ટેક્નો પોવા – હેલિયો જી80 પ્રોસેસર અને 6000 એમએએચની બેટરી સાથે એક શક્તિશાળી સ્માર્ટફોન રૂ. 9,999માં ઉપલબ્ધ બનશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

▪ પોવા સ્માર્ટફોન દમદાર પ્રોસેસર, હાઇપર એન્જિન ગેમિંગ ટેક્નોલોજી અને મોટી બેટરી સાથે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગનો બેજોડ અનુભવ આપે છે
▪ પોવા સ્માર્ટફોન બે વેરિઅન્ટ્સ – 6જીબી + 64જીબી તથા 6જીબી + 128 જીબીમાં ફ્લિપકાર્ટ (https://rb.gy/4sikdh) ઉપર ઉપલબ્ધ છે. તેની કિંમત રૂ. 9,999થી શરૂ થાય છે

નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2020 – વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ આજે પોવા લોંચ કર્યો છે. આ સ્માર્ટફોનની નવી પ્રોડક્ટ શ્રેણી છે, જેનો ઉદ્દેશ્ય પોતાના ગ્રાહકોને સ્પર્ધાત્મક કિંમતે સ્પીડ, પર્ફોર્મન્સ અને ઉત્કૃષ્ટતા પ્રદાન કરવાનો છે. ટેક્નો પોવા બે વેરિઅન્ટ્સ – 4જીબી + 64જીબી તથા 6જી + 128જીબીમાં ઉપલબ્ધ છે. તેમાં ઉચ્ચ પ્રદર્શન ધરાવતા મીડિયાટેક હેલિયો જી80 ઓક્ટા-કોર પ્રોસેસર, એક ઇન-બિલ્ટ હાઇપર એન્જિન ગેમિંગ ટેક્નોલોજી અને 18વો ડ્યુઅલ આઇસી ફ્લેશ ચાર્જ સાથે 6000 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ તમામ ગ્રાહકોને કોઇપણ અવરોધ વિના ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગનો બેજોડ અનુભવ પ્રદાન કરે છે.

બ્રાન્ડ ટેક્નો પોતાના હંમેશા આગળ રહેવાના અભિગમ માટે પ્રખ્યાત છે અને આ પ્રોડક્ટનો સિદ્ધાંત રૂ. 6થી15 હજારની કિંમતના સેગમેન્ટમાં સ્માર્ટફોનમાં સેગમેન્ટની પ્રથમ વિશેષતાઓ રજૂ કરવામાં વિશ્વાસ ધરાવે છે. પોવાના લોંચ સાથે ટેક્નો ઇન્ડિયાના પોર્ટફોલિયોમાં હવે ત્રણ વિશિષ્ટ પ્રોડક્ટ્સ સામેલ છે. જે બેસ્ટસેલર સ્પાર્ક સીરિઝ, જેને યુવા ભારતની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીન ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યો છે. તે રૂ. 6થી10 હજારના સેગમેન્ટમાં ઉત્તમ અનુભવ આપે છે. લોકપ્રિય કેમેરા કેન્દ્રિત કેમોન સીરિઝમાં કેમેરાની ઉત્તમ ખાસિયતો છે અને તે મીડથી પ્રીમિયમ સેગમેન્ટ ઉપર કેન્દ્રિત છે. હવે પોઆ વધુ દમદાર સ્માર્ટફોનનો અનુભવ આપે છે અને મલ્ટી-ટાસ્કર્સ, ગેમિંગના પ્રેમીઓ વગેરેની જરૂરિયાતને પૂર્ણ કરે છે. તે રૂ. 8થી12 હજારની શ્રેણીમાં ઉપલબ્ધ છે.

આ લોંચ ઉપર પ્રતિક્રિયા આપતાં ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજિત તાલાપાત્રાએ જણાવ્યું હતું કે, “ભારતમાં બ્રાન્ડના પ્રવેશ બાદ ટેક્નોનો મંત્ર સ્માર્ટફોનના રૂ. 15 હજારથી નીચી કિંમતની શ્રેણીમાં હલચલ મચાવવાનો રહ્યો છે. અમે એવી વિશેષતાઓ રજૂ કરી છે, જે આ કિંમતોમાં ઉપલબ્ધ નથી. અમે અલગ-અલગ વર્ગના ગ્રાહકો માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી નવી પ્રોડક્ટ શ્રેણી પોવાની રજૂઆત અમારા વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધુ એક ઉમેરો છે. અમે અમારું ધ્યાન ભારતીય ગ્રાહકોને ઉત્તમ પાવરહાઉસ સીરિઝ પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત કર્યું છે, જે તેમને સ્પીડ, પર્ફોર્મન્સ અને ઉત્કૃષ્ટતા આપશે. અમારા ગ્રાહક સ્માર્ટફોનમાંથી જે પણ ઇચ્છે છે, તે તેમને પોવામાંથી મળશે. યુવા મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ માટે તૈયાર કરાયેલા ટેક્નો પોવા હાલમાં સૌથી સ્પર્ધાત્મક સ્માર્ટફોન છે, જે માત્ર રૂ. 9,999માં 6000 એમએએચની બેટરીની સાથે હેલિયો જી80 પ્રોસેસર, ડ્યુઅલ આઇસી ફાસ્ટ ચાર્જર અને ડોટ-ઇન ડિસ્પ્લે ઓફર કરે છે.”

ફ્લિકપાર્ટમાં સીનિયર ડાયરેક્ટર – મોબાઇલ્સ, આદિત્ય સોનીએ લોંચ અંગે જણાવ્યું હતું કે, “આજના યુગમાં સ્માર્ટફોન પ્રત્યે ગ્રાહકોની અપેક્ષાઓ ઝડપથી બદલાઇ રહી છે અને તેમાં વર્કથી લઇને લર્નિંગ અને મનોરંજન સુધીની ઘણી ઉપયોગિતા સામેલ છે. લોકો એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે પોતાના સ્માર્ટફોન ઉપર વધુ સમય વિતાવે છે, ગેમિંગ કમ્યુનિટીમાં પણ વૃદ્ધિ થઇ રહી છે અને તેથી જ સારું પર્ફોર્મન્સ ધરાવતા વાજબી ગેમિંગ સ્માર્ટફોનની માગ વધી રહી છે. અમારા માટે ગ્રાહક સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને ફ્લિપકાર્ટ ઉપર ટેક્નો પોવાના લોંચ સાથે અમારો પોર્ટફોલિયો વધુ મજબૂત થશે, જે સતત ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.”

ટેક્નો પોવા બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. 4જીબી + 64જીબી વેરિઅન્ટની કિંમત રૂ. 9,999 તેમજ 6જીબી + 128જીબી વેરિઅન્ટની કિંમત રૂ. 11,999 છે. આ ડેઝલ બ્લેક, મેજિક બ્લુ અને સ્પીડ પર્પલના આકર્ષક રંગોમાં મળશે. તેના વેચાણની શરૂઆત 11 ડિસેમ્બરે બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ ઉપર થશે.

ટેક્નો પોવાની મુખ્ય વિશેષતાઓઃ

• હેલિયો જી80 ગેમિંગ પ્રોસેસરની સાથે ઉત્તમ પર્ફોર્મન્સ
ટેક્નો પોવા માલી-જી 52 જીપીયુની સાથે હેલિયો જી80 ઓક્ટાકોર 2.0 ગીગાહટ્સ પ્રોસેસરથી સજ્જ છે. તે ઉત્તમ ગ્રાફિક ક્રંચિંગ પ્રદાન કરે છે અને હેવી ગેમિંગ માટે એકદમ આદર્શ છે. તેની ઇન-બિલ્ટ હાઇપર એન્જિન ગેમ ટેક્નોલોજી બેજોડ ઇમેજ ક્વોલિટી અને જબરદસ્ત ગેમ-પ્લે પ્રદાન કરે છે. આ સમર્પિત ગેમર્સ માટે કોઇપણ પ્રકારના અવરોધ વિના કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે તેમજ તીવ્ર પ્રતિક્રિયાના દર સાથે દરરોજની કામગીરીને સરળ બનાવે છે.

• 18વોટના ડ્યુઅલ ફ્લેશ ચાર્જ સાથે 6000 એમએએચની શક્તિશાળી બેટરી
ટેક્નો પોવા લાંબા સમય સુધી ચાલતી 6000 એમએએચ બેટરી સાથે આવે છે. આ બેટરી 30 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આ ડિવાઇસ 18વોટના ડ્યુઅલ આઇસી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પ્રદાન કરે છે, જે સ્માર્ટફોનને સિંગલ આઇસી ફાસ્ટ ચાર્જની તુલનામાં 20 ટકા વધુ ઝડપથી ચાર્જ કરે છે. ઇન-બોક્સ ફાસ્ટ ચાર્જર માત્ર 10 મીનીટના ચાર્જિંગ ઉપર 20 ટકા સુધી મ્યુઝિક પ્લેબેક અથવા 4 કલાકનો કોલિંગ ટાઇમ આપે છે. સૌથી મહત્વપૂર્ણ તેમાં એક 3ડી મલ્ટીલેયર ગ્રેફાઇટ અને થર્મલ કંડક્ટિવ જેલ હીટ ડિસિપેશન સોલ્યુશન પણ છે, જે ઓછા ચાર્જિંગ તાપમાન સાથે ગેમને જબરદસ્ત અનુભવ આપે છે.

• 6.8 ઇંચના ડિસ્પ્લેની સાથે ઉત્તમ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ
ટેક્નો પોવામાં વિડિયો જોવાનો સુખદ અનુભવ છે. તેમાં 6.8 ઇંચની ડોટ-ઇન-સ્ક્રિન અને 20:5:9નો આસ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે. 1640×720 એચડી+ રિઝોલ્યુશન, 480 નિટ્સની બ્રાઇટનેસ અને 90.4 ટકાનો સ્ક્રિન ટુ બોડી રેશિયો સાથે આ ફોન વધુ સ્ક્રિન સ્પેસ આપે છે. તે યુઝર્સને વધુ સ્પેસમાં જોવા સક્ષમ બનાવે છે. તેનાથી લેન્ડસ્કેપ મોડમાં ફિલ્મો અને ટીવી શો જોવા, ગેમ્સ રમવી વધુ સરળ બની જાય છે.

• મલ્ટી-ફોકસ્ટ ક્વાડ 16 એમપી એઆઇ રિયર કેમેરા
ટેક્નો પોવા એઆઇ ક્વાડ રિયર કેમેરા (16એમપી+2એમપી+2એમપી+એઆઇ લેન્સ)થી સજ્જ છે, જેને સુપર ક્વાડ ફ્લેશનો સાથ છે. આ પ્રોફેશ્નલ સ્તરની ફોટોગ્રાફીનો વિકલ્પ પ્રદાન કરે છે અને તેમાં ગ્રાહક કેન્દ્રિત વિવિધ એઆઇ ફોટોગ્રાફી મોડ્સ જેમકે બોકેહ, મેક્રો, સ્લો મોશન, શોર્ટ વિજિયો, 2કે વિડિયો રેકોર્ડિંગ, એઆઇ બોડી શેપિંગ, ગુગુલ લેન્સ, ડોક્યુમેન્ટ સ્કેનર વગેરે વિકલ્પો મળે છે.

મીડિયાટેક હેલિયો જી80 પ્રોસેસર ઇન-ચીપ એક્સીલરેટર્સ અને શક્તિશાળી એઆઇ પ્રોસેસિંગ ક્ષમતાઓ પ્રદાન કરે છે. આ ક્ષમતાઓ હાર્ડવેર ડેપ્થ સેન્સિંગ, કેમેરા કંટ્રોલ યુનિટ, ઇમેજ સ્ટેબિલાઇઝેશન અને રોલિંગ શટર કોમ્પન્સેશન ટેકનીકને સપોર્ટ કરે છે. આથી ઓછા પ્રકાશમાં પણ અદ્ભુત અને સારી ફોટોગ્રાફી શક્ય બને છે. આ 120 એફપીએસ ઉપર સ્લો મોશન વિડિયો અને 720પી એચડી ક્વોલિટી ઉપર નિરંતર રેકોર્ડિંગ સપોર્ટ કરે છે.

• મલ્ટીટાસ્ક કાર્યક્ષમ રેમની સાથે પર્યાપ્ત સ્ટોરેજ
ટેક્નો પોવા બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે – 4જીબી રેમ અને 64જીબી રોમ તેમજ 120જીબી રોમ સાથે 6જીબી રેમ. આ તમારી પસંદગીની ફાઇલ, વિડિયો અને ઘણી ગેમ્સને સ્ટોર કરવા માટે પર્યાપ્ત સ્પેસ પ્રદાન કરે છે. LPDDR4X હાઇ સ્પીડ મેમરી તમને સરળતાથી મલ્ટી-ટાસ્કિંગ કરવા તથા એપ્સ વચ્ચે ઝડપથી સ્વિચ કરવા સક્ષમ બનાવે છે. આ ઉપકરણનું પ્રદર્શન ખરા અર્થમાં વિશ્વાસપાત્ર છે. 12એનએમ ટેક્નોલોજી સ્માર્ટફોનને ઝડપી અને પાવર કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે.

• નવો HiOS 7.0
ટેક્નો પોવામાં નવો HiOS 7.0 આપવામાં આવ્યો છે, જે વધુ કાર્યક્ષમ અને આનંદદાયક અનુભવ આપે છે. તેમાં ગેમ સ્પેસ, ગેમ મોડ અને ગેમ આસિસ્ટન્ટ 2.0 જેવી ઘણી વિશેષતાઓ છે. આ ઉપરાંત તે ડુ નોટ ડિસ્ટર્બ ફંક્શન, પર્ફોર્મન્સ વધારતા મોડ અને કિક-એક્કેસ ટુલબાર ધરાવે છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.