![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/03/Galaxy-Book2-Series_Lifestyle-KV_Mighty_RGB-3000x2000pxl-scaled.jpg)
સેમસંગ દ્વારા ભારતમાં પ્રીમિયમ પીસી લાઈન-અપ રજૂ
ભારતની સૌથી ભરોસાપાત્ર સ્માર્ટફોન અને કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 12th જનરેશન ઈન્ટેલ® કોર™ પ્રોસેસર દ્વારા પાવર્ડ ગેલેક્સી બુક 2 સિરીઝ અને ગેલેક્સી બુક 2 બિઝનેસ અને સ્નેપડ્રેગન® 7c Gen 2 કમ્પ્યુટ પ્લેટફોર્મ દ્વારા પાવર્ડ ગેલેક્સી બુક ગોની તેની ફ્લેગશિપ પીસી લાઈન-અપ લોન્ચ કરવામાં આવી હતી. નોટબુક્સની આ નવી રેન્જ એડવાન્સ્ડ સિક્યુરિટી સાથે સમૃદ્ધ હશે અને હાઈબ્રિડ કાર્ય વાતાવરણની નવી વાસ્તવિકતાને જીતવા માટે ગ્રાહકોને મદદરૂપ થવા માટે અલ્ટ્રા- પોર્ટેબલ ડિઝાઈન અને પ્રોડક્ટિવિટી ફીચર્સ સાથે આવે છે. ગેલેક્સી બુક 2 સિરીઝ, ગેલેક્સી બુક 2 બિઝનેસ અને ગેલેક્સી બુક ગો લોન્ચ કરાયાં
“સેમસંગમાં અમે હંમેશાં અમારી બધી પ્રોડક્ટોમાં ઈનોવેશન અને એક્સક્લુઝિવિટી લાવીએ છીએ. અમે અમારા ઉપભોક્તાઓને તેમની પ્રોડક્ટિવિટી બહેતર બનાવવા માટે અજોડ અનુભવ પૂરો પાડવા માટે કક્ષામાં અવ્વલ કામગીરી, ડિઝાઈન અને જોડાણ સાથે ગ્રાહકોની વધતી જરૂરતોને ધ્યાનમાં રાખીને નવી પીસી લાઈન-અપ રજૂ કરવામાં આવી છે. નોટબુક્સની અમારી નવી રેન્જ ગ્રાહકો અને ઉદ્યોગોના વિવિધ વર્ગોને પહોંચી વળે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાજુ પુલ્લને જણાવ્યું હતું.