ટાટા મોટર્સે અલ્ટ્રોઝનું XM+ વેરિયાંટ લોન્ચ કર્યુ,પોતાના ગ્રાહકો માટે પોસાય તેવી કિંમતે ટચ સ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીન પૂરી પાડશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇ,
ભારતની અગ્રણી ઓટો બ્રાન્ડ ટાટા મોટર્સે આજે પોતાની પ્રિમીયમ હેચબેક ટાટા અલ્ટ્રોઝનું XM+ વેરિયાંટને લોન્ચની જાહેરાત કરી છે. XM+ વેરિયાંટ અનેક પ્રકારના આકર્ષક ફીચર્સ સાથે આવે છે જેમ કે એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવીટી સાથે 17.78cm ટચ સ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ પૂરુ પાડે છે જે અંતરાયમુક્ત ડ્રાઇવીંગ અનુભવ પૂરો પાડે છે. સ્ટિયરીંગ પર લગાવવામાં આવેલા કંટ્રોલ્સ વોઇસ એલર્ટસ, વોઇસ કમાન્ડ રકોગ્નીશન, R16 વ્હીલ્સ સાથે સ્ટાઇલવાળા વ્હીલ કવર, રિમોટ ફોલ્ડેબલ કી એમ દરેક ફીચર્સ આનંદદાયક ડ્રાઇવીંગ અનુભવ ગ્રાહકોને પૂરો પાડે છે. અલ્ટ્રોઝનું XM+ વેરિયાંટ 4 કલર્સ જેમ કે હાઇ સ્ટ્રીટ ગોલ્ડ, ડાઉનટાઉન રેડ, એવન્યુ વ્હાઇટ અને મિડટાઉન ગ્રેમાં ઉપલબ્ધ બનશે.

પેટ્રોલ વર્શનમાં નવું વેરિયાંટ રૂ. 6.60 લાખ (એક્સ શોરૂમ દિલ્હી)ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યુ છે. ચાલુ વર્ષના પ્રારંભમાં લોન્ચ કરેલી અલ્ટ્રોઝને મળેલી ભારે પ્રશંસાને પગલે આ જાહેરાત કરવામાં આવી છે. આ વેરિયાંટ સાથે ગ્રાહકો આકર્ષક અને પોસાય તેવી કિંમતે એવા ફીચર્સનો લાભ ઉઠાવવા માટે સક્ષમ બનશે જે ખાસ કરીને પ્રિમીયમ વેરિયાંટસમાં ઉપલબ્ધ હોય છે.

આ નવા વેરિયાંટની રજૂઆત પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝેસ યુનિટ (પીવીબીયુ)ના માર્કેટિંગ વડા શ્રી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે “અમારા ગ્રાહકો માટે સતત નવી આકર્ષક પ્રોડક્ટ્સ લાવવાની ગતિને જાળવી રાખતા અમારી ન્યુ ફોરએવરની વિચારધારા અનુસાર અમે અલ્ટ્રોઝના XM+ વેરિયાંટના લોન્ચની જાહેરાત કરતા ખુશી અનુભવીએ છીએ. અલ્ટ્રોઝ સાથે અમે ફક્ત પ્રિમીયમ હેચબેકના માપદંડને પર ઉઠાવ્યો છે એટલુ જ નહી પરંતુ ઉદ્યોગમાં સુરક્ષા માટેના નવા માપદંડનું પણ સર્જન કર્યુ છે. XM+ વેરિયાંટ અલ્ટ્રોઝની માગને વધુ સુદ્રઢ બનાવશે તેનો અમને આત્મવિશ્વાસ છે અને તે રીતે ગ્રાહકોને અત્યંક આકર્ષક કિંમતે વિવિધ પ્રિમીયમ ફીચર્સના અનુભવ પૂરો પાડી શકીશું.”

જાન્યુઆરી 2020માં લોન્ચ કરાયેલ કંપનીએ અલ્ટ્રોઝ સાથે કંપનીએ પ્રિમીયમ હેચબેક સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો અને આ પ્રોડક્ટે ગ્રાહકોની અને ઉદ્યોગની તેની ડિઝાઇન ડ્રાઇવરેબિલિટી અને શ્રેષ્ઠ કક્ષાની સુરક્ષા માટે ભારે પ્રશંસા પ્રાપ્ત કરી છે. 5 સ્ટાર GNCAP એડલ્ટ સેફ્ટી રેટિંગ કે જે અલ્ટ્રોઝે લોન્ચ સમયે મેળવ્યુ છે તે તેનું પ્રમાણ છે.

અલ્ટ્રોઝમાં ટાટા મોટર્સની ડિઝાઇન 2.0 વિચારધારાનો સમાવેશ થાય છે અને કંપનીના આલ્ફા (ALFA)પર વિકસાવવામાં આવેલું પ્રથમ વ્હિકલ છે. પ્રિમીયમ હેચબેક આઇપીએલ 2020માં પણ સત્તાવાર ભાગીદાર છે અને સમગ્ર યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં દરેક સ્થળે તેનું ડીસ્પ્લે કરવામાં આવ્યુ છે.
પ્રોડક્ટ પરની વધુ માહિતી માટે કૃપા કરીને– cars.tatamotors.comની મુલાકાત લો. ગ્રાહકો તાજેતરમાં જ રજૂ કરેલ એન્ડ-ટુ-એન્ડ પ્લેટફોર્મ ‘ક્લિક ટુ ડ્રાઇવ’ મારફતે પૂછપરછો, ટેસ્ટ ડ્રાઇવની વિનંતી, બુકીંગ્સ કરી શકે છે અને પોતાના પસંદગીના ધિરાણ વિકલ્પ પોતાના ઘરેથી આરામથી અને સુરક્ષા સાથે શોધી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.