રૂ. 59.95 લાખ થી શરૂ થતી કિંમતે ભારતમાં ઇવી 6ના લૉન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દેશની સૌથી ઝડપથી વિકસી રહેલી કાર નિર્માતા કંપનીમાંથી એક કીઆ ભારતે આજે રૂ. 59.95 લાખ થી પ્રારંભ થતી કિંમતોએ ભારતમાં ઇવી 6ની કિંમતો જાહેર કરી છે. તેણે વધુમાં જણાવ્યું છે કે કીઆ ઇન્ડિયાની મુખ્ય કંપની કીઆ કોર્પોરેશન વૈશ્વિક સ્તરે ટકાઉ પરિવહન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરતાં એક મોટું પગલું ભરીને સમગ્ર વૈશ્વિક બજારોમાં 2027 સુધી 14 બીઇવીએસ લૉન્ચ કરશે. કીઆ ઇન્ડિયા ભારતીય બજારો માટે અન્ય ઇવીએસ માટે રહેલી તકોની સમીક્ષા કરી રહી છે. આ સાથે તેણે 2025 સુધી લૉન્ચ કરવાના આયોજન સાથે આરવી બોડી ટાઇપમાં ભારત કેન્દ્રિત ઇવી વિકસાવવાના આયોજનની પુષ્ટિ કરી હતી.

કીઆ ઇન્ડિયાની પેરેન્ટ કંપની કીઆ કોર્પોરેશન આગામી પાંચ વર્ષો દરમિયાન પોતાની વ્યાવસાયિક કામગીરીઓમાં અંદાજિત 22.22 અબજ ડૉલર (કુલ 28 ટ્રિલિયન વૉન)નું રોકાણ કરશે. આ રોકાણના ભાગનો વપરાશ પ્રોડક્ટ્સ વિકસાવવા માટે કરવામાં આવશે. આ પ્રોડક્ટ્સનું ભારતમાં વેચાણ કરવા અને તેને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં કરવામાં આવશે. આ જાહેરાત કીઆ કોર્પોરેશનના તેના સસ્ટેનેબલ મોબિલિટી સૉલ્યુશન પ્રોવાઇડર બનવાના અને 2045 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરવાના વૈશ્વિક લક્ષ્યાંકને અનુરૂપ છે. પોતાના ‘વૉકિંગ ધ ટૉક’ના લક્ષ્યને આગળ વધારતાં, કંપનીએ દેશમાં ઇવી6 સાથે તેની પ્રથમ બીઇવી લૉન્ચ કરીને ભારતમાં સસ્ટેનેબલ મોબિલિટી અગ્રણી બનવાના પોતાના પરિવર્તનનો પ્રારંભ કર્યો છે.

આ જાહેરાત અંગે પોતાના પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કીઆ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તાએ-જિન પાર્કે જણાવ્યું હતું કે, “ભારતનો વૈવિધ્યપૂર્ણ કસ્ટમર બેઝ અમને પ્રેરણા પૂરી પાડે છે અને અમારી રણનીતિ તેમની આકાંક્ષાઓને અનુરૂપ થવાની છે અને અમારા પ્રયત્નો ઉભરી રહેલા ગ્રાહકોની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા તરફ કેન્દ્રિત છે. હવે, અમે આરએન્ડડી, વિનિર્માણ અને ભારતમાં ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અમારા રોકાણ સાથે ભારતમાં અમારી સફરને આગામી તબક્કા લઇ જવા માટે તૈયાર છીએ. અમે અનન્ય ઇન-કેબિન અનુભવ, લાંબા અંતરના પ્રવાસની ચિંતા દૂર કરવા લાંબી રેન્જ અને અમારી અન્ય પ્રોડક્ટ્સની જેમ જ ડ્રાઇવિંગનો રોમાંચ ઉપલબ્ધ કરાવવા માટે ભવિષ્યલક્ષી અને સસ્ટેનેબલ બીઇવીએસ માટે વિકસાવવામાં આવેલું ક્ષેત્ર ઉપલબ્ધ કરાવીશું. 2025માં લૉન્ચ થનાર આરવી બોડી ટાઇપમાં ભારતલક્ષી બીઇવીનો સમાવેશ કરતી દેશમાં અમારી ઇવીની જાહેરાત ભારત અને અમારા નવી પેઢીના ભારતીય ગ્રાહકોને ભવિષ્યમાં ઉત્કૃષ્ટ ઇલેક્ટ્રિક પરફોર્મન્સ પૂરું પાડવાની અમારી કટિબદ્ધતા વ્યક્ત કરે છે. દેશના ટકાઉ ભવિષ્ય પ્રત્યે ભારત સરકારના વ્યાપક પ્રયાસો ઇલેક્ટ્રિક વ્હિકલ પ્રત્યે અમારા પ્રયત્નોનું સમર્થન કરે છે, જે ઉદ્યોગ હજુ પણ દેશમાં તેના પ્રારંભિક તબક્કામાં છે.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.