સેમસંગે ગેલેક્સી A04 અને ગેલેક્સી A04e સાથે એન્ટ્રી સેગમેન્ટ પોર્ટફોલિયો વિસ્તાર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A04 અને ગેલેક્સી A04e લોન્ચ કરવામાં આવ્યા હતા. લોકપ્રિય ગેલેક્સી A સિરીઝમાં આ નવો ઉમેરો આકાંક્ષાત્મક જન Z ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળવા Aઅભૂતપૂર્વ સ્ટાઈલ અને બેજોડ કામગીરીનું વચન આપે છે.

“ગેલેક્સી A04 અને ગેલેક્સી A04e રેમ પ્લસ સાથે 8GB મેમરી, 128GB સુધી ઉચ્ચ સ્ટોરેજ, વ્યાપક 5000mAh બેટરી અને તમારો ફોન અનલોક કરવા ફેસ રેકગ્નિશન જેવા સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે A સિરીઝના વારસાને આગળ ધપાવે છે. આ અદભુત ફીચર્સ સાથે નવા ગેલેક્સી A04 અને ગેલેક્સી A04e સ્માર્ટફોન્સ કિફાયતી કિંમતે આસાન મલ્ટીટાસ્કિંગ કરવા માગતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યા છે,” એમ સેમસંગ ઈન્ડિયાના મોબાઈલ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.