ફોનનાં જોરદાર પ્રોસેસરથી ઇન્ટરનેટ સ્પીડ બૂસ્ટ થશે, કેમેરા ઘણા એડવાન્સ ફીચરથી સજ્જ, જૂનાં મોડલ કરતાં હળવો અને પાતળો ફોન છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં શાઓમી Mi 11 લાઈટ સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. આ Mi 11 સિરીઝની નવી ફ્લેગશિપ હશે. શાઓમી Mi 11 લાઈટ અન્ય ફોનની સરખામણીમાં સ્લિમ અને હળવું વર્ઝન છે. આ ફોનના ત્રણ કલર ઓપ્શન અવેલેબલ છે. તેમાં ટસકેની કોરલ, જજ બ્લૂ, વિનાયલ બ્લેક સામેલ છે.

શાઓમી Mi 11 લાઈટનાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 20,499 રૂપિયા છે. 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 22,499 રૂપિયા છે. HDFC બેંકથી પેમેન્ટ કરવા પત 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. ફોન શાઓમીનાં ઓફિશિયલ સ્ટોર ઉપરાંત ફ્લિપકાર્ટ એમેઝોન પરથી પણ ખરીદી શકાય છે. ફોનનાં પ્રી-ઓર્ડર 25 જૂનથી શરુ થઈ રહ્યા છે. 28 જૂનથી ઓપન સેલ શરુ થઈ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.