સેમસંગ સતત વ્યસ્ત પેઢી માટે અત્યંત પોર્ટેબલ પ્રોજેક્ટ ધ ફ્રીસ્ટાઈલ ભારતમાં લાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ અને સૌથી ભરોસાપાત્ર કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેનાં સંપૂર્ણ નવા પ્રોજેક્ટર, સ્માર્ટ સ્પીકર અને એમ્બિયન્ટ લાઈટિંગ ડિવાઈસના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, સજે બધું જ એક હલકા વજનના, પોર્ટેબલ ડિવાઈસ ધ ફ્રીસ્ટાઈલમાં સમાવેશ કરાયું છે. સતત વ્યસ્ત ભાવિ પેઢી અને નવી પેઢીના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ધ ફ્રીસ્ટાઈલ અનોખી ટેકનોલોજી પ્રદાન કરે છે અને ગ્રાહકો જ્યાં પણ જાય ત્યાં વિડિયો અને ઓડિયો કન્ટેન્ટ લાવતાં ઉત્તમ વ્યુઈંગ અને એન્ટરટેઈનમેન્ટ પ્રદાન કરવાની સાનુકૂળતા આપે છે. ધ ફ્રીસ્ટાઈલ 100 ઈંચ (2 મીટર 54 સેમી) સુધી સ્ક્રીન આકારનો વિડિયો પ્રોજેક્ટ કરી શકે છે.

“ધ ફ્રીસ્ટાઈલ સાથે અમે જગ્યાની મર્યાદાઓની પાર જઈને કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે વિવિધ અગ્રતાઓ અને જીવનશૈલીની જરૂરતોને પહોંચી વળતો ઉપભોક્તા અનુભવ આપવા માગીએ છીએ. ધ ફ્રીસ્ટાઈલ અત્યંત પોર્ટેબલ પ્રોજેક્ટર છે, જે ઈનડોર કે આઉટડોર, કન્ટેન્ટ વ્યુઈંગ કે એમ્બિયન્ટ લાઈટિંગ, ગેમિંગ અથવા મ્યુઝિક હોય, તુરંત મનોરંજન માટે અમર્યાદિત શક્યતાઓ પ્રદાન કરે છે. તમારે ફક્ત ટિલ્ટ કરવાનું રહેશે અને તમારું કામ થઈ ગયું.તેનું અજોડ ફોર્મ ફેક્ટર તમે પ્લે કરો તે રીત બદલી નાખશે. અમન વિશ્વાસ છે કે ધ ફ્રીસ્ટાઈલ અમારા ગ્રાહકો માટે મનોરંજનની નવી ઊંચાઈએ લઈ જશે,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

ધ ફ્રીસ્ટાઈલ અત્યંત પોર્ટેબલ પ્રોજેક્ટ સેમસંગના વિધિસર ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ અને એમેઝોન પર રૂ.84,990ની વિશેષ કિંમતે રજૂ કરવામાં આવ્યા છે.ગ્રાહકો રૂ.5000નું ઈન્સ્ટન્ટ કેશબેક પણ મેળવી શકે છે.મર્યાદિત સમયગાળાની ઓફર તરીકે ગ્રાહકો 29 માર્ચ, 2022ના 18.00 કલાકથી 31 માર્ચ, 2022ના 23.59 કલાક વચ્ચે ધ ફ્રીસ્ટાઈલ ખરીદી કરશે તેમને ધ ફ્રીસ્ટાઈલ માટેનું રૂ.5900 મૂલ્યનું કેરી કેસ મફત અપાશે.ગ્રાહકો ધ ફ્રીસ્ટાઈલ પ્રી-રિઝર્વ કરશે તેમને રૂ.4000 મૂલ્યનું ડિસ્કાઉન્ટ મળશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.