સેમસંગ દ્વારા તેનાં હોમ એપ્લાયન્સીસની ખરીદી પર રૂ. 4 કરોડ મૂલ્યનાં લકી ડ્રો ઈનામ જાહેર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ અને સૌથી વિશ્વસનીય કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને વધુ આનંદદાયક બનાવવા માટે હોમ એપ્લાયન્સીસની તેની રેન્જ પર ન્યૂ ઈયર લકી ડ્રો કન્ટેસ્ટની ઘોષણા કરાઈ છે.

2021નું વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે સેમસંગ અમારા ગ્રાહકોને અમારે માટે તેમના પ્રેમ અને કટિબદ્ધતા માટે તેમને પુરસ્કૃત કરવા ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને વધુ ભપકાદાર બનાવવા માટે મદદરૂપ થવા માગે છે. અમે તેમને સેમસંગની પ્રીમિયમ ટેકનોલોજી અને પ્રોડક્ટો સાથે તેમના ઘરને અપગ્રેડ કરવાની તક પૂરી પાડવા માટે અજોડ કન્ટેન્ટ તૈયાર કરી છે, એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.

15મી ડિસેમ્બર, 2021થી 26મી જાન્યુઆરી, 2022 વચ્ચે સેમસંગ રેફ્રિજરેટરો, વોશિંગ મશીનો, માઈક્રોવેવ, ડિશવોશર્સ અને એર ડ્રેસર્સ ખરીદી કરનારા આશરે 600 ગ્રાહકોને INR 4 કરોડ મૂલ્યના સેમસંગ એર ડ્રેસર, રેફ્રિજરેટર અથવા માઈક્રોવેવ જીતવાનો મોકો મળશે.

તમારે ફક્ત માઈક્રોસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે અને ખરીદી પૂરી કર્યા પછી ઈન્વોઈસ અપલોડ કરવાનું રહેશે. વિજેતાઓ કન્ટેસ્ટના સમયગાળામાં ચાર અલગ અલગ અવસરે જાહેર કરાશે. કન્ટેન્ટમાં સહભાગ દેશભરમાં બધા અવ્વલ રિટેઈલ સ્ટોર્સમાંથી સમસંગનાં હોમ એપ્લાયન્સીસની ખરીદી પર લાગુ થશે (તામિલનાડુ સિવાય).

તામિલનાડુમાં ગ્રાહકો માટે સેમસંગે અન્ય કન્ટેસ્ટ રજૂ કરી છે, જેમાં તેમણે ખરીદી કરેલા સેમસંગ હોમ એપ્લાયન્સના ઈન્વોઈસ સાથે માઈક્રોસાઈટ પર સ્લોગન એન્ટર કરવાની જરૂર રહેશે. તામિલનાડુના 18 ભાગ્યશાળી વિજેતાઓ પ્રોમો સમયગાળાના અંતે જાહેર કરાશે.

ઉપરાંત ઓફરના સમયગાળામાં ભારતભરના ગ્રાહકો રૂ. 20 ટકા સુધી વધારાનું કેશબેક અને રૂ. 990 જેટલી ઓછી રકમથી શરૂ થતા ઈએમઆઈ જેવી ઓફરો મેળવી શકે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.