સોશિયલ મીડિયા ઉપર બનાવટી એકાઉન્ટ ધરાવનારાઓની હવે ખેર નથી, કાઢવામાં આવશે કુંડળી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સરકારે ગુરૂવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર બનાવટી ઓળખ ધરાવતા એકાઉન્ટ બનાવીને આપતિજનક ટિપ્પળી કરવાના મામલાને લઈને તે ગંભીર છે અને તેના ઉપર કાબુ મેળવવા માટે સંબંધિત કંપનીઓને સ્વૈચ્છીક રૂપથી આવા લોકોની ઓળખ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. ઈલેકટ્રોનિક એવં સૂચના પ્રૌદ્યોગીકી મંત્રી રવિશંકર પ્રસાદે ઉચ્ચ સદનમાં પ્રશ્નકાળ દરમયાન પૂરક સવાલોના જવાબોમાં આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, પાછલા દિવસોમાં જાહેર કરવામાં આવેલા નવા દિશાનિર્દેશો આ અંગે સૂચનાઓ આપી દેવામાં આવી છે અને તેને પૂર્ણ કરવા માટે કંપની ઉપર નિર્ભર છે.

તેણે કહ્યું હતું કે, કેટલાક લોકો પોતાની ઓળખ છુપાવીને દેશને જ્ઞાનની વાતો જણાવી રહ્યાં છે. તેણે કહ્યું હતું કે, તેમના જ્ઞાનનું સ્વાગત છે પરંતુ તે પહેલા તેને જણાવી દેવું જોઈએ કે તેની સાચી ઓળખ શું છે. પ્રસાદે કહ્યું કે, અમે સોશિયલ મીડિયા ઉપર આલોચનાનું સ્વાગત કરી રહ્યાં છીએ. પરંતુ ઉપયોગકર્તાઓને પોતાની વાસ્તવિક ઓળખ બતાવવાની રહેશે. પ્રસાદે કહ્યું કે, ભારતમાં સોશિયલ મીડિયાના આશરે 140 કરોડ ઉપયોગકર્તા છે અને તે ફેસબુક, ટ્વિટર સહિત અન્ય મંચો ઉપર સક્રિય છે. તેણે કહ્યું કે, ઈન્ટરનેટ ઉપર કેટલીક કંપનીઓનો એકાધિકાર હોવો જોઈએ નહીં અને સોશિયલ મીડિયાનો દુરપયોગ થવો જોઈએ. તેણે કહ્યું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ દેશની આલોચના માટે કરવો જોઈએ નહી.

નવા કૃષિ કાયદા સામે ખેડૂત આંદોલનના સંબંધમાં વિતેલા દિવસોમાં જળવાયુ કાર્યકર્તા દિશા રવિ સહિત અન્ય લોકોની સામે કાર્યવાહીના સવાલો ઉપર તેણે કહ્યું હતું કે, આ કાયદો વ્યવસ્થાનો મુદ્દો છે અને પોલીસે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે સોશિયલ મીડિયા મંચો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ઓનલાઈન સામગ્રીના સંબંધમાં નવા નિયમો અને કાયદા બનાવવામાં આવ્યાં છે. પ્રસાદે કહ્યું છે કે, નવી સૂચનામાં ફરિયાદી અધિકારીની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેણે કહ્યું કે, નવી સૂચનાઓમાં મહિલાઓનું સમ્માન અને ગરિમાનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. અને આપતિજનક વસ્તુઓને 24 કલાકમાં હટાવવાનું કહેવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.