સેમસંગ દ્વારા નવા GALAXY A54 5G અને A34 5G  લોન્ચ કરાયા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

માર્ચ, 2023: ભારતની સૌથી વિશાળ ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેની નવીનતમ સ્માર્ટફોન સિરીઝ GALAXY A54 5G અને GALAXY A34 5G રજૂ કરવામાં આવી છે. પ્રીમિયમ લૂક અને ફીલ અને ટકાઉપણા માટે ઘડવામાં આવેલા GALAXY A54 5G અને GALAXY A34 5G દીર્ઘ ટકાઉ બેટરી આયુષ્ય અને બહેતર મનોરંજનના ફીચર્સ સાથે આવે છે, જે તેમને ગ્રાહકો માટે ટોચની પસંદગી બનાવે છે.

“સેમસંગમાં અમે ઈનોવેશનનું લોકશાહીકરણ કરવામાં માનીએ છીએ અને નવા GALAXY A54 5G અનેA34 5G અમારી કટિબદ્ધતાનો દાખલો છે. આ ડિવાઈસીસ અમારી સિગ્નેચર GALAXY ડિઝાઈન અને નાઈટોગ્રાફી જેવા ફ્લેગશિપ ફીચર્સ સાથે અવ્વલ અનુભવ કરાવે છે, જે ગ્રાહકોને ઓછા પ્રકાશની સ્થિતિમાં પણ વધુ ધારદાર ઈમેજીસ અને વિડિયોઝ શૂટ કરવામાં મદદ કરે છે. કક્ષામાં અવ્વલ IP67 રેટિંગ સાથે ગોરિલા ગ્લાસ 5 પ્રોટેકશન અને ચાર એન્ડ્રોઈડ OS અપડેટ્સ સાથે GALAXY A54 5G અને A34 5G ચિંતામુક્ત ઉપભોક્તા અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરાયા છે, જેને લઈ લાંબા સમય સુધી તમારા ડિવાઈસમાંથી મહત્તમ મેળવવાની ખાતરી રહે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના સિનિયર ડાયરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.