ટાટા મોટર્સ ‘પાવર ઓફ 6’ એક્સ્પોમાં તેની અદ્યતન ટેકનોલોજી, કોમર્શિયલ વ્હિકલ્સની તાજેતરની શ્રેણી અને મૂલ્ય વર્ધિત સેવા ઓફરિંગ દર્શાવશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • પાવર ઓફ 6’એક્સ્પો રાષ્ટ્રભરની કોમર્શિયલ વ્હિકલ વ્યવસ્થામાં મદદકર્તા છે
  • તેના વિસ્તરિત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાંથી પસંદગીના મોડેલ્સનું ડીસ્પ્લે કરાશે તેની સાથે અસંખ્ય મૂલ્ય વર્ધિત સેવાઓ પણ હશે

ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સ અમદાવાદમાં 21 અને 22 જૂનના રોજ ‘પાવર ઓફ 6’નું આયોજન કરી રહી છે. આ બે દિવસીય ઇવેન્ટનો હેતુ ટાટા મોટર્સ ના મોબિલીટી સોલ્યુશન્સ વિશે તેના ગ્રાહકોમાં જાગૃત્તિ લાવવાનો છે. આ એક્સ્પોમાં સંપૂર્ણ સેવા કાર્યક્રમ હેઠળ ટાટા મોટર્સની MHICV (મીડિયમ, હેવી એન્ડ ઇન્ટરમીડિયેટ કોમર્શિયલ વ્હિકલ્સ) અને વાર્ષિક નિભાવ કોન્ટ્રેક્ટ, ફ્લીટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, અપટાઇમ ગેરંટી, ફ્યુઅલ એફિશિયન્સી મેનેજમેન્ટ કાર્યક્રમ સહિત ગ્રાહક કેન્દ્રિત મૂલ્ય વર્ધિત સેવા ઓફરિંગ્સના તેના પસંદગીના મોડેલ્સનું નિદર્શન કરાશે. ‘પાવર ઓફ 6’ એક્સ્પોમાં કંપનીના એડવાન્સ્ડ કનેક્ટેડ વ્હિકલ કાર્યક્રમ, ફ્લીટ એજ અને તેની ફ્લીટ એફિશિયન્સીમાં સુધારો કરવાની વિશિષ્ટ ક્ષમતાઓનું અને ફ્લીટ માલિકોના નફાની તકોનું પણ નિદર્શન કરાશે. સૌપ્રથમ વાર યોજાઇ રહેલો ‘પાવર ઓફ 6’ એક્સ્પો અમારી વ્યવસ્થાના હિસ્સાધારકોને તાજેતરની ઓફરિંગ્સને સમજવા અને અનુભવ લેવાંમાં મદદકર્તા બનશે.

ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોની શ્રેણી 76 વર્ષથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી રહી છે. બાંધકામ અને કાર્ગો ટ્રાન્સપોર્ટેશન સેગમેન્ટમાં નિર્વિવાદ અગ્રણી હોવાને કારણે,  કંપનીએ 2 લાખથી વધુ BS6 MHICVs  ટ્રકો બહાર પાડી છે. શ્રેણી સંપૂર્ણપણે બિલ્ટબોડી વિકલ્પો સાથે ઉપલબ્ધ છે: વિવિધ લોડ બોડી પ્રકારો, ટીપર્સ, ટેન્કર્સ, બલ્કર્સ અને ટ્રેલર્સ સહિત. MHCV ટ્રકની શ્રેણી વ્યાપક માલસામાનની હિલચાલની જરૂરિયાતને પૂરી કરી રહી છે-  માર્કેટલોડ, કૃષિ, સિમેન્ટ, લોખંડ અને સ્ટીલ, કન્ટેનર, વાહનવાહક, પેટ્રોલિયમ, રસાયણ, પાણીના ટેન્કર, LPG, FMCG, વ્હાઇટ ગુડ્ઝમાલ, નાશવંત, બાંધકામ, ખાણકામ, મ્યુનિસિપલ ઉપયોગમાં યોગદાન આપી રહ્યા છે. ટાટામોટર્સ ICV રેન્જ, ડીઝલ અને CNG પાવર ટ્રેન્સમાં ઉપલબ્ધછે, તે તેની બિલ્ડ, કાર્યક્ષમતા અને એપ્લિકેશનની વિવિધતા માટે જાણીતી છે. આ શ્રેણી ઝડપથી વિકસતા ઈ-કોમર્સ સેગમેન્ટની અનન્ય જરૂરિયાતોને પૂરી કરવા અને ગ્રાહકો માટે નફાની સંભાવના વધારવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.