ટાટા નેક્સોન ઈવીએ 2000 યુનિટ્સના વેચાણની સિદ્ધિ પાર કરી ~ 3 મહિનાના વિક્રમી સમયમાં 1000 યુનિટ્સનું વેચાણ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી અગ્રતા અપાતી ઈલેક્ટ્રિક કાર ધ ટાટા નેક્સોન ઈવીએ 2000 યુનિટ્સના વેચાણની સિદ્ધિ પાર કરી છે. લોન્ચ કર્યાના લગભગ 10 મહિનામાં નેક્સોન ઈવીનું વેચાણ નવેમ્બર 2020ના રોજ 2200 યુનિટ્સ સુધી પહોંચ્યું છે, જે પર્સનલ કાર સેગમેન્ટમાં ઈવી માટે વધતી માગણીનો સંકેત છે. આ વર્ષે ઓગસ્ટમાં 1000મી નેક્સોન ઈવી રજૂ કર્યા પછી 3 મહિના (સપ્ટે- નવે 2020)ના વિક્રમી સમયમાં વધુ 1000 યુનિટ્સના વેચાણનો આંકડો પાર કર્યો છે. આકર્ષક મૂલ્ય પરિમાણ સાથે નેક્સોન ઈવી ભારતમાં સૌથી ઉત્તમ વેચાતી ઈલેક્ટ્રિક કાર તરીકે ઊભરી આવી છે. ટાટા મોટર્સ 74 ટકા બજાર હિસ્સા સાથે ઈવી સેગમેન્ટમાં આગેવાન છે. આ સિદ્ધિ ભારતની પોતાની ઈલેક્ટ્રિક એસયુવી ટાટા નેક્સોન ઈવી માટે ગ્રાહકો પાસેથી મજબૂત પ્રતિસાદનો દાખલો છે.
ગ્રાહકો પાસેથી મજબૂત પ્રતિસાદની સરાહના કરતાં ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે અમારે માટે અને ભારતમાં ઈવી અપનાવવા માટે ગતિ આપવાના અમારા પ્રવાસમાં અમારી સાથે કામ કરનારા માટે આ બહુ જ ગૌરવજનક અવસર છે. ટાટા નેક્સોન ઈવી લોન્ચ કરાઈ ત્યારથી જ આખા રાષ્ટ્રમાં ધ્યાન ખેંચ્યું છે અને ઈલેક્ટ્રિક વેહિકલ સેગમેન્ટ માટે સતત આગેવાની કરી છે. રોમાંચક પરફોર્મન્સ, શૂન્ય ઉત્સર્જન સાથે કનેક્ટેડ ડ્રાઈવ અનુભવ અને આકર્ષક કિંમતે નેક્સોન ઈવીએ તેના ગ્રાહકોમાં વ્યાપક સ્વીકાર મેળવ્યો છે. ઈવી પ્રત્યે વધતી જાગૃતિ, વધતું ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોત્સાહનજનક સરકારી પ્રોત્સાહનો, ઈવી આસપાસની ખોટી માન્યતાઓ દૂર કરાતાં અને સૌથી મહત્ત્વપૂર્ણ તે પ્રદાન કરે છે બેજોડ લાભો, એટલે કે, ઓછો સંચાલન ખર્ચને લીધે માગણીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરાંત નોંધણી અને રોડ ટેક્સ પર લાભો જેવાં પ્રોત્સાહનોની દષ્ટિએ સરકાર પાસેથી એકધાર્યા ટેકાને લીધે અમને આશા છે કે ઈવી ભારતમાં ગ્રાહકો માટે સૌથી ઈચ્છનીય અને મુખ્ય પ્રવાહની પસંદગી બની રહેશે.
ઉપરાંત ભારતમાં ઈવી અપનાવવાનું વધારવા માટે ટાટા મોટર્સે સુચારુ ઈવી વાતાવરણ નિર્માણ કરવા માટે અન્ય ટાટા ગ્રુપની કંપનીઓની શક્તિ અને અનુભવનો નિકટતાથી લાભ લેતા પરિપૂર્ણ ઈ-મોબિલિટી ઈકોસિસ્ટમ ટાટા યુનિઈવર્સ પણ રજૂ કરી છે. ટાટા યુનિઈવર્સ દ્વારા પાવર્ડ ગ્રાહકો ચાર્જિંગ નિવારણો, ઈનોવેટિવ રિટેઈલ અનુભવો અને સરળ ફાઈનાન્સિંગ વિકલ્પો સહિત ઈ-મોબિલિટીની ઓફરોની શ્રેણીને પણ ધરાવે છે.
ભારતમાં મોબિલિટીનું ભવિષ્ય ઈલેક્ટ્રિક છે અને ટાટા મોટર્સની પ્રોડક્ટો ભવિષ્યના ગ્રાહકોને પહોંચી વળવા માટે ઉત્તમ સ્થાનબદ્ધ છે. ઓફરો અને કાર ખરીદીના વિકલ્પો વિશે વધુ જાણકારી માટે તમારી નજીકની ડીલરશિપને કોલ કરો અથવા વિઝિટ કરો https://cars.tatamotors.com/.

મિડિયા સંપર્ક માહિતી
ટાટા મોટર્સ કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ: +91 22-66657613 / indiacorpcomm@tatamotors.com

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.