ગરમીમાં આવી રીતે કારના એસીની કરો દેખભાળ, આ ટીપ્સથી ચોક્કસ થશે ફાયદો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ગરમીના સીઝન આવી ગઈ છે. તેવામાં મેટ્રો સિટીમાં ઘર અને ઓફિસમાં એસી વિના હવે રહેવું મુશ્કેલ બની રહ્યું છે. સાથે જ ગરમીની સીઝનમાં વગર એસીએ કારમાં મુસાફરી કરવી સરળ નહીં રહે. કેટલાક લોકો એવા છે કે, જે થોડા ક્ષણ માટે પણ એસી વિના રહી નથી શકતા, પરંતુ જેટલી આપણે એસીની જરૂરત છે તેટલી જ એસીની કેર કરવાની પણ જરૂરત છે. ઘણી વખત એસી સારી રીતે કુલીંગ નથી કરતા અને તેની પાછળ ઘણા કારણ હોય છે.

કારમાં એસી ઓન થયા બાદ તે અલ્ટરનેટરથી મળનારી એનર્જીનો ઉપયોગ કરે છે. આ એનર્જી તેને એન્જીનના માધ્યમમાંથી મળે છે. એન્જીન ફ્યુલ ટેંકમાંથી ફ્યુલનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યાં સુધી કાર સ્ટાર્ટ નથી થતી ત્યાં સુધી એસી પણ ઓન નથી થતું. કારણ કે એસી કંપ્રેસર સાથે જોડાયેલી બેલ્ટ ત્યારે જ ફરે છે જ્યારે એન્જીન સ્ટાર્ટ હશે. તમને જણાવી દઈએ કે આ તે જ બેલ્ટ હોય છે જે કારને અલ્ટરનેટરના રૂપમાં ચાલુ રહેવા માટે અને બેટરીને ચાર્જ કરવાના કામ કરે છે. એસી કંપ્રેસર કુલેંટને કંપ્રેસ કરીને તેને ઠંડુ રાખે છે. અને આવી રીતે કારનું એસી ચાલે છે અને પોતાનું કામ કરે છે.

જો લોક હાઈવે ઉપર ગાડીની તમામ વિંડોને ડાઉન રાખે છે. આ વિચારીને બહારની હવા મળશે. જ્યારે આવુ કરવાથી કારની માઈલેજ ઉપર અસર પડે છે. કારણ કે કારની સ્પીડ વધવાથી બહારની હવા કારની અંદર આવે છે. જેનાથી એન્જીનની ક્ષમતા ઓછી થવા લાગે છે. અને દબાણ વધે છે. જેના કારણે એન્જીનને વધારે ફ્યુલની જરૂરત પડે છે. એવામાં માઈલેજ ઓછી આવે છે. માટે સ્પીડ ઉપર કાર ચલાવવા ઉપર એસી ઓન રાખવાથી કારની માઈલેજને કોઈ ખાસ ફરક નહીં પડે.

ગરમીની ઋતુમાં કારના એસીની સર્વિસ ઉપર ધ્યાન દેવું ખુબ જ જરૂરી છે. જો એસી સારી રીતે કુલીંગ નથી કરતુ તો સમજી લેવાનું કે એસીને સર્વિસની જરૂરત છે. જો તે બાદ પણ કુલીંગમાં પરેશાની આવી રહી છે. તો તેનો અર્થ છે કે, તેમાં ગેસ ખલાસ થઈ ગયો છે. અને તમારે ગેસ ભરાવી લેવો જોઈએ. તે સિવાય વરસાદની ઋતુમાં જ્યારે એસીમાંથી ઓછી હવા આવે તો તેનું કારણ એ છે કે નમીના કારણે અંદર બરફ જામી ગયો છે અને તેને દુરસ્ત કરવા માટે એસીને તુરંત બંધ કરી દો. પરંતુ યાદ રાખો કે બ્લોઅરને બંધ ન કરો. આવુ કરવાથી એસી થોડી મિનિટોમાં સારી રીતે કામ કરવા લાગશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.