ટાટા મોટર્સ દ્વારા આકર્ષક નવા ઈન્ટેલિજન્ટ ફીચર્સ સાથે NEXON EV PRIME રજૂ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • લોકપ્રિય ઉચ્ચ કક્ષાનાં ફીચર્સમાં મલ્ટી- મોડ રીજન, ક્રુઝ કંટ્રોલ, સ્માર્ટવોચ ઈન્ટીગ્રેટેડ કનેક્ટિવિટી ફીચર્સ, iTPMS હવે રેન્જમાં ઉપલબ્ધ.
  • નવો દાખલો બેસાડતાં ટાટા મોટર્સ અનોખા સોફ્ટવેર અપડેટ થકી નેક્સોન ઈવી માલિકોને આ નવા સ્માર્ટ ફીચર્સ આપી રહી છે.

 

તેની ન્યૂ ફોરેવર ફિલોસોફીની રેખામાં ભારતની અગ્રણી વાહન ઉત્પાદક ટાટા મોટર્સે આજે મલ્ટીમોડ રીજન, રીજન પર ઓટોમેટિક બ્રેક લેમ્પ એક્ટિવેશન, ક્રુઝ કંટ્રોલ, ઈનડાયરેક્ટ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (iTPMS), સ્માર્ટવોચ ઈન્ટીગ્રેટેડ કનેક્ટિવિટી ફીચર અને 110 સેકંડ્સના ચાર્જિંગ ટાઈમઆઉટ જેવાં ઉચ્ચ કક્ષાનાં, સ્માર્ટ ફીચર્સ સાથે નેક્સોન ઈવી પ્રાઈમની રજૂઆતની ઘોષણા કરી છે.

ઈવીના માલિકી અનુભવને નવી ઊંચાઈએ લઈ જતાં કંપનીએ ટાટા મોટર્સની અનોખી અપડેટ થકી લગભગ 22,000 મોજૂદ નેક્સોન ઈવી માલિકો માટે આ નવા જ્ઞાનાકાર ફીચર્સ પણ વિસ્તાર્યા છે. આ અપડેટથી વર્તમાન માલિકોને તેમનો ડ્રાઈવિંગ અનુભવ, કનેક્ટિવિટી અને કાર્યક્ષમતા બહેતર બનાવીને ઈવોલ્વિંગ ટુ ઈલેક્ટ્રિક પ્રત્યે તેમના પ્રવાસમાં વર્તમાન માલિકોને લાભ થશે. ઈવીના વહેલા રાજદૂતો દ્વારા લેવામાં આવેલા પ્રયાસોને પહોંચ આપતાં ટાટા મોટર્સ તેના મોજૂદ ગ્રાહકોને તેનાં અધિકૃત સર્વિસ સેન્ટરોમાં 25મી જુલાઈ, 2022થી મફતમાં પ્રથમ સોફ્ટવેર અપડેટ આપશે. સરળતાથી પરિવર્તન માટે ટાટા મોટર્સ ગ્રાહકો માટે ટૂંક સમયમાં જ શૈક્ષણિક કાર્યક્રમ લાવી રહી છે. ત્યાર પછીની સોફ્ટવેરની અપડેટ્સ બધા ગ્રાહકો માટે ચુકવણીના ધોરણે અપાશે.

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિ.ના માર્કેટિંગ, સેલ્સ અને સર્વિસ સ્ટ્રેટેજીના હેડ શ્રી વિવેક શ્રીવત્સ અનુસાર,નેક્સોન ઈવીએ આખા રાષ્ટ્રનું ધ્યાન આકર્ષ્યું છે અને તેના આરંભથી જ ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં આગેવાની લીધી છે. ઈવી ઈન્ટેન્ડરો માટે લગભગ 65 ટકાના બજારહિસ્સા સાથે આ ડિફોલ્ટ પસંદગી છે. નેક્સોન ઈવી પ્રાઈમ સાથે અમે અમારી પ્રોડક્ટ ઓફર ન્યૂ ફોરેવરને જાળવી રાખવાની અમારી વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા રાખીએ છીએ. વર્તમાન માલિકો માટે આ સોફ્ટવેર અપડેટ ઉપરાંત અમે ટાટા ઈવીના માલિકી અનુભવના ભાગરૂપે જે અપેક્ષા ગ્રાહકો પાસેથી રાખીએ તેમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું છે.

 નેક્સોન ઈવી પ્રાઈમ આકાંક્ષાત્મક ઈલેક્ટ્રિક એસયુવી છે, જે શૂન્ય ઉત્સર્જન સાથે એક ચાર્જમાં બેચેનીમુક્ત લોંગ રેન્જ (312 કિમીની એઆરએઆઈ પ્રમાણિત રેન્જ) પ્રદાન કરે છે. તે ઉચ્ચ ક્ષમતાની 30.2 kWh લિથિયમઆયોન બેટરી દ્રા પાવર્ડ શક્તિશાળી અને ઉચ્ચ કાર્યક્ષમ 129 PS પર્મનન્ટમેગ્નેટ એસી મોટર સાથે સુસજ્જ છે. કારલાઈન ઉદ્યોગમાં અવ્વલ ધૂળ અને વોટરપ્રૂફ બેટરી પેક સાથે આવે છે, જે IP67 ધોરણોને પહોંચી વળે છે. તે બેટરી અને મોટર પર 8 વર્ષ અથવા 1,60,000 કિમી (જે પણ પહેલા આવે)ની વોરન્ટી પણ આપે છે. ઉપરાંત કાર રિમોટ કમાન્ડ્સથી વેહિકલ ટ્રેકિંગથી ડ્રાઈવિંગ વર્તન એનલાઈટિક્સ, નેવિગેશન અને રિમોટ ડાયગ્નોસ્ટિક્સ સુધી શ્રેણીમાં 35 મોબાઈલ એપ આધારિત કનેક્ટેડ ફીચર્સ ઓફર કરે છે. નેક્સોન ઈવી ત્રણ રંગોમાં મળશેઃ સિગ્નેચર ટીલ બ્લુ, ગ્લેશિયર વ્હાઈટ અને હાલમાં ડેટોના ગ્રે રજૂ કરાયો ચે.

અપડેટ. અપગ્રેડ. ઈવોલ્વ.

નેક્સોન ઈવી નિમ્નલિખિત ટ્રિમ્સમાં મળશેઃ

*સર્વ કિંમતો એક્સશોરૂમ છે, સંપૂર્ણ ભારત.

 સમાપ્ત

પ્રોડક્ટ પર વધુ માહિતી માટે કૃપા કરી વિઝિટ કરોhttps://nexonev.tatamotors.com/


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.