ટાટા મોટર્સે ઓલ-ન્યુ સફારી સાથે ઉદ્યોગમાં સૌપ્રથમ વખત ઇન હાઉસ સર્વિસમાં સિરામિક કોટીંગની શરૂઆત કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ઓટો બ્રાન્ડ ટાટા મોટર્સે આજે ઓલ-ન્યુ સફારી સાથે સિરામિક કોટીંગની ઉદ્યોગમાં સૌપ્રથમ વખત સેવા ઓફર કરવાની જાહેરાત કરી છે. આ એક એડવાન્સ્ડ હાઇડ્રોફિલીક ફોર્મ્યુલેશન ટેકનોલોજી છે જેથી ટાટા કાર્સના દેખાવના આયુષ્યમાં પુનઃવધારો કરી શકાય. યુવી માટે રૂ. 28,000 (જીએસટી સહિત)ની કિંમત સાથે ઉપલબ્ધ આ સર્વિસ ટાટા મોટર્સની દરેક માન્ય ડીલરશિપ્સ ખાતે પૂરી પાડવામાં આવશે.
એરોસ્પેસ ઉદ્યોગમાં અને હાયપર કાર ઉત્પાદકો દ્વારા વપરાતા સિરામિક કોટીંગ એક સખત ફિનીશનું સર્જન કરે છે જે પેઇન્ટવર્ક સાથે ભળી જાય છે જેથી વાહનને તાત્કાલિક નવીન દેખાવ આપી શકાય. હાલમાં ઉપલબ્ધ પરંપરાગત સારવારની તુલનામાં કોટીંગ લાંબા ગાળા સુધી ટકી રહે છે અને કારને ટ્રાફિક પ્રદૂષણ, એસિડ રેઇન, સોલ્વન્ટસ, પ્રાણી અને અન્યો સામે વાહનને રક્ષણ આપવાની સાથે કચરો કે મેશ સામે રક્ષણ આપે છે. કોટીંગના ક્રિસ્ટલ જેવા મજબૂત સ્તરો વાહન પર યુવી કિરણોને રોકે છે. તેના સ્વ-ચોખ્ખાઇના ગુણધર્મને કારણે જાળવી રાખવાનું શક્ય નથી પરંતુ તે ઓક્સીડેશન અને સડાને પણ દૂર રાખે છે, અને તે રીતે કારમાં રહેલી સામગ્રી જેમ કે કાચ પેઇન્ટસ રિમ્સ/વ્હીલ્સ, વિન્યલ પ્લાસ્ટિક અને ચામડાને 360 ડિગ્રીનું રક્ષણ પૂરું પાડે છે. વધુમાં, ‘ન્યુ ફોરએવર’ના વચનને જાળવી રાખતા, ટાટા મોટર્સ આ વિશિષ્ટ સેવાઓ તેના દરેક ટાટા પેસન્જર વ્હિકલ્સમાં જે તે સેગમેન્ટ અનુસાર અલગ અલગ કિંમતે ઉપલબ્ધ કરાવશે.

આ સર્વિસની રજૂઆત પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર બિઝનેસ વ્હિકલ યુનિટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બિઝનેસના વડા શ્રી ડીમ્પલ મહેતાએ જણાવ્યું હતુ કે, “નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની સાથે અમે ઉદ્યોગમાં સૌપ્રથમ વખતની સેવાઓ જેમ કે સિરામિક કોટીંગ શરૂ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. નવી કાર અને યુવી કે ગ્રાહકોની વિકસતી માગને સંતોષે છે તેને લોન્ચ કરવાની સાથે ગ્રાહકો હવે શ્રેષ્ઠ આફ્ટર સેલ્સની એવી સેવાઓ પણ માગે છે, જેમાં આધુનિક યુગની પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હોય. તેની સાથે તાલ મિલાવતા, અમે ભારતમાં ઇન હાઉસ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત ઉદ્યોગમાં લાવવા માટે કાર ટેકનોલોજીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધ્યો છે જેમાં 3M, વુઅર્થ, બરધાઇ અને સિક અને સ્ટેનલી બીજી અને એસકે કાર કારનો સમાવેશ થાય છે. આ મૂલ્ય વર્ધિત સેવાઓ અન્યોની સાથે વ્હિકલને ટોચનું રક્ષણ પરું પાડે છે કેમ કે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ આફ્ટર સેલ્સ સર્વિસ પૂરી પાડવાનું સતત રાખવાની દિશામાં કામ કરીએ છીએ.”
મજબૂત પ્રોડક્ટ આત્મવિશ્વાસ સાથે તંદુરસ્ત ગુણવત્તા આવે છે. તેની પર ભાર મુકવા માટે ટાટા મોટર્સ ઓલ-ન્યુ સફારી માટે વધારાની મૂલ્ય વર્ધિત સેવાઓ પૂરી પાડે છે જે સમગ્ર પ્રોડક્ટને અત્યંત ખડતલ બનાવે છે.

પેન્ટાકેર દ્વારા એક્સટેન્ડેડ વોરંટીઃ સફારી માટે અમે 5 વર્ષની અને અમર્યાદિત કિલોમીટર્સ સુધીની પેન્ટાકેર એક્સટેન્ડેડ વોરંટી આપી છે જેમાં 3 વિકલ્પો – 2+1 વર્ષો/ 1.15 લાખ કિલોમીટર્સ (જે પહેલા થાય તે), 2+2 વર્ષો/ 1.30 લાખ કિલોમીટર્સ (જે પહેલું થાય તે) અને 2+3 વર્ષો(પેન્ટાકેર) /અમર્યાદિત કિલોમીટર્સની વોરંટી. વોરંટી પેકેજ દરેક અગત્યના પાર્ટ્સ જેમ કે એન્જિનિ મેનેજમેન્ટ સિસ્ટમ, એર કન્ડીશનીંગ સિસ્ટમ, ટ્રાન્સમિશન સિસ્ટમ અને ગિયરબોક્સ, ફ્યૂઅલ સિસ્ટમ અને ઘણા બધાનો સમાવેશ થાય છે. વધુમાં કોઇ પણ બ્રેકડાઉન કે ક્લચ અને સસ્પેન્શન નિષ્ફળતાને પણ 50,000 કિલોમીટર્સ માટેની એક્સટેન્ડેડ વોરંટીમાં આવરી લેવામાં આવ્યા છે.

વેલ્યુ કેર મેઇન્ટેનન્સ પ્લાન – એન્યુઅલ મેઇન્ટેન્સ કોન્ટ્રેક્ટ (એએમસી): ટાટા મોટર્સે વેલ્યુ કેર – સમગ્ર ભારતમાં નિભાવ સર્વિસ પ્લાન શરૂ કર્યો છે જે અણધાર્યા મરમ્મત ખર્ચ સામે રક્ષણની ખાતરી આપે છે અને વ્હિકલ ચાલે ત્યા સુધી ફૂગાવો અને લૂબ્રિકન્ટસની ભાવ વધઘટ સામે રક્ષણ દ્વારા નોંધપાત્ર બચત પૂરી પાડે છે. ગ્રાહકો ત્રણમાંથી એક પ્લાન જેમ કે વેલ્યુ કેર ગોલ્ડ, વેલ્યુ કેર પ્રોમીસ ટુ પ્રોટેક્ટ અને વેલ્યુ કેર સિલ્વરની પસંદગી કરી શકે છે. આ ત્રણ પ્લાનની વચ્ચે ગ્રાહકો વિવિધ પ્રકારની સેવાઓ જેમ કે વ્હિકલ પાર્ટ્સને અણધાર્યા ઘસારાની મરમ્મત, ઓઇલ રિપ્લેસમેન્ટ, કન્ઝ્યુમેબલ્સ, સર્વિસ પાર્ટ્સ અને તમારા વ્હિકલની નિર્ધારિત અને ભલામણ કરાયેલ સમયગાળા પર નિયમિત સર્વિસ નિયમિત સર્વિસ પ્રાપ્ત કરી શકે છે..
Ends


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.