ગુગલને લાગશે સૌથી મોટો ઝટકો, Apple બનાવી રહ્યું છે પોતાનું સર્ચ એન્જિન.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હમણાથી Google અને Apple વચ્ચે આરપારની જંગ જામી છે. થોડા દિવસો પહેલાં જ ખબર આવી હતી કે, ગુગલે Appleના એપ સ્ટોર પરથી ગુગલ પેને હટાવી લીધું હતું. અને હવે ખબર સામે આવી છે કે, એપ્પલ હવે પોતાનું સર્ચ એન્જિન બનાવી રહ્યું છે. ગુગલ પર લાગી રહેલાં આરોપોને જોતાં એપ્પલ દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

દિગ્ગજ ટેક કંપની ગુગલ સામે સર્ચ એન્જિનનો ખોટો ઉપયોગ કરવા બદલ તપાસ ચાલી રહી છે. તેવામાં જો ગુગલને પોતાની પાર્ટનરશિપ ખતમ કરવી પડે છે, તો એપ્પલ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. રિપોર્ટનું માનીએ તો, એપ્પલે સર્ચ એન્જિન ડેવલપમેન્ટથી જોડેલાં લોકોની ભરતી કરી લીધી છે. તેમાંથી તો અમુક ગુગલના પૂર્વ કર્મચારીઓ પણ છે. શાથે જ એપ્પલ નવી ભરતીઓ પણ કરી રહ્યો છે. હાલમાં જ એપ્પલે આઈફોન યુઝર્સ માટે સર્ચ કરવાની રીતમાં પણ અમુક બદલાવ કર્યા હતા. હવે વેબ સર્ચિંગ દરમિયાન શરૂઆતી રિઝલ્ટ ગુગલ તરફથી નહીં, પણ એપ્પલ તરફથી આવે છે. જો કે, આ હાલ ફક્ત iOS 14માં થઈ રહ્યું છે.

અત્યાર સુધી એ સાફ થયું નથી કે એપ્પલ પોતાનું સર્ચ એન્જિન ક્યારે લોન્ચ કરશે. જો કે, તે જ્યારે પણ લોન્ચ થશે તેનો સીધો મુકાબલો ગુગલની સાથે રહેવાનો છે. જણાવી દઈએ કે, દુનિયાભરમાં લગભગ 90 ટકા લોકો ઓનલાઈન સર્ચ માટે ગુગલનો ઉપયોગ કરે છે. અન્ય બીજી કંપનીઓએ ગુગલને ટક્કર આપવાના પ્રયાસ કર્યા, પણ તેઓને સફળતા મળી ન હતી. તો શું એપ્પલના સર્ચ એન્જિનને સફળતા મળશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.