ટેક્નોએ ભારતમાં 8 મિલિયન ગ્રાહકોનું સીમાચિહ્ન હાંસલ કર્યું, ગ્રેટ ટેક્નો ફેસ્ટિવલના વિજેતાઓ જાહેર કર્યાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

500થી વધુ લકી ગ્રાહકોએ આકર્ષક પ્રાઇઝ જીત્યાં, જેમાં બમ્પર પ્રાઇઝ મારૂતિ એસ-પ્રેસો, હીરો પેશન પ્રો મોટરસાઇકલ્સ, કેમોન 15 પ્રો ગ્રેટ ટેક્નો ફેસ્ટિવલનો હિસ્સો હતાં

25 જાન્યુઆરી, 2021 – વર્ષ 2021માં પોતાની સાફલ્યગાથાને આગળ ધપાવતાં વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ ભારતમાં પોતાની કામગીરીના ચારથીપણ ઓછા વર્ષમાં 8 મિલિયન સંતુષ્ટ ગ્રાહકોના સીમાચિહ્નને સ્પર્શ્યાંની આજે જાહેરાત કરી છે. ટેક્નોને 6 મિલિયનથી 8 મિલિયન સુધી પહોંચવામાં માત્ર ચાર મહિના (ઓક્ટોબર-જાન્યુઆરી)નો સમય લાગ્યો છે, જે બ્રાન્ડ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ અને સ્વિકાર્યતાનો પુરાવો છે.

આ સીમાચિહ્ન ટેક્નો બ્રાન્ડના સમયથી આગળ રહેવાના અને ઇન્ડિયા ફર્સ્ટ અભિગમને પ્રદર્શિત કરે છે, જેના કારણે ભારતમાં બજેટ અને મીડ-હાઇ સ્માર્ટફોનને સતત બળ મળ્યું છે તથા તેણે આકર્ષક કિંમતે ગ્રાહકોને પ્રીમિયમ ફીચર્સ ઓફર કર્યાં છે. ટેક્નોએ ડોટ નોચ ડિસ્પ્લે, મોટી સ્ક્રિન, ભવિષ્યલક્ષી પ્રીમિયમ ડિઝાઇન, એઆઇ-સપોર્ટેડ ક્વાડ કેમેરા, ડ્યુઅલ-સેલ્ફી કેમેરા, મજબૂત બેટરી વગેરે ફીચર્સ વાજબી કિંમતે રજૂ કરીને બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં છે તથા તેનાથી રૂ. 10 હજારથી ઓછી કિંમતના સેગમેન્ટમાં ગ્રાહકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન થયું છે.

ઉજવણીના ભાગરૂપે ટેક્નોએ ગત વર્ષે નવેમ્બરમાં યોજાયેલા એક મહિના લાંબા ગ્રેટ ટેક્નો ફેસ્ટિવલના વિજેતાઓની આજે જાહેરાત કરી હતી. આ કોન્ટેસ્ટમાં નવેમ્બર 2020માં કોઇપણ ટેક્નો સ્માર્ટફોનની ખરીદી ઉપર લકી ડ્રો દ્વારા લકી ગ્રાહકોને મારૂતિ એસ-પ્રેસો કાર, હીરો પેશન પ્રો મોટરસાઇકલ્સ, ટેક્નોના કેમેરા-સેન્ટ્રિક કેમોન 15 પ્રો અને સ્ટાઇલિશ હાઇપોડ્સ એચ2 ઇયરબડ્સ જીતવાની તક અપાઇ હતી.

વડોદરાના લીલાબેન રોહિતે બમ્પર પ્રાઇઝ તરીકે મારૂતિ એસ-પ્રેસો કાર તેમજ વડોદરા, સોનિતપુર, પટિયાલા, ફિરોઝાબાદ અને ભીલવાડાના પાંચ અન્ય ગ્રાહકોએ હીરો પેશન પ્રો મોટરસાઇકલ્સ જીતી છે. 500થી વધુ ગ્રાહકોએ આકર્ષક પ્રાઇઝ જીત્યાં છે, જેમાં 10 કેમોન 15 સ્માર્ટફોન અને સ્ટાઇલિશ ટેક્નો હાઇપોડ્સ એચ2 અયરબડ્સ સામેલ છે. વિજેતાઓ અંગે વધુ જાણકારી માટે લિંક જૂઓઃ https://in-spot.tecno.com/in/forum.php?mod=viewthread&tid=122330&page=1&extra=#pid555950

આ જાહેરાત અંગે પ્રતિક્રિયાં આપતાં ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલાપાત્રએ જણાવ્યું હતું કે, “છેલ્લાં ચાર વર્ષમાં ટેક્નોએ મજબૂત વૃદ્ધિ સાધી છે અને ભારતમાં રૂ. 10 હજારથી નીચેના સેગમેન્ટમાં ટોચની 6 ઓફલાઇન સ્માર્ટફોન કંપનીઓમાં સફળતાપૂર્વક સ્થાન હાંસલ કર્યું છે. ટેક્નોની સફળતાનો વ્યૂહ મુખ્યત્વે પાંચ પિલ્લર્સ – મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો, ઇનોવેશન દ્વારા સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સની રજૂઆત, 1000થી વધુ પાર્ટનર્સનું વિશાળ વિતરણ નેટવર્ક, ચેનલ રિલેશનશીપ એન્ડ એંગેજમેન્ટ તથા 960થી વધુ સર્વિસ સેન્ટર્સ દ્વારા ગ્રાહક કેન્દ્રિત અભિગમ આધારિત છે. ગ્રેટ ટેક્નો ફેસ્ટિવલ અમારા ગ્રાહકો પ્રત્યે આદાર વ્યક્ત કરવાનો અમારો પ્રયાસ છે, જેઓ ભારતમાં અમારી કામગીરીની શરૂઆતથી અમારી સ્ટ્રેન્થ રહ્યાં છે. સ્પષ્ટ છે કે 8 મિલિયન ગ્રાહકોએ બ્રાન્ડમાં વિશ્વાસ મૂક્યો છેઅને અમને આકર્ષક કિંમતે અદ્યતન સ્માર્ટફોન પ્રદાન કરવા માટે અમને પ્રોત્સાહિત કર્યાં છે, જેથી દરેક ભારતીય તેમના સ્માર્ટફોનમાંથી ઉત્તમ અનુભવ પ્રાપ્ત કરી શકે. અમે વિજેતાઓને અભિનંદન પાઠવીએ છીએ તથા આ કોન્ટેસ્ટમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ અને ચાહકોના આભારી છીએ. અમે અમારા ગ્રાહકોના જીવનમાં ખુશી ઉમેરતાં રહીશું અને આ વર્ષે તેમના માટે વધુ રોમાંચ લાવવા રાહ જોઇશું નહીં.”

ટેક્નો ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં હવે ત્રણ પ્રોડક્ટ્સ સામેલ છેઃ બેસ્ટ સેલર્સ સ્પાર્ક સીરિઝ કે જે રૂ. 6-10 હજારના સેગમેન્ટના સ્માર્ટફોનના ઉત્તમ અનુભવ સાથે યુવા ભારતની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન અને વિકસાવાયો છે. લોકપ્રિય કેમેરા-સેન્ટ્રિક સીરિઝ કેમોન, જે મીડ-ટુ-પ્રીમિયમ સેગમેન્ટમાં બેજોડ કેમેરા ફીચર્સ ધરાવે છે તેમજ મલ્ટી-ટાસ્કર્સ, ગેમિંગનો ઉત્સાહ ધરાવતા યુઝર્સની જરૂરિયાતો માટે પાવરફૂલ સ્માર્ટફોન પોવા છે, જે રૂ. 8-12 સેગમેન્ટમાં ઉપલબ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.