નોકિયાના CEOની ભવિષ્યવાણી, 2030 સુધી ખતમ થઈ જશે સ્માર્ટફોન

Business
Business

ફોનથી મોબાઇલ ફોન અને પછી સ્માર્ટફોન સુધીની સફર ખૂબ ટૂંકી છે. વાતચીત માટે રચાયેલા આ ડિવાઇસનો ઇતિહાસ સામાન્ય લોકો વચ્ચે ભાગ્યે જ કેટલાક દાયકાઓનો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં તે ઈતિહાસનો પણ ભાગ બની શકે છે. સ્માર્ટફોન એ સૌથી ઝડપથી વિકસતા ઉત્પાદનોમાંથી એક છે.

સ્માર્ટફોનના ભવિષ્ય પર પ્રશ્નાર્થ

આજથી 15-20 વર્ષ પહેલા વર્તમાન સ્માર્ટફોનના ફીચર્સવાળા કોઈ ડિવાઇસને હાથમાં લઇને ફરવું એક કલ્પના માત્ર હતી. સ્માર્ટફોનના ઝડપી વિકાસના કારણે આના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નોકિયાના CEO Pekka Lundmarkનું માનવું છે કે, વર્ષ 2030 સુધી 6G ટેકનોલોજી શરૂ થઈ ચૂકી હશે, પરંતુ ત્યાં સુધી સ્માર્ટફોન કોમન ઇન્ટરફેસ નહીં હોય. તેમણે આ વાત દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહી છે.

2030 સુધી 6Gની એન્ટ્રી થઈ જશે

Pekka Lundmarkએ કહ્યું કે, કૉમર્શિયલ માર્કેટમાં 2030 સુધી 6Gની એન્ટ્રી થઈ જશે. તેમણે કહ્યું કે 6Gના આવ્યા પહેલાથી જ લોકો સ્માર્ટફોનની તુલનામાં સ્માર્ટ ગ્લાસેસ અને બીજી ડિવાઇસને યૂઝ કરવા લાગશે. નોકિયા CEOએ જણાવ્યું કે, ત્યાં સુધી આપણે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સૌથી વધારે યુઝ થનારો ઇન્ટરફેસ નહીં રહે. આમાંથી ઘણી ચીજો આપણી બોડીમાં સીધી રીતે મળશે.

બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસાવવામાં આવી રહ્યું છે

જો કે, Lundmarkએ જણાવ્યું નથી કે તે કયા ઉપકરણ વિશે વાત કરી રહ્યા છે. એલોન મસ્કની ન્યુરાલિંક જેવી કેટલીક કંપનીઓ હાલમાં તેના પર કામ કરી રહી છે અને બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ વિકસાવી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં મસ્કે એક ફૂટેજ બહાર પાડ્યું હતું અને તેનો ડેમો બતાવ્યો હતો. વિડીયોમાં તેમણે બતાવ્યું હતું કે કેવી રીતે નર મકાક (આફ્રિકન લંગુર)ના મગજમાં ચિપ લગાવવામાં આવી છે અને તે ‘માઈન્ડ પૉંગ’ પ્લે કરી રહ્યો છે.

ભારત હાલ 5G લોન્ચ કરવાની તૈયારી

લંગુરને ચોક્કસપણે જોયસ્ટિક ખસેડવા માટે તાલીમ આપવામાં આવી હતી, પરંતુ આ પરીક્ષણ દરમિયાન તેને અનપ્લગ રાખવામાં આવ્યો હતો. મકાક તેના મગજની મદદથી પેડલને નિયંત્રિત કરી રહ્યો હતો. જો કે, તેને એવું લાગતું હતું કે તે
જોયસ્ટિકની મદદથી આ કરી શક્યો હતો.

ભારત હાલમાં 5G લોન્ચ કરવાની તૈયારી

6G વિશે હજુ ઘણી બાબતો સ્પષ્ટ નથી. ભારત હાલમાં 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6G પર કહ્યું હતું કે ટેસ્ટ ફોર્સ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં, અમને ભારતમાં 5G ટેક્નોલોજી જોવા મળશે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.