ટિપ્સ્ટરે સેમસંગ ગેલેક્સી S21 સિરીઝની કિંમતો સોશિયલ મીડિયા પર શેર કરી, 14 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે સિરીઝ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સેમસંગ ગેલેક્સી S21 સિરીઝની યુરોપિયન પ્રાઈસ લોન્ચિંગ પહેલાં જ લીક થઈ છે. ટિપ્સ્ટર પ્રમાણે, આ સિરીઝની કિંમત 849 યુરો (આશરે 76,000 રૂપિયા) છે. તો ગેલેક્સી S21+ની કિંમત 1049 યુરો (આશરે 94,500 રૂપિયા) હશે. બંને ફોનની કિંમત તેના 128GB વેરિઅન્ટની છે. સાથે ગેલેક્સી S21 અલ્ટ્રા (128GB)ની કિંમત 1399 યુરો (આશરે 1,26,000 રૂપિયા) હશે. જૂના મોડેલની સરખામણીએ આ કિંમત વધારે છે.

ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલના પ્રમાણે, ગેલેક્સી S21 સિરીઝ 14 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે. ઈશાને S21, S21+ અને S21 અલ્ટ્રાના 128GB વેરિઅન્ટની કિંમત સોશિયલ મીડિયા પર લીક કરી છે.

ટિપ્સ્ટરે ગેલેક્સી S21+ની તસવીર પણ શેર કરી છે. તેમાં ફોનનો ફ્રન્ટ અને બેક જોઈ શકાય છે. ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. બેક પેનલ પર 3 રિઅર કેમેરા મળશે. ઈશાને ગેલેક્સી S21+ના કેસને પણ ટ્વીટ કર્યું છે.

સ્માર્ટફોનમાં 6.8 ઈંચની LTPO AMOLED પંચ હોલ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 1440×3220 પિક્સલ હશે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 અને રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં ન્યૂ જનરેશન ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. ફોનમાં મેટલ ગ્લાસ બોડી આપવામાં આવી છે. ફોનની ડિઝાઈન અલ્ટ્રા સ્લિમ બેઝલવાળી છે.
ફોનના રિઅરમાં 5 કેમેરા મળશે. તેમાં 108MPનો પ્રાઈમરી કેમેરા, 12MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 10MPનો ટેલિફોટો લેન્સ, 10MPને પેરિસ્કોપ લેન્સ અને એક લેઝર ઓટોફોકસ યુનિટ મળશે. સેલ્ફી માટે ફોનમાં 40MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
સ્માર્ટફોનને IP68 રેટિંગ મળ્યું છે. તેમાં 12GBની રેમ અને 512GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. ઈન્ડિયન વર્ઝનમાં એક્સીનોસ 2100 ચિપસેટ મળશે. તે એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે. તો ફોનમાં 5000mAhની બેટરી મળશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.