ભારતમાં નવી રેન્જ રોવર વેલાર રૂ. 79.87 લાખની કિંમતે રજૂ કરાઇ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇઃ જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે ભારતમાં નવી રેન્જ રોવર વેલારની ડિલીવરી શરૂ કરી દીધી હોવાની જાહેરાત કરી છે. નવી વેલાર ઇન્જેનિયમ 2.0 l પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેઇન્સ પર આર-ડાયનેમિક S ટ્રીમમાં ઉપલબ્ધ છે. 2.0 l પેટ્રોલ એન્જિન 184 kWનો પાવર અને 365 Nmનો ટોર્ક ડિલીવર કરે છે અને 2.0 l ડીઝલ એન્જિન 150 kWનો પાવર અને 430 Nmનો ટોર્ક ડિલીવર કરે છે. નવી રેન્જ રોવર વેલારની ભારતમાં એક્સ-શોરૂમની કિંમતરૂ. 79.87લાખ છે.

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતુ કે ,“રેન્જ રોવર વેલાર એ અત્યંત-નવી ડિઝાઇન, લક્ઝરી અને ટેકનોલોજીના બિનહરીફ મિશ્રણને કારણે ભારતમાં અત્યંત મહત્ત્વાકાંક્ષીય એસયુવીમાંની એક છે. તેના તાજેતરના અવતારમાં નવી ટેકનોલોજી અને સુગમ ફીચર્સની રજૂઆતને કારણે રેન્જ રોવર વેલાર અગાઉ કરતા પણ ઇચ્છનીય બની ગઇ છે.”

નવી રેન્જ રોવર વેલાર કર્ષક નવા ફીચર્સ જેમ કે 3D સરાઉન્ડ કેમેરા, ઇલેક્ટ્રોનીક એર સપ્સેન્શન, કેબિન એર આયોનાઇઝેશન સાથે PM2.5 ફીલ્ટર અને નવી પીવી પ્રો ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. તે અગાઉ કરતા પણ વધુ ચોખ્ખી, સુરક્ષિત અને સુંદર છે અને તે વિશ્વમાં અત્યંત ટેકનોલોજીની દ્રષ્ટિએ એડવાન્સ લક્ઝરી એસયુવીમાંની એક છે.

નવી રેન્જ રોવર વેલાર વિશે જાણવા માટે કૃપા કરીને મુલાકાત લોઃwww.landrover.in.

લેન્ડ રોવરનો ભારતમાં પ્રોડક્ટ પોર્ટફોલિયો
ભારતમાં લેન્ડ રોવરની રેન્જમાં20MYRange Rover Evoque (રૂ. 59.04 લાખથી શરૂ), Discovery Sport (રૂ. 65.30 લાખથી શરૂ), New Range Rover Velar (રૂ. 79.87 લાખથી શરૂ), Defender 110(રૂ. 83.38લાખથી શરૂ),Range Rover Sport (રૂ. 91.27 લાખથી શરૂ) અને Range Rover (રૂ. 210.82 લાખથી શરૂ). ઉપર દર્શાવેલ તમામ કિંમત ભારતમાં એક્સ શોરૂમની છે.
ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવર વ્હિકલ્સ ભારતમાં 24 શહેરોમાં 28 ઓથોરાઇઝ્ડ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે જેમાં અમદાવાદ, ઔરંગાબાદ, બેંગાલુરુ (3), ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઇ (2), કોઇમ્બતોર, દિલ્હી, ગુરગાંવ, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, કોલકાતા, કોચી, કર્નાલ, લખનૌ, લુધિયાણા, મેંગલોર, મુંબઇ (2), નોઇડા, પૂણે, રાયપુર, સુરત અને વિજયવાડાનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.