રેડમી નોટ સિરીઝને રેડમી નોટ 11 પ્રો + 5જી  અને રેડમી નોટ 11 પ્રો ના લોન્ચ સાથે વધુ ઉત્તમ પ્રો મળ્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની નંબર એક સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમીની સબ- બ્રાન્ડ રેડમી ઈન્ડિયાએ રેડમી નોટ 11 પ્રો + 5જી  અને રેડમી નોટ 11 પ્રો ના લોન્ચ સાથે તેની બેસ્ટ -સિલિંગ રેડમી નોટ સિરીઝને Pro લેવલ પર લઈ ગઈ છે. બ્રાન્ડે આજે તેના બીજા સ્માર્ટવોચ રેડમી વોચ 2 લાઈટની પણ ઘોષણા કરી છે.

“5 જી કનેક્ટિવિટી ભવિષ્ય છે અને અમે તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ સુસજ્જ છીએ, પરંતુ આપણે યાદ રાખવાનું જરૂરી છે કે તે 4 જી ની જગ્યા લેશે નહીં પરંતુ તેની સાથે રહેશે. વાસ્તવમાં અહેવાલો સંકેત આપે છે કે 4 જી 5 જી રજૂ થયા પછી પણ આગામી વર્ષો માટે ઉપભોક્તાઓમાં લોકપ્રિય અને સુસંગત રહેશે,એમશાઓમી ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર મુરલીકૃષ્ણન બી દ્વારા રેડમી નોટ 11 પ્રો સિરીઝના 4 જી અને 5 જી વેરિયન્ટ સાથે આગળ વધવાના બ્રાન્ડના નિર્ણય પર ભાર આપતાં જણાવે છે,

રેડમીમાં અમે માનીએ છીએ કે ટેકનોલોજી એક્સક્લુઝિવને બદલે ડેમોક્રેટિક છે, જેથી અમે એવાં બે નોટ પ્રો ડિવાઈસીસ વિકસાવવાનું નક્કી કર્યું, જે કોઈ રીતે કામગીરીમાં બાંધછોડ નહીં કરે. રેડમી નોટ 11 પ્રો + 5G અત્યંત લોકપ્રિય સાત  5Gબ્રાન્ડ્સ માટે ટેકા સાથે અત્યાધુનિક અને ભવિષ્યલક્ષી ટેકનોલોજી સાથે સંપૂર્ણ રેડમી નોટ 11 પ્રો સ્પર્ધાત્મક કિંમતે વિશિષ્ટતાઓથી ભરચક ડિવાઈસ ચાહનારા માટે અમારી કટિબદ્ધતા દર્શાવે છે,એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.