ટાટા મોટર્સે સુરક્ષિત, સ્માર્ટ અને સક્ષમ આવતીકાલ માટે પ્રવાસ 3.0 ખાતે ભાવિ પેઢીના સમૂહ મોબિલિટી સમાધાન પ્રદર્શિત કરશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

લાસ્ટ- માઈલ અને લોંગ- હોલ પેસેન્જર મોબિલિટી માટે સાત નાવીન્યપૂર્ણ, ટોચની રેખાનાં વાહન રજૂ કરશે
ટાટા મોટર્સનો પ્રવાસ 3.0 ખાતે ટોચની રેખાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો
મેગ્ના 13.5 મી સ્લીપર કોચ
અલ્ટ્રા 9/9 ઈલેક્ટ્રિક બસ
913 લોંગ રેન્જ સીએનજી બસ
એલપીઓ 10.2 સીએનજી એસી સ્કૂલ બસ
કેરેવન
વિંજર 9એસ
મેજિક એક્સપ્રેસ

ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદકમાંથી એક અને દેશની અગ્રણી પેસેન્જર કમર્શિયલ મોબિલિટી કંપની ટાટા મોટર્સ પ્રવાસ 3.0 ખાતે અત્યાધુનિક સમૂહ મોબિલિટી સમાધાન રજૂ કરશે. 5-6 ઓગસ્ટ, 2022ના રોજ હૈદરાબાદમાં નિર્ધારિત ભારતના ફ્લેગશિપ બસ અને કાર ટ્રાવેલ શોની ત્રીજી આવૃત્તિ ખાતે ઘણા બધા ઈંધણ વિકલ્પોમાં પેસેન્જર કમર્શિયલ વેહિકલ્સનો મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો પ્રદર્શિત કરશે. પ્રવાસ 3.0 ખાતે ‘ટુવર્ડસ સેફ, સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ પેસેન્જર મોબિલિટી’ થીમ સાથે સુમેળ સાધતાં ટાટા મોટર્સ લાસ્ટ- માઈલ અને લોંગ- હોલ માસ મોબિલિટી જરૂરતો માટે આધુનિક અને સક્ષમ સમાધાન પ્રદર્શિત કરશે.
આ અવસરે બોલતાં ટાટા મોટર્સના પ્રોડક્ટ લાઈન- બસીસના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રોહિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે “ટાટા મોટર્સને પ્રવાસની નવી આવૃત્તિમાં ભાગ લેવામાં ખુશી થાય છે. તે નવી પ્રોડક્ટો અને ટેકનોલોજી પ્રદર્શિત કરવા અને આ સેગમેન્ટમાં ઓપરેટરો, બિઝનેસ વિઝિટરો અને અન્ય હિસ્સાધારકો વચ્ચે મજબૂત જોડાણ માટે શક્યતાઓ પણ પૂરી પાડવા માટે ઉત્તમ મંચ તરીકે ઊભરી આવ્યું છે. આ વર્ષની થીમ મહત્ત્વપૂર્ણ રીતે સક્ષમ પરિવહનને વાસ્તવિકતા બનાવવા માટે ઊભરતી ટેકનોલોજી અને નાવીન્યતાનો ઉપયોગ કરવાની જરૂરતને આલેખિતકરે છે. ઉદ્યોગમાં આગેવાન તરીકે ટાટા મોટર્સ હંમેશાં આ ધ્યેય સાથે વળગી રહી છે અને પ્રોડક્ટોની અમારી વૈવિધ્યપૂર્ણ અને સ્માર્ટ રેન્જ સુરક્ષા, આરામ અને કાર્યક્ષમતાના તેમના વિશિષ્ટતાના વચન સાથે વિવિધ સ્વચ્છ ઈંધણ વિકલ્પો સાથે આવે છે.”
પ્રવાસ 3.0માં ટાટા મોટર્સની વાહનની શ્રેણીમાં ઈન્ટરસિટી અને લક્ઝરી ટ્રાવેલ માટે પારતના સૌપ્રથમ ફ્રન્ટ એન્જિન 13.5 મીટર બસ મેગ્ના સ્લીપર કોચનો સમાવેશ થાય છે. પ્રદર્શનમાં વૈકલ્પિક ઈંધણ પાવર્ડ વાહનોમાં કર્મચારી પરિવહન માટે ખાસ તૈયાર કરવામાં આવેલી 9/9 અલ્ટ્રા ઈલેક્ટ્રિક બસ, 913 લોંગ રેન્જ સીએનજી બસ અને એલપીઓ 10.2 સીએનજી એસી સ્કૂલ બસનો સમાવેશ થાય છે. પ્રદર્શનમાં આધુનિક સુવિધાઓ સાથેની કસ્ટમાઈઝેબલ કેરેવન પણ મુકાશે, જે લક્ઝુરિયસ લીઝર પ્રવાસ માટે આદર્શ છે. પ્રતિકાત્મક વિંજર 9એસ અને મેજિક એક્સપ્રેસ લાસ્ટ -માઈલ પેસેન્જર પરિવહન માટે આદર્શ છે, જેમાં એર્ગોનોમિક સીટિંગ ડિઝાઈન્સ અને મોકળાશભરી વ્યવસ્થા સાથે ડ્રાઈવર અને પ્રવાસીઓ માટે બેજોડ આરામ છે. દરેક પ્રદર્શિત પ્રોડક્ટો ઉચ્ચ કાર્યક્ષમતા અને નફાશક્તિની સંભાવના સાથે ઓછામાં ઓછો કુલ સંચાલન ખર્ચ પ્રદાન કરે છે.
ટાટા મોટર્સ ભવિષ્ય માટે સ્વચ્છ અને સક્ષમ મોબિલિટી સમાધાનના ધ્યેય માટે કટિબદ્ધ છે. તેણે વૈકલ્પિક ઈંધણ ટેકનોલોજીનો પ્રમોટ કરવામાં નક્કર પગલાં લીધાં છે. હાલમાં જ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી વિકસાવવા માટે તેણે પગલાં લીધાં છે. કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસેથી 15 હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ માટે ઓર્ડર પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ભારતીય વાહન ઉત્પાદકમાંથી એક છે. બેટરી ઈલેક્ટ્રિક મોબિલિટીને મોરચે ટાટા મોટર્સ દેશનાં વિવિધ શહેરોમાં 715થી વધુ ટાટા મોટર્સ ઈ-બસ ડિલિવરી કરવામાં બજાર આગેવાન છે અને આ સુધી એકત્રિત 40 મિલિયનથી વધુ કિમી નોંધાવ્યા છે. કંપની શ્રેણીઓમાં સીએનજી બસ માટે પણ વ્યાપક શ્રેણી ઓફર કરે છે, જેને લઈ ઓપરેટરો માટે ઓછામાં ઓછો સંચાલન ખર્ચ અને ઉચ્ચ નફાશક્તિની ખાતરી રહે છે.
ટાટા મોટર્સ પેસેન્જર કમર્શિયલ વેહિકલ શ્રેણી મહત્તમ ફ્લીટ મેનેજમેન્ટ માટે ફ્લીટ એજ- ટાટા મોટર્સના ભાવિ પેઢીના ડિજિટલ સમાધાનના સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ સાથે આવે છે. ફ્લીટ એજ તેમની સંપૂર્ણ વેપાર કામગીરીમાં બહેતર નિયંત્રણ સાથે ગ્રાહકો માટે પરિપૂર્ણ કનેક્ટેડ અનુભવ પૂરો પાડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.