સેમસંગનો નવો ફોન : 3 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે ‘ગેલેક્સી Z ફ્લિપ 3’

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સેમસંગ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ 3’ આગામી 3 ઓગસ્ટે લોન્ચ કરી શકે છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્લેમશેલ ડિઝાઈન સાથે આવશે. ગિઝમોચાઈનાના રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોનની પ્રારભિક કિંમત 999થી 1099 ડોલર (આશરે 73500થી 80900 રૂપિયા) હોઈ શકે છે. લોન્ચિંગ પહેલાં ફોનનાં રેન્ડર્સ (ગ્રાફિક્સથી બનેલી તસવીર) અને સ્પેસિફિકેશન લીક થયાં છે. લીક રિપોર્ટ પ્રમાણે, ફોનનાં ગ્રે, પર્પલ, ગ્રીન, બ્લેક, બ્લૂ અને પિંક કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

ગેલેક્સી Z ફ્લિપ 3નાં સંભવિત સ્પેસિફિકેશન

ફોનમાં યુઝરને નોટિફિકેશન માટે 1.83 ઈંચની એક્સટર્નલ ડિસ્પ્લે મળશે. ફોન ડ્યુઅલ રિઅર કેમેરાથી સજ્જ હશે. તેમાં 12MPનો પ્રાઈમરી કેમેરા અને 12MPનો અલ્ટ્રાવાઈડ સેન્સર મળશે.

ફોન સિંગલ પંચ હોલ ડિસ્પ્લેથી સજ્જ હશે. તેમાં 10MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

સારી ડ્યુરેબિલિટી માટે ફોનમાં રીડિઝાઈન આર્મર ફ્રેમ અને ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન મળશે. ફોનનાં 128GB અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થશે.


ગેલેક્સી Z ફ્લિપનાં કરન્ટ વેરિઅન્ટનાં સ્પેસિફિકેશન

ફોનમાં 6.7 ઈંચની ડાયનેમિક ઈન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે છે. ફોન 7nm ઓક્ટા કોર પ્રોસેસર, 8GBની રેમ અને 256GBનાં સ્ટોરેજ સાથે આવે છે.

ફોનમાં 3000mAhની બેટરી છે. તે પાવર કોર્ડ અને વાયરલેસ બંને રીતે ચાર્જ થાય છે. તે એન્ડ્રોઈડ 10 OS પર રન કરે છે.

તેમાં ડ્યુઅલ સિમ સપોર્ટ મળે છે. તેમાં ઈ સિમ અને એક નેનો સિમ કાર્ડ સ્લોટ મળે છે.

સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સિસ્ટમ મળશે.

ફોટોગ્રાફી માટે ફોનમાં 12MPના ડ્યુઅલ કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 10MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.