તહેવારની વૃદ્ધિને અનુલક્ષી સેમસંગનું 35 ટકા બજાર હિસ્સા સાથે ગુજરાતમાં વોશિંગ મશીન સેગમેન્ટમાં આગેવાની કરવાનું લક્ષ્ય

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તહેવારની વૃદ્ધિને અનુલક્ષી ઈકોબબલTM ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડ (એફએટીએલ) વોશિંગ મશીન્સના લોન્ચ સાથે ગુજરાતમાં વોશિંગ મશીન સેગમેટમાં 35 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું હોવાની ઘોષણા કરી હતી. 2022ના પ્રથમ અર્ધવાર્ષિકમાં સેમસંગે 2021માં આ જ સમયગાળામાં એફએટીએલ વોશિંગ મશીન સેગમેન્ટમાં 12 ટકાની આકારક્ષમ વૃદ્ધિ જોઈ હતી.

“ગ્રાહકોની જરૂરતોને કેન્દ્રમાં રાખતાં સેમસંગમાં અમે કનેક્ટેડ જીવનના અનુભવ પૂરા પાડીને ઉપભોકતાના જીવનમાં મૂલ્યનો ઉમેરી કરતી નાવીન્યતાપૂર્ણ પ્રોડક્ટો રજૂ કરવા પર ભાર આપીએ છીએ. નવી ઈકોબબલTM રેન્જ જીવાણુ વિરોધી, ઊર્જા કાર્યક્ષમ અને વિશાળ ક્ષમતાનાં વોશિંગ મશીન્સ માટે વધતી ગ્રાહકોની માગણીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. ઘણા બધા ઉદ્યોગમાં અવ્વલ ફીચર્સ સાથે નવી રેન્જ ગ્રાહકોની જરૂરતોને પહોંચી વળશે,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.

કપડાં ધોવાનું વધુ કાર્યક્ષમ બનાવવા સાથે આધુનિક લાઈફસ્ટાઈલ લોન્ડ્રીની જરૂરતોને પૂરક ઈકોબબલTM વોશિંગ મશીન્સની નવી રેન્જ ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજી દ્વારા પાવર્ડ હોઈ દરેક ધુલાઈ દરમિયાન ઊર્જા બચાવવા સાથે 20 ટકા વધુ સારી રીતે કપડાંની સંભાળ રાખવાની ખાતરી રાખે તે રીતે તૈયાર કરવામાં આવ્યાં છે. ઈકોબબલTM ઉત્કૃષ્ટ ધુલાઈની ગુણવત્તા પ્રદાન કરવા સેમસંગની બબલસ્ટોર્મTM અને ડ્યુઅલસ્ટોર્મTM ટેકનોલોજીઓનું ઉત્તમ સંમિશ્રણ છે. બબલસ્ટોર્મ 2.5 ગણી ઝડપી ડિટરજન્ટ પહોંચ માટે સમૃદ્ધ બબલ્સ નિર્માણ કરીને વાયુ અને પાણી સાથે ડિટરજન્ટનું મિશ્રણ કરે છે, ડ્યુઅલસ્ટોર્મTM પલ્સેટર અસરકારક સફાઈ માટે ડ્રમની અંદર મજબૂત પાણીનો પ્રવાહ નિર્માણ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.