આ કંપનીના સ્માર્ટફોન નંબર 1, મજબૂત બનાવટ અને અપડેટમાં ટોચની કંપનીઓને પછાડી.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અનુસાર નોકિયા ના મોબાઈલ ફોન સોફ્ટવેર-સિક્યોરિટી અપડેટ, બિલ્ડ ક્વોલિટી અને ડ્યુરેબિલિટીમાં નંબર 1 છે. આ વર્ષે આવેલાં નોકિયાના તમામ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 પર કામ કરે છે. આ લિસ્ટમાં નોકિયા બાદ One Plus, Samsung, Realme, Xiaomi,Huawei, Oppo, Lenovom LG અને Vivoનું નામ છે.

કાઉન્ટરપોઈન્ટના એક એનાલિસ્ટે જણાવ્યું કે, HMD ગ્લોબલની મોબાઈલ ફોન પ્રોડક્ટ લાઈનને બીજા બ્રાન્ડ્સથી વધારે રેન્કિંગ એટલા માટે મળ્યું છે, કેમ કે તેઓના ડિવાઈઝમાં દર મહિને સિક્યોરિટી પેચ મળે છ. આ મામલામાં નોકિયા બાદ વન પ્લસનું નામ આવે છે. વન પ્લસના લગભગ 90 ટકા ડિવાઈજને દર મહિને સિક્યોરિટી પેચ મળે છે.

સિક્યોરિટી પેચ આપવાના મામલામાં સેમસંગ અને હુવાવેનો સ્કોર ક્રમશઃ 22 અને 29 ટકા રહ્યો છે. તેનો મતલબ થયો કે, આ બંને કંપનીઓના ફોનને દર 3 મહિનામાં એક વખત સિક્યોરિટી પેચ મળે છે. અને રિયલમી તેમજ શાઓમીનું પર્ફોર્મન્સ સેમસંગ અને હુવાવે કરતાં વધારે સારું રહ્યું છે. આ બંને કંપનીઓના 2/3 ફોનને મંથલી સિક્યોરિટી અપડેટ મળે છે.

કાઉન્ટરપોઈન્ટના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે HMD ગ્લોબલની ટેસ્ટિંગની પ્રક્રિયા ઈન્ડસ્ટ્રીમાં સૌથી કઠોર માનવામાં આવે છે. બિલ્ડ ક્વોલિટી ક્રાઈટેરિયાને અનેક આધાર પર ચેક કરવામાં આવે છે, જેમાં રોબસ્ટનેસ, ફોર્સ મેજરમેન્ટ, ડ્રોપ ઈમ્પેક્ટ, થર્મલ ટેસ્ટની સાથે અન્ય અનેક પેરામીટર પણ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.