ટાટા મોટર્સે #Dark રેન્જના લોન્ચ સાથે પોતાના પેસેન્જર વ્હિકલ્સને હવે પછીના સ્તરે લઇ જવા માટે આગવો હિસ્સો લીધો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અનેક અગ્રણી ટોમોટીવ બ્રાન્ડમાંની એક ટાટા મોટર્સે આજે #Dark rangeના લોન્ચની જાહેરાત કરી છે જેમાં ભારતન સૌથી સુરક્ષિત પ્રિમીમયન હેચબેક અલ્ટ્રોઝ, ભારતની સૌપ્રથમ GNCAP 5 સ્ટાર રેટિંગવાળી કાર નેક્સોન, તેના પ્રિમીયમ એસયુવી સાથે લેન્ડ રોવર ડીએનએ – હેરિયર અને ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી પેસેન્જર ઇલેક્ટ્રિક કાર નેક્સોન ઇવીનો સમાવેશ થાય છે.

હેરિયર #Darkને ઓગસ્ટ 19માં લોન્ચ કરવામાં આવી હતી જે હેરિયરની સ્ટાઇલ અને આગવા હિસ્સાને હવે પછીના સ્તરે લઇજાય છે. તેણે એવા ગ્રાહકોને આકર્ષક પેકેજ પૂરો પાડ્યો હતો જે બોલ્ડ, સોફિસ્ટીકેટેડ અને સ્ટાઇલીશ એસયુવીની ઇચ્છા રાખે છે. એક્સટેરિયર્સ અને ઇન્ટેરિયર્સ પરની ડાર્ક થીમે હેરિયર ડાર્ક માટે એક વિશિષ્ટ ઓળખનું સર્જન કર્યુ હતું. અન્ય ફેરફારો જેમ કે અલગ પ્રકારના ડાર્ક ફિનીશીઝ, ખાસ બ્લેકસ્ટોન મેટ્રિક્સ ડેશબોર્ડ અને આગવી જાર્ક અપહોલ્સ્ટ્રીની ભારે પ્રશંસા કરવામાં આવી હતી અને હેરિયર ડાર્કને ભરચક એસયુવી સેગમેન્ટમાં ઊભા રહેવા માટે સક્ષમ બનાવી હતી. ન્યુ ફોરએવર ફિલોસોફીના ભાગરૂપે ટાટા મોટર્સ #Dark ફ્રેંચાઇઝીને પોર્ટફોલિયોમાં બે અન્ય મહત્ત્વાકાંક્ષીય બ્રાન્ડ સુધી લંબાવી રહી છે.

ડાર્ક રેન્જ હવે ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે અને બુકીંગ ચાલુ થઇ ગયું છે. ટાટા મોટર્સની દરેક ડીલરશિપ્સને ડાર્ક થીમમાં શણગારવામાં આવી છે જેથી ગ્રાહકો એકમાત્ર અનુભવનો લાભ લઇ શકે. વધુમાં કલાત્મકતા અને ધ્યાનાકર્ષક સ્ટાઇલીંગ માટે, કંપની એક્સક્લુસિવ મર્ચેન્ડાઇઝ પણ રજૂ કરી રહી છે, જેમાં #Dark બ્રાન્ડના પ્રિમીયમ લેધર જેકેટ્સ અને ટી શર્ટ્સનો સમાવેશ થાય છે. વધુમાં સંપૂર્ણ સલામતીને ધ્યાનમાં રાખતા કંપનીએ ટાયર પંક્ચર રિપેર કીટ પણ અગ્રિમ ગ્રાહક ઓફરિંગ તરીકે રજૂ કરી છેજેથી તે રેન્જમાં સુગમ હિસ્સામાં વધારો કરી શકાય.

આ એક્સક્લુસિવ રેન્જના લોન્ચ અંગે ટિપ્પણી કરતા ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ બિઝનેસ યુનિટના માર્કેટિંગ વડા શ્રી વિવેક વાસ્તવે જણાવ્યું હતુ કે,“હેરિયર #Dark કે જેને પ્રારંભમાં લિમીટેડ એડિશન તરીકે લોન્ચ કરવામાં આવી હતી, તેણે અત્યંત સારી કામગીરી બજાવી છે અને લોકપ્રિય ગ્રાહક માગ હેરિયર પોર્ટફોલિયોનો આંતરિક ભાગ બની ગઇ છે. તેણે ગ્રાહકોને આકર્ષક અને વિશિષ્ટ પેકેજ ઓફર કર્યો હતો. ડાર્ક રેન્જને વધુ લંબાવવી એ સમાન રીતે આકર્ષક છે અને એવા ગ્રાહકોની જરૂરિયાતે સંતોષે છે જેઓ આ તહેવારની સિઝનમાં બોલ્ડ અને સ્ટાઇલીશની ઇચ્છા રાખે છે.”

ડાર્ક રેન્જ વિશે

અલ્ટ્રોઝ ડાર્ક: અલ્ટ્રોઝની કાયમ માટે ડિઝાઇન અને સ્ટાઇલ માટે પ્રશંસા કરવામાં આવી છે. અલ્ટ્રોઝ ડાર્ક લાઇને વેરિયાટની નવી ટોચ છે જે નવા કોસ્મો બ્લેક એક્સટેરિયર બોડી કલર સાથે R16 એલોય વ્હીલ્સ સમગ્ર હૂડમાં પ્રિમીયમ ડાર્ક ક્રોમ પર ડાર્ક ટિન્ટ ફિનીશ ધરાવે છે. ગ્રેનાઇટ બ્લેક ઇન્ટેરિયર થીમ સાથે મેટાલિક ગ્લોસ બ્લેક મિડ પેડ અને લેધરેટ અપહોલ્ટ્રી સાથે ઘાટા બ્લ્યુ ટ્રાઇ એરો પર્ફોરેશન્સ અને ડેકો બ્લ્યુ સ્ટિચીંગ ધરાવે છે, આ બધુ જ અલ્ટ્રોઝ ડાર્કમાં ઉમેરણ છે. એક્સટેરિયર પર #Dark માસ્કોટ અને ફ્રંચ હેડરેસ્ટ પર ડાર્ક એમ્બ્રોઇડરી થીમ પર ધ્યાન ખેંચે છે. અલ્ટ્રો ડાર્ક પેટ્રોલમાં ટોચના વેરિયાંટ XZ+ (એનએ અને આઇટર્બો)માં ઉપલબ્ધ રહેશે.

નેક્સોન ડાર્ક: નેક્સોન તેના #Dark અવતારમાં નવા ચારકોલ બ્લેક R16 એલોયઝ, #Dark માસ્કોટ, બોડી પર સોનિક સિલ્વર હાઇલાઇટ્સ સાથે મેટ ગ્રેનાઇટ બ્લેક ક્લેડીંગ તેના એક્સટેરિયરને ધ્યાનાકર્ષક બનાવે છે. ઇન્ટેરિયર ખાસ ડાર્ક ઇન્ટેરિયર પેક, પ્રિમીયમ અપહોલ્ટ્રી સાથે સિટ્સ અને ડોર ટ્રીમ પર ટ્રાઇ એરો પર્ફોરેશન્સ ઓફર કરે છે. ફ્રંટ હેડરેસ્ટ્સ ઇન્ટેરિયરની થીમ અનુસાર ખાસ #Dark એમ્બ્રોઇડરી ધરાવે છે. નવી નેક્સોન ડાર્ક XZ+, XZA+, XZ+(O) અને XZA+(O) વેરિયાંટ્સ પેટ્રોલ અન ડીઝલ ફ્યૂઅલ વિકલ્પમાં ઓફર કરવામાં આવે છે.

નેક્સોન ઇવી ડાર્ક: નેક્સોન ઇવી #Dark થીમ નેક્સોન ઇવી XZ+ અનેXZ+ LUX વેરિયાંટમાં ઉપલબ્ધ રહેશે. આ વેરિયાંટ્સ પ્રિમીયમ મિડનાઇટ બ્લેક એક્સટેરિયર કલર સાથે સેટીન બ્લેક હ્યુમિનીટી લાઇન અને બેલ્ટાઇન, #Dark માસ્કોટ અને તદ્દન નવા તારકોલ ગ્રે એલોય વ્હીલ્સમાં ઉમેરો કરશે. કારનું ઇન્ટેરિયર ડાર્ક થીમના ગ્લૂસી પિયાનો બ્લેક મિડ-પેડના અંશ સાથે ધ્યાનાકર્ષક બનાવવામાં આવ્યુ છે જેમાં સિટ્સ અને ડોર ટ્રીમ્સ પર પ્રિમીમય ડાર્ક લેધરેટ અપહોસ્ટ્રી સાથે ટ્રાઇ એરો પર્ફોરેશન્સના સમાવેશ સાથે ઇવી બ્લ્યુ સ્ટિચીઝ (સિટ્સ પર) અને લેધરેટ વીંટાળેલા સ્ટિયરીગ વ્હીલ સાથે ભાર મુકવામાં આવ્યો છે. આ કાર પણ TPMS (ટાયર પ્રેશર મનીટરીંગ સિસ્ટમ) ધરાવે છે. નેક્સોન ઇવી XZ+ વેરિયાંટમાં રિયર સેટ સેન્ટ્રલ આર્મરેસ્ટ સાથે કપ હોલ્ડર્સ, 60:40 રિયર સિટ સ્પ્લીટ અનેએડજસ્ટેબલ રિયર સિટ હેડરેસ્ટ ધરાવે છે.

હેરિયર ડાર્ક: હેરિયર #Dark તદ્દન નવો ઓબેરોનોબ્લેક કલર સાથે થોડો ઘાટો બ્લ્યુ હેરિયરના આકર્ષક દેખાવમાં ઉમરો કરે છે. વધુમાં તે વધુ મોટા R18 બ્લેકસ્ટોન એલોયઝ ધરાવે છે જે હેરિયરના સ્પોર્ટી વલણમાં વધારો કરે છે. ઇન્ટેરિયર્સ પર હેરિયર #Dark પ્રિમીયમ ડ્રાક થીમ સાથે અગત્યના ઇન્ટેરિયર પદાર્થો પર એક્સક્લુસિવ સ્પર્શ ઓફર કરે છે. તે પ્રિમીમય લક્ઝરી કાર સેગમેન્ટસમાં તાજેતરના પ્રવાહ સાથે સંપૂર્ણ ડાર્ક અપર પર્યાવરણ ધરાવે છે. બેનેટ કાલિકો લેધરેટ અપહોલ્સ્ટ્રી ઘાટા બ્લ્યુ અંડરટોન સાથે ખાસ ટ્રાઇ-એરો પર્ફોરેશન્સ ધરાવે છે જે ઇન્ટેરિયર્સના એકંદરે આગવાપણામાં વધારો કરે છે. વધુમાં ફ્રંટ સિટ હેડરેસ્ટ ખાસ #Dark એમ્બ્રોઇડરી ધરાવે છે જે ઇન્ટેરિયર્સ પર એકંદરે ડાર્ક થીમમાં વધારો કરે છે. હેરિયર #Dark XT+, XZ+ & XZA+ એમ 3 ટ્રીમ્સમાં ઉપલબ્ધ રહેશે.

વધુ જાણવા માટે કૃપા કરીને પ્રોડક્ટસ નોંધ જુઓ અથવા ક્લિક કરોઃ cars.tatamotors.comઅનેnexonev.tatamotors.com

પડકારજનક વર્ષ રહ્યુ હોવા છતાં પણ ટાટા મોટર્સે ભારતમાં મહિનાવાર તંદુરસ્ત વેચાણ સાથે પેસેન્જર વ્હિકલ્સમાં મજબૂત પર્ફોમન્સ દર્શાવ્યુ છે. કંપનીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેણે તેના ગ્રાહકો, ડીલર્સ અને સપ્લાયર્સના હિતમાં કારોબાર અને સમર્થિત વ્યવસ્થાની સુખાકારી માટે વ્યાપક ‘બિઝનેસ એજિલીટી પ્લાન’ બજારમાં મુક્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.