએ કહ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે મોટરસાઇકલિંગ બદલાઈ રહ્યું છે. આ સ્વ-અભિવ્યક્તિ, સ્વતંત્રતા અને ચકાસવાની ઇચ્છાને સક્ષમ બનાવવાના કાર્યકારી ઉદ્દેશને સેવા આપે છે. અમારા ગ્રાહકોની સ્વાભાવિક સફર પ્રશસ્ત કરવાની જરૂરિયાત દ્વારા પ્રેરિત ટીવીએસ રોનિન સ્ટિરિયોટાઇપ્સ, ડેટેડ કોડ્સ અને વારસાગત બેગેજમાંથી વિકસતી જીવનશૈલી પર આધારિત નવું સેગમેન્ટ ઊભું કરશે. પરિણામે આ પ્રીમિયમાઇઝેશનમાંથી પર્સનલાઇઝેશનમાં વધુને વધુ પરિવર્તન કરે છે, જે ટૂ-વ્હીલર સેગમેન્ટમાં ટ્રેન્ડ ઊભો કરે છે. મોટરસાયકલ અમારા ગ્રાહકો માટે પ્રીમિયમ લાઇફસ્ટાઇલ પ્રસ્તુત કરશે, જે વિશિષ્ટ બ્રાન્ડ ઇકોસિસ્ટમ ઓફર કરશે. મને ખાતરી છે કે, અમારા ગ્રાહકો આ મોટરસાયકલની સવારીની વિશિષ્ટ ખાસિયતો પ્રશંસા કરશે.”

ટીવીએસ રોનિન ત્રણ વેરિઅન્ટ – ટીવીએસ રોનિન એસએસ રૂ. 149,000 (એક્સ-શોરૂમ ગુજરાત), ટીવીએસ રોનિન ડીએસ રૂ. 156,500 (એક્સ-શોરૂમ ગુજરાત) અને ટોપ વેરિઅન્ટ ટીવીએસ રોનિન ટીડી રૂ. 168,750 (એક્સ-શોરૂમ, ગુજરાત)માં ઉપલબ્ધ થશે.

ટીવીએસ રોનિનની નવી ખાસિયતો

સંપૂર્ણપણે નવી લાઇફસ્ટાઇલ
તમામ વિસ્તારોમાં સવારીનો સુવિધાજનક અનુભવ
ટીવીએસ રોનિન કલ્ટ – જ્યાં કલ્ચર, લાઇફસ્ટાઇલ અને ટ્રાવેલ જીવંત થાય છે

ડિજિટલ સવારીનો અનુભવ
સરળ કસ્ટમાઇઝેશન માટે કન્ફિગરેટર
સ્માર્ટએક્સઓકનેક્ટ સાથે ડિજિટલ ક્લસ્ટર
ટીવીએસ એરાઇવ એપ દ્વારા એઆર અનુભવ

એક્સક્લૂઝિવ મર્ચન્ડાઇઝ અને એક્સેસરીઝ
મર્ચન્ડાઇઝ અને રાઇડિંગ ગીઅરની વિસ્તૃત રેન્જ
એક્સક્લૂઝિવ એક્સેસરીઝ સાથે તૈયાર કરેલી કિટ્સ

નવા ટીવીએસ રોનિનની મુખ્ય ખાસિયતો

સ્ટાઇલમાં નવી સ્ટોરી
ઓલ LED લેમ્પ
સિગ્નેચર T-શેપ પાયલોટ લેમ્પ
એસીમેટ્રિક સ્પીડોમીટર
એક્ઝોસ્ટ અને મફલર ડિઝાઇન
ચેઇન કવર
9 સ્પોક એલોય વ્હીલ્સ
બ્લોક ટ્રેડ ટાયર્સ

અદ્યતન ટેકનોલોજી
ડિજિટલ ક્લસ્ટર (DTE – ડિસ્ટન્સ ટૂ એમ્પ્ટી, ETA – એસ્ટિમેટેડ ટાઇમ ઓફ એરાઇવલ, ગીઅર શિફ્ટ આસિસ્ટ, સાઇડ સ્ટેન્ડ એન્જિન ઇન્હિબિટર, સર્વિસ ડ્યુ ઇન્ડિકેશન, લૉ બેટરી ઇન્ડિકેટર)
વોઇસ આસિસ્ટ
ટર્ન બાય ટર્ન નેવિગેશન
ઇન્કમિંગ કોલ એલર્ટ / રીસિવ
કસ્ટમ વિન્ડો નોટિફિકેશન
ટીવીએસ સ્માર્ટએક્સઓકનેક્ટ એપ પર રાઇડ એનાલિસ્ટ

સવારીનો સરળ અનુભવ
રેઇન અને અર્બન ABS મોડ
ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ISG) – લૉ નોઇઝ ફીધર ટચ સ્ટાર્ટ
અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક (USD)
રીઅર મોનોશોક
ગ્લાઇટ થ્રૂ ટેકનોલોજી (GTT)
આસિસ્ટ અને સ્લિપર ક્લચ
3-સ્ટેપ એડજસ્ટેબ્લ લીવર

KS Harini – ks.harini@tvsmotor.com
Nikita Verma – nikita.verma@tvsmotor.com


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.