ટાટા મોટર્સે ટિયાગો XTA લોન્ચ કરી -ટિયાગો પરિવારમાં 4થો AMT વિકલ્પ રજૂ કર્યો-

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટાટા મોટર્સે આજે તેની સફળ હેચબેક ટાટા ટિયાગોના નવા XTA વેરિયાંટને પ્રારંભિક કિંમત રૂ. 5.99 લાખ (એક્સ શોરૂમ દિલ્હી) સાથે લોન્ચ કર્યુ હોવાની જાહેરાત કરી છે. પ્રવર્તમાન ટાટા ટિયાગોની XT ટ્રીમમાં લોન્ચ સાથે કંપની 4 AMT વિકલ્પ સાથે તેના ઓટોમેટિક લાઇન અપને વધુ મજબૂત બનાવી રહી છે. ગ્રાહકો પાસે હવે ટિયાગો રેન્જમાંથી પસંદગી કરવાના પુષ્કળ વિકલ્પો પ્રાપ્ત થશે.
નવા વેરિયાંટની રજૂઆત પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ બિઝેસ યુનિટ (પીવીબીયુ)ના માર્કેટિંગ વડા શ્રી વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે,“કાયમ માટે તરોતાજા રહેવાના અમારી બ્રાન્ડને વચનને પરિપૂર્ણ કરતા અમે માર્કેટમાંથી સતત સાંભળતા રહીએ છે અને પ્રતિભાવો એકત્ર કરતા રહીએ છીએ. ટિયાગોને દરેક પ્રદેશોમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. વધુમાં ભારતમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન (AT) સેગમેન્ટમાં તેજી પ્રવર્તી રહી છે અને તે બાબત ટિયાગોના વેચાણમાં પણ પ્રતિબિંબીત થાય છે. AT માટેની વધી રહેલી પસંદગીઓને સમર્થન આપતા અમે આ રેન્જમાં XTA વર્શન રજૂ કરતા આનંદ અનુભવીએ છીએ અને આ નવુ વેરિયાંટ અમે મિડ-હેચબેક સેગમેન્ટમા સ્પર્ધાત્મકતા અપાવશે એટલું જ નહી પરંતુ ગ્રાહકોને દરેક કિંમત મુદ્દે પસંદગી કરી શકાય તેવા વિકલ્પો પૂરા પાડશે.”
2016માં ટિયાગો લોન્ચ કરી છે ત્યારથી જ ટિયાગો તેના સેગમેન્ટમાં અત્યંત સફળ રહી છે અને તેની દરેકે પ્રશંસા કરી છે. તેને અનુસરતા પ્રોડક્ટનું BS6 વર્શન 2020માં રજૂ કરવામાં આવ્યુ હતુ જેને પણ GNCAP દ્વારા લોન્ચ સમયે 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યુ હતું, જે તેને તે સેગમેન્ટમાં અત્યંત સુરક્ષિત બનાવે છે. તે આકર્ષક ફીચર્સ સાથે આવે છે જેમાં હર્મન દ્વારા 7 ઇંચનો ઇન્ફોટેઇનમેન્ટ ટચસ્ક્રીન, 15 ઇંચના એલોય વ્હીલ્સ, ટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો અન્યો ઉપરાંત સમાવેશ થાય છે જે તે 3.25 લાખ ખુશ ગ્રાહકોની યોગ્ય પસંદગી બનાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.