નવી જેગુઆર આઈ-પેસ બ્લેક માટે બુકિંગ શરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા દ્વારા આજે ભારતમાં નવી જેગુઆર આઈ- પેસ બ્લેક માટે બુકિંગ્સ શરૂ કરવામાં આવ્યા હોવાની ઘોષણા કરવામાં આવી હતી. જેગુઆર આઈ-પેસે તેની અનન્ય ડિઝાઈન માટે વૈશ્વિક ઓળક પ્રાપ્ત કરી છે અને ઘણા બધા એવોર્ડસ જીત્યા છે. હવે ઓલ- ઈલેક્ટ્રિક પરફોર્મન્સ એસયુવી આઈ-પેસ બ્લેકના નિર્માણ દ્વારા આકર્ષણ ઓર વધી ગયું છે.

આઈ-પેસ રેન્જમાં આ ખાસ નવો ઉમેરો બહેતર વિશિષ્ટતાઓમાંથી લાભ લે છે, જેમાં બ્લેક પેક અને પેનોરમિક રૂફ સહિત ઘણા બધા વધારાના ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે આવે છે. સ્વચ્છ, સમકાલીન લૂક ગ્લોસ ડાર્ક ગ્રે કોન્ટ્રાસ્ટ વ્હીલ્સ સાથે 48.26 cm (19) ડાયમંડ ટર્ન્ડ સાથે શોભે છે. આઈ-પેસ બ્લેક અરુબા અને ફેરેલોન પર્લ બ્લેક પ્રીમિયમ મેટાલિક પેઈન્ટ્સ સહિત આકર્ષક રંગોની સંપૂર્ણ શ્રેણીમાં ઉપલબ્ધ છે.

જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે આઈ-પેસ બ્લેક આ ઘણા બધા એવોર્ડ વિજેતા બેટરી ઈલેક્ટ્રિક વેહિકલના દેખાવને વધુ બહેતર બનાવે છે, જેને લઈ તેને વધુ અજોડ અને આકર્ષક બનાવે છે.

આઈ-પેસ નિર્માણ કરવા માટે જેગુઆર દ્વારા અનોખું સૌપ્રથમ અને ઉત્તમ ઈલેક્ટ્રિક વાહન ડિલિવર કરવા માટે નવી પહેલ કરવામાં આવી હતી. તે દુનિયાભરના ગ્રાહકોને અનન્ય અસલ દુનિયાની રેન્જ અને રોજબરોજની ઉપયોગિતા સાથે ઓલ- વ્હીલ ડ્રાઈવ પરફોર્મન્સ, રિફાઈનમેન્ટ, લક્ઝરી અને સ્થિતિસ્થાપકતાનું અજોડ સંતુલન પ્રદાન કરે છે.

આજની વૈશ્વિક સફળતા અને ૨૦૧૯ વર્લ્ડ કાર ઓફ ધ યરના ત્રણ સન્માન, વર્લ્ડ કાર ડિઝાઈન ઓફ ધ યર અને વર્લ્ડ ગ્રીન કાર સહિત ૮૮ વૈશ્વિક વાહન એવોર્ડ્સની પ્રાપ્તિ કરતાં આઈ-પેસ આવતી કાલની ઓલ- ઈલેક્ટ્રિક જેગુઆર્સનો નવો દાખલો પણ છે. ૨૦૨૫થી જેગુઆર ભાવનાત્મક સહભાગી ડિઝાઈન્સ અને અવ્વલ ભાવિ પેઢીની ટેકનોલોજીઓના નાટકીય રીતે સુંદર નવા પોર્ટફોલિયો સાથે નવી કલ્પના કરેલી શુદ્ધ ઈલેક્ટ્રિક લક્ઝરી બ્રાન્ડ બની રહેશે.

નવી જેગુઆર આઈ- પેસ બ્લેક વિશે વધુ જાણકારી માટે કૃપા કરી વિઝિટ કરો www.jaguar.in.

ભારતમાં જેગુઆર લેન્ડ રોવર રિટેઈલર નેટવર્ક
જેગુઆર લેન્ડ રોવર વાહનો અમદાવાદ, ઔરંગાબાદ, બેન્ગલુરુ (૩), ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ (૨), કોઈમ્બતુર, દિલ્હી, ગુરગાવ, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, કોલકતા, કોચી, કરનાલ, લખનૌ, લુધિયાણા, મેન્ગલોર, મુંબઈ (૨), નોઈડી, પુણે, રાયપુર, સુરત અને વિજયવાડામાં ૨૮ અધિકૃત આઉટલેટ્સ થકી ૨૪ શહેરોમાં ભારતમાં ઉપલબ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.