નવા મોટો G72સાથે ભારતમાં સૌપ્રથમ વખત 10-બિટ બિલિયન કલર 120Hz pOLED ડિસ્પ્લે અને 576Hz ટચ સેમ્પલિંગ રેટ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

⦁ 108MP અલ્ટ્રા પિક્સલ કેમેરા સાથે અવિશ્વસનિય રીતે વિસ્તૃત ફોટો આપે છે. લાઈટિંગની સ્થિતિ પડકારજનક હોય ત્યાં પણ ઉજળી ઈમેજીસ માટે એક મોટા અલ્ટ્રા પિક્સલની અંદર નવ પિક્સલ્સ જોડીને ૯ ઘણી પ્રકાશમય ઈમેજીસ ઝીલે છે.
⦁ 108MP અલ્ટ્રા પિક્સલ કેમેરા
⦁ માત્ર 7.99mm અને166gm કદ સાથે અકલ્પનિય સ્લિમ અને લાઈટ ડીઝાઈન સાથેના મોટો G72માં પ્રીમિયમ એક્રીલિક ગ્લાસ (પીએમએમએ) ફિનિશ છે જે તેને અત્યંત આકર્ષક દેખાવ પ્રદાન કરે છે.
⦁ Dolby Atmos® સાથે સ્ટીરીઓ સ્પીકર્સનો મલ્ટિડાઈમેન્શનલ સાઉન્ડ.
⦁ માત્ર રૂ|. ૧૮,૯૯૯માં લોન્ચ, ગ્રાહકો નિશ્ચિત સમયગાળા માટે ફ્લિપકાર્ટ પરની વિશિષ્ટ લોન્ચ ઓફર સાથે માત્ર રૂ|. ૧૪,૯૯૯*ની અસરકારક કિંમતે આ સ્માર્ટફોન ખરીદી શકે છે. ગ્રાહકો રીલાયન્સ જીઓના રૂ|. ૫,૦૪૯** લાભો પણ પ્રાપ્ત કરી શકે છે.

આજે મોટોરોલાએ ભારતમાં સૌપ્રથમ વખત મોટો g72 લોન્ચ કર્યો હતો. જે ભારતનો પ્રથમ 10-Bit 6.6″ 120Hz pOLED ડિસ્પ્લે ધરાવે છે અને 576Hz ટચ સેમ્પલિંગ રેટ છે. તેમાં કલરના ૧.૦૭ બિલિયન શેડ્સ, સ્ટાન્ડર્ટ ૮-બિટ ડિસ્પ્લે કરતા ૬૪ ઘણો વધુ સશક્ત ડિસ્પ્લે છે.  આ સ્માર્ટફોનનું પ્રીમિયમ ડિસ્પ્લે અલ્ટ્રા સ્લિમ છે અને pOLED ડિસ્પ્લે હોવાથી વર્ચ્યુઅલી બોર્ડરલેસ છે. મોટો g72 માં 108MP અલ્ટ્રા પિક્સલ કેમેરા સીસ્ટમ છે. આ વર્ગના સૌથી આધુનિક ફોન તરીકે તે તમને સૌથી વિગતવાર ફોટો આપવા સક્ષમ છે.

મોટોરોલા તેની બિનસમાધાનકારી નીતિ માટે ઓળખાય છે. મોટોરોલા તેના તમામ 5G સ્માર્ટફોન્સમાં 13 5G બેન્ડ્સ સુધીનો સપોર્ટ પ્રદાન કરે છે. ભારત 5G રીવોલ્યુશનની ટોચ પર છે ત્યારે ઘણાં ગ્રાહકોને 4G નેટવર્કની જરૂરીયાત છે અને આવનારા વર્ષોમાં આ આ મોબાઈલ 5G સાથે સાથે 4Gની પણ સુવિધા પ્રદાન કરશે. મોટોરોલા તેના ગ્રાહકોની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રાઈઝ રેન્જમાં 5G સાથે સાથે 4Gની પણ સુવિધા આપવાનું ચાલુ રાખશે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.