રેડમી કે સિરીઝનું રેડમી કે50આઈ  5જી સાથે પુનરાગમન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની નં. 1 સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી ઈન્ડિયાએ આજે રેડમી K50i 5Gના લોન્ચ સાથે તેની બેસ્ટસેલિંગ રેડમી K સિરીઝ પાછી લાવી દીધી છે. પ્રાઈસને પરફોર્મન્સમાં રૂપાંતર કરતાં રેડમી K50i ફ્લેગશિપ મિડિયાટેક ડાયમેન્સિટી 8100, 144Hz FFS એડપ્ટિવસિન્ક ડિસ્પ્લે, 67W ટર્બો ચાર્જ અને ટ્રિપલ કેમેરા સેટ-અપ સાથે કિફાયતી કિંમતે તે ઉત્તમ કામગીરી પ્રદાન કરે છે. આ લોન્ચ સાથે રેડમી ભારતીય સ્માર્ટફોન બજારમાં મિડ પ્રીમિયમ સેગમેન્ટમાં બેજોડ કામગીરીની સંપૂર્ણ નવી દુનિયાનું વચન આપે છે. અત્યંત બેજોડ પરફોર્મન્સ પર સવારી કરતાં રેડમી કે સિરીઝનું રેડમી કે50 આઈ  5જી સાથે પુનરાગમન

“રેડમી K સિરીઝે રેડમી K20 અને રેડમી K20 Pro સાથે 2019માં ભારતમાં પરફોર્મન્સ માટે નવું સીમાચિહન સ્થાપિત કર્યું હતું અને અમને તે પાછા લાવવાની ખુશી છે,”એમ શાઓમી ઈન્ડિયાના ચીફ બિઝનેસ ઓફિસર રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું. “રેડમી K50i 5G આજ સુધીના સૌથી શક્તિશાળી રેડમી છે. તે ગ્રાહક ચાહતા હોય છે એ બેજોજ શક્તિશાળી પ્રોસેસરથી લઈને એક સર્વોચ્ચ રિફ્રેશ રેટ ડિસ્પ્લેથી લઈને અદભુત કેમેરાથી સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે ઉત્તમ બેટરી આયુષ્ય સુધી બધું જ ધરાવે છે. આ શૂન્ય બાંધછોડ સાથે બેજોડ પરફોર્મન્સ છે. રેડમી ડિવાઈસને બંધબેસે તે રીતે એ કિફાયતી પણ છે, જે ટેકનોલોજી અત્યાધુનિક હોવા સાથે પહોંચક્ષમ પણ બનાવવી જોઈએ એવી અમારી એકધારી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે!”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.