ટિયાગોએ 400,000 સંતુષ્ટ ગ્રાહકોનો આંક પાર કર્યો!

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી વાહન બ્રાન્ડ ટાટા મોટર્સ દ્વારા આજે તેની બ્રાન્ડ ટિયાગોએ ગુજરાતના સાણંદ એકમમાં તેના ઘરઆંગણામાંથી સિગ્નેચર રોલ-આઉટ સાથે 400,000ના વેચાણનો આંક પાર કર્યો છે. કંપનીએ સર્વ ટાટા મોટર્સની ઓફિસો, પ્લાન્ટ્સ અને ગ્રાહક સંપર્ક સ્થળોમાં તેના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ઉજવણી કરવા માટે #Tiago4ever કેમ્પેઈન શરૂ કરી છે.

2016માં ઈમ્પેક્ટ ડિઝાઈન ફિલોસોફી હેઠળ રજૂ કરવામાં આવેલી ટિયેગોએ તેની સ્પોર્ટી ડિઝાઈન, ઉત્કૃષ્ટ ડ્રાઈવેબિલિટી અને કક્ષામાં અવ્વલ સેફ્ટી ફીચર્સ સાથે હેચ સેગમેન્ટમાં નવો દાખલો બેસાડ્યો છે અને તેના લોન્ચના પ્રથમ વર્ષમાં જ ઉત્કૃષ્ટ ઓફરના દાખલારૂપે તેણે 30થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડસ જીત્યા છે. વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટાટા મોટર્સે વિવિધ ટેકનોલોજિકલ શોધ સાથે ટિયેગો પરિવારને સતત તાજગીપૂર્ણ રાખ્યા છે. આજે ટાટા ટિયેગો તેના બીએ-5 કોમ્પ્લાયન્ટ એન્જિન સાથે કંપનીની નવી ફોરેવર રેન્જનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને 2 અવતાર ટિયેગો અને ટિયેગો એનઆરજીમાં ઓફર કરાય છે અને 14 વેરિયન્ટ ઓફર કરે છે.

આ સિદ્ધિ વિશે બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ.ના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર કેરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજન અંબાએ જણાવ્યું હતું કે, “આ દેખીતી જ ટાટા મોટર્સ માટે ઐતિહાસિક સિદ્ધિ છે, કારણ કે ટિયેગો ટૂંક સમયમાં જ આ સિદ્ધિ પાર કરનારી પ્રથમ કાર છે. ટિયેગો અમારી ટર્નઅરાઉન્ડ 2.0 વ્યૂહરચનામાં મુખ્ય પ્રોડક્ટ છે અને લોન્ચ કરાઈ ત્યારથી ઓટો ઈન્ડસ્ટ્રીમાં અત્યંત ગીચ સેગમેન્ટમાં નોંધપાત્ર બજાર હિસ્સો સફળતા પ્રાપ્ત કરી રહી છે. ટિયેગો સ્ટાઈલિશ, ફીચર- લોડેડ અને સુરક્ષિત કાર જોતા યુવાનો માટે અગ્રતાની પસંદગી બની ચૂકી છે, જેમાં 60 ટકાથી વધુ વેચાણ પ્રથમ વારના ખરીદદારો પાસેથી ઊપજ્યા છે. ટિયેગો એનઆરજી અને ટિયેગો સીએનજીની તાજેતરની મધ્યસ્થીએ સંભવિત ખરીદદારોમાં બહુ લોકપ્રિયતા હાંસલ કરી છે. અમને વિશ્વાસ છે કે ટાટા ટિયેગો અમારી નવી ફોરેવર રેન્જમાં આંતરિક ભાગ ભજવવાનું ચાલુ રાખશે અને ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીમાં અમારી બજારની કામગીરીને બહેતર બનાવશે.

ટિયેગો તેના સેગમેન્ટમાં 19 ટકા બજાર હિસ્સો ધરાવે છે. કાર બે ફ્યુઅલ વિકલ્પો- 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ અને તાજતેરમાં લોન્ચ કરાયેલી આઈસીએનજીમાં ઉપલબ્ધ છે. ટાટા ટિયેગો 4 સ્ટાર ગ્લોબલ એનસીએપી સેફ્ટી રેટિંગ સાથે આવે છે અને ડ્યુઅલ એર બેગ્સ, કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ (સીએસસી) સાથે એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) અને ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, રિયર પાર્કિંગ આસિસ્ટ  અને ઘણું બધું સાથે કક્ષામાં અવ્વલ સેફ્ટી ફીચર્સથી સમૃદ્ધ છે. ખાસ કરીને ડાયરેક્ટ સીએનજી સ્ટાર્ટ, સિંગલ ઈસીયુ અને ઘણા બધી વધુ ફીચર્સ જેવી તેના સેગમેન્ટમાં સૌપ્રથમ વિશિષ્ટતાઓ સાથે ઈનોવેટિવ અને આધુનિક આઈસીએનજી ટેકનોલોજીની ગ્રાહકો દ્વારા સરાહના કરવામાં આવી છે અને ટિયેગોને તેના સેગમેન્ટમાં અગ્રતાની કાર બનાવવામાં મદદરૂપ થઈ છે. ઉપરાંત ટિયેગો એનઆરજી તેના મસ્ક્યુલર અને રગ્ડ સ્વરૂપમાં ઓગસ્ટ 2021માં લોન્ચ કરવામાં આવી હતી અને મજબૂત અને એસયુવી લૂક્સ સાથેની કારને અગ્રતા આપતા સંભવિત ગ્રાહકોના મન જીતી લીધાં છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.