સેમસંગ દ્વારા વધુ મોટા અને બહેતર મનોરંજન માટે જિયોસિનેમા સાથે ભાગીદારીઃ ટાટા આઈપીએલ જુઓ અને ઘરમાં સ્ટેડિયમ જેવો ધમધમાટ અનુભવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે જિયોસિનેમા સાથે તેની ભાગીદારીની ઘોષણા કરવામાં આવી હતી, જેના થકી ગ્રાહકો મંચ પર ઉપલબ્ધ મનોરંજનના વિવિધ વિકલ્પો સાથે સ્ટેડિયમ જેવો રોમાંચક અનુભવ અને ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝનનો અનુભવ કરી શકશે. એપ્લિકેશન 2018થી શરૂ થતાં બધાં સેમસંગનાં ટીવી મોડેલો અને 2022થી શરૂ થતાં બધાં સેમસંગના સ્માર્ટ મોનિટર મોડેલો પર પ્રી-ઈન્સ્ટોલ્ડ આવે છે.

“ઈન-હોમ એન્ટરટેઈનમેન્ટનું આજે ઘેલું લાગ્યું છે ત્યારે સેમસંગ અને જિયોસિનેમા વચ્ચે ભાગીદારી અમે અમારા ગ્રાહકોને મોટા પડદા પર અને તેમના લિવિંગ રૂમમાં તેમના ફેવરીટ શો એમ બંને દુનિયાનું શ્રેષ્ઠતમ આપવાની તક આપે છે. સૌથી મોટી અને બહુપ્રતિક્ષિત ભારતીય ક્રિકેટ સ્પર્ધા તરીકે અમે અમારા ગ્રાહકોને સેમસંગ ટીવી સાથે તેમનાં ઘરમાં સ્ટેડિયમ જેવો રોમાંચક અનુભવ સાથે રમતની સંવેદનશીલતામા ડૂબકીઓ લગાવવાની તક આપીએ છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના સિનિયર વીપી મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

સેમસંગ ટીવી ઉપરાંત યુઝર્સ સેમસંગ સ્માર્ટફોન્સપર જિયોસિનેમાની કન્ટેન્ટને એક્સેસ પણ મેળવી શકે છે, જે  ઉપભોક્તાઓને વધુ સાનુકૂળ અને સુવિધાજનક આસાન મલ્ટીસ્ક્રીન વ્યુઈંગ અનુભવ પૂરો પાડે છે.

“જિયોસિનેમા ડિજિટલ ફર્સ્ટ, વિશ્વ કક્ષાની ઓફરો અને વિશિષ્ટતાઓ સાથે સેમસંગની અત્યાધુનિક ટેકનોલોજી સાથે આ ભાગીદારી ગ્રાહકોને ઉત્તમ વ્યુઈંગ અનુભવ પૂરો પાડવા માટે ઉત્તમ યોગ નિર્માણ કરે છે,” એમ વાયાકોમ 18 સ્પોર્ટસના સ્ટ્રેટેજી અને પાર્ટનરશિપ્સના હેડ હર્ષ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. “તમે સ્પોર્ટસના કટ્ટર ચાહક હોય કે કેઝ્યુઅલ વ્યુઅર હોય, આ જોડાણ તમારી આંગળીને ટેરવે જિયોસિનેમા પર ટાટા આઈપીએલનું અત્યંત શ્રેષ્ઠતમ પ્રદાન કરવાનું વચન આપે છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.