ટાટા મોટર્સ દ્વારા 7,39,900 માં તેની iCNG ટેકનોલોજી સાથે પાવર્ડ ટિગોર XM વેરિયન્ટ લોન્ચ કરાઈ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તેની iCNG ટેકનોલોજીની સફળતા અને તેની શ્રેણીની વ્યાપ્તિ પર નિર્મિત ભારતની અવ્વલ ઓટોમોટિવ બ્રાન્ડ ટાટા મોટર્સ દ્વારા આજે INR. 7,39,900 lakhs (એક્સ- શોરૂમ કિંમત, દિલ્હી)ની આકર્ષક મતે ટિગર XM iCNG વેરિયન્ટ લોન્ચ કરાઈ હતી. અગાઉ આ વર્ષે રજૂ કરવામાં આવેલી પ્રોડક્ટોની iCNG શ્રેણીને ટૂંક સમયમાં જ અદભુત પ્રતિસાદ મળ્યો હતો, જેને લઈ CNGમાં સ્વિચ કરવા માગતા ઘણા બધા ગ્રાહકો માટે પસંદગીનું વાહન બની ગઈ છે. તેની ડ્રાઈવેબિલિટી, સુરક્ષા અને ઓફરમાં ફીચર્સ માટે સરાહના પામેલી ટાટા મોટર્સની iCNG ટેકનોલોજીએ પોતાની કાબેલિયત સિદ્ધ કરી હોઈ તેમના સંબંધિત સેગમેન્ટ્સમાં ટિયેગો અનેટિગોરનું વેચાણ ઓર વધ્યું છે.
કંપનીની iCNG ટેકનોલોજી (ઈન્ક્રેડિબલ પરફોર્મન્સ, આઈકોનિક સેફ્ટી, ઈન્ટેલિજન્ટ ટેકનોલોજી અને ઈમ્પ્રેસિવ ફીચર્સ)ના ચાર પાયા પર સ્થિત આ નવો વેરિયન્ટ ટિયોગ iCNG માટે પ્રવેશ સ્તરીય ટ્રિમ બની ગઈ છે અને ઘણાં બધાં સુરક્ષા અને સુવિધાના ફીચર્સ સાથે ઓફર કરાશે, જેમાં 4 સ્પીકર સિસ્ટમ સાથે હર્મનTM ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, પાવર વિંડો, સેન્ટ્રલ લોકિંગ, રિયર પાર્કિંગ સેન્સર્સ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત નવો ટિગોર XM iCNG વેરિયન્ટ ઓપલ વ્હાઈટ, ડેટોના ગ્રે, અરિઝોના બ્લુ અને ડીપ રેડ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.
આ લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ.ના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર કેરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજન અંબાએ જણાવ્યું હતું કે, “ટિગોર અમારે માટે અત્યંત વિશેષ પ્રોડક્ટ છે અને iCNG વેરિયન્ટના ઉમેરાને કારણે સેગમેન્ટમાં અમારી ગતિ ઓર વધી છે. હાલમાં ટિગોરના 75 ટકા ગ્રાહક બુકિંગ્સ iCNG વેરિયન્ટ માટે આવી રહ્યા છે, જે ટિગોર પોર્ટફોલિયોમાં આ ટેકનોલોજીની મજબૂત માગણીનો દાખલો છે. ટિગોર iCNGની વધતી લોકપ્રિયતા અને અમારી ન્યૂ ફોરેવર બ્રાન્ડ ફિલોસોફીની રેખામાં નવી ટિગોર XM iCNG પ્રવેશ સ્તરીય ટ્રિમ સાથે અમારી iCNG ટેકનોલોજીનો અનુભવ કરવા માગતા ગ્રાહકોના નવા સંચને પહોંચી વળવામાં અમને મદદરૂપ થશે. મને વિશ્વાસ છે કે આ ઉમેરો આ સેગમેન્ટ અને CNG અવકાશમાં અમારી વૃદ્ધિને વધુ તેજ બનાવશે.
ટાટા મોટર્સ મહિને દર મહિને તેના એકંદર પ્રવાસી વાહનોના વેચાણમાં ઉચ્ચ વૃદ્ધિની ગતિ નોંધાવી રહી છે. ટિગોરે પણ આ પ્રવાસમાં યોગદાન આપીને તેના સેગમેન્ટમાં 21 ટકા બજાર હિસ્સા સાથે દેશમાં દ્વિતીય સૌથી વિશાળ વેચાતી સેડાન બની છે. ટિગોર ભારતમાં એકમાત્ર એવી સેડાન છે, જે ગ્રાહકોની જરૂરતોના બહુઆયામને પહોંચી વળતાં મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન્સમાં પેટ્રોલ, ઈલેક્ટ્રિક અને CNG વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
ઓફર્સ અને કાર ખરીદીના વિકલ્પો વિશે વધુ જાણકારી માટે તમારી નજીકની ડિલરશિપને કોલ કરો અથવા વિઝિટ કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.