લો, બોલો! લાખો ભારતીયોનો ડેટા માગનારી આરોગ્ય સેતુ એપ કોણે બનાવી તે સરકારને જ ખબર નથી.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કોરોનાકાળમાં ફરજિયાત ડાઉનલોડ કરવી પડતી આરોગ્ય સેતુ એપ કોણે વિકસાવી તે અંગે સરકારને જ ખબર નથી. આરોગ્ય સેતુની વેબસાઇટ કહે છે કે નેશનલ ઇન્ફર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) અને આઇટી મંત્રાલયે આ એપ વિકસાવી છે. પરંતુ જ્યારે આરટીઆઇના માધ્યમથી પૂછવામાં આવ્યું કે એપ કોણે ડેવલપ કરી છે? ત્યારે એનઆઇસી અને આઇટી મંત્રાલય એમ બંને આ એપ કોણે વિકસાવી તેની જાણકારી હોવાનો ઇનકાર કરી રહ્યા છે. હવે કેન્દ્રીય માહિતી પંચે આરોગ્ય સેતુ એપ કોણે વિકસાવી તે પ્રશ્નનો જવાબ આપવાનું ટાળવા બદલ સરકારને કારણદર્શક નોટિસ પાઠવી છે. પંચે નોટિસમાં જણાવ્યું છે કે સત્તાવાળા દ્વારા માહિતી આપવા થઇ રહેલા ઇનકારને ચલાવી લેવામાં નહીં આવે. અધિકારી આ એપ કોણે ડેવલપ કરી તે વિષે કોઇ સ્પષ્ટતા નથી કરી શક્યા.

કેન્દ્રીય માહિતી પંચે કહ્યું છે કે આરોગ્ય સેતુ વેબસાઇટમાં ઉલ્લેખ છે કે આ પ્લેટફોર્મ એનઆઇસી દ્વારા ડિઝાઇન, ડેવલપ અને હોસ્ટ થયું છે. તો પછી એપ કોણે તૈયાર કરી તેની જાણકારી કેમ નથી? એનઆઇસી લેખિતરૂપે જાણ કરે કે જો તેમની પાસે કોઇ જાણકારી નથી તો ‘આરોગ્યસેતુડોટગવડોટઇન’માં ગવ ડોટ ઇન જેવા શબ્દોનો ઉપયોગ શા માટે થયો છે?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.