ટાટા મોટર્સે તેના સાણંદ પ્લાન્ટ ખાતેથી ૩૦૦,૦૦૦મી ટિયાગો બજારમાં મુકી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઇ
ભારતની અગ્રણી ઓટોમોટીવ બ્રાન્ડે આજે ગુજરાતમાં સાણંદ ખાતેના પ્લાન્ટમાંથી તેની ૩૦૦,૦૦૦મી ટિયાગો બજારમાં મુકી છે. ૨૦૧૬મા બજારમાં રજૂ કરાયેલી ટાટા ટિયાગોની અનન્ય ડિઝાઇન, ટેકનોલોજી અને ડ્રાઇવિંગ પરિમાણોને લઇને મોટા ભાગના લોકો પ્રશંસા કરવામાં આવી હતી. ૈંસ્ઁછઝ્ર્‌ ડિઝાઇન વિચારધારા હેઠળની આ સૌપ્રથમ બ્રાન્ડ છે અને રજૂઆત સમયે આ સેગમેન્ટમાં અસંખ્ય સૌપ્રથમ વારના ફીચર્સ સાથે બજારમાં લાવવામાં આવી હતી. તેની પ્રતિષ્ઠામાં વધારો કરતા ટિયાગો ટાટા મોટર્સની ભારે એવોર્ડ પ્રાપ્ત કરનાર કાર જ નહી પરંતુ ઓગસ્ટ ૨૦૧૮માં સૌથી વધુ વેચાયેલી હેચબેકમાંની એક તરીકે ઊભરી આવી હતી. ટાટા મોટર્સની ન્યુ ફોરએવર રેન્જના ભાગ તરીકે કારની મ્જી૬ આવૃત્તિ રજૂ કરી હતી, અને તે પણ ગ્લોબલ એનસીએપી દ્વારા ૪ સ્ટાર એડલ્ટ સેફ્ટી રેટિંગની પ્રાપ્તિકર્તા બની હતી જેણે તેની યશકલગીમાં વધુ એક પીછુ ઉમેર્યુ્‌ હતુ. આ વર્ગમાં શ્રેષ્ઠ સુરક્ષા ફીચર્સ જેમ કે ડ્યૂઅલ એર બેગ્સ, એન્ટી-લોક બ્રેકીંગ સિસ્ટમ (એબીએસ) સાથે કોર્નર સ્ટેબિલીટી કંટ્રોલ (સીએસસી) અને ઇલેક્ટ્રોનીક બ્રેકફોર્સ ડીસ્ટ્રીબ્યૂશન, રિયર પાર્કીંગ આસિસ્ટ અને દરેક વેરિયાંટ્‌સમાં એક ધોરણથી સજ્જ એવી ટિયાગો આ સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.