સેમસંગ ઈન્ડિયાએ 2022નો પ્રથમ એ સિરીઝ સ્માર્ટફોન ગેલેક્સી એ03 અસલ 48એમપી કેમેરા સાથે લોન્ચ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી A03 લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. સેમગંસની એ સિરીઝમાં નવો ઉમેરો ગેલેક્સી A03 લાઈવ ફોકસ સાથે ધારદાર ફોટો મઢી લેવા માટે અસલ 48 એમપી ડ્યુઅલ રિયર કેમેરા સાથે 6.5’’ એચડી+ ડિસ્પ્લેથી સમૃદ્ધ છે.

નવો ગેલેક્સી A03 કિફાયતી કિંમતે અતુલનીય ફીચર્સ સાથે બજારમાં નોખો ચીલો ચાતરે તે રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટાઈલિશ સ્માર્ટફોન અસલ 48એમપી રિયર કેમેરા અને સેગમેન્ટમાં અવ્વલ 6.5’’ ડિસ્પ્લે, શક્તિશાળી પ્રોસેસર અને દીર્ઘ ટકાઉ 5000 એમએએચ બેટરી સાથે અનોખો તરી આવે છે. ગેલેક્સી A03 ખોજ કરવા અને ઉત્કૃષ્ટતા પણ સાધવા માગતા અમારા ગ્રાહકો માટે પરિપૂર્ણ પેકેજ ઓફર કરે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ માર્કેટિંગના ડેપ્યુટી જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.