રોયલ એનફિલ્ડ બુલેટ- નવું હૃદય, ધબકાર તે જ.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ચેન્નાઈ, ભારત,  મોટરસાઈકલિંગ અને ઓટોમોટિવ ઈતિહાસમાં અસીમિત સ્થિતિસ્થાપકતા અને રોચક નામનું ચમકતું પ્રતિક રોયલ એનફિલ્ડ બુલેટ 350એ મધ્યમ આકારના (250 સીસી- 750 સીસી)ના મોટરસાઈકલ સેગમેન્ટમાં તેની વૈશ્વિક આગેવાન રોયલ એનફિલ્ડ તરીકે નવા અવતારમાં દંતકથા સમાન વારસાને ચાલુ રાખતાં આજે 2023 બુલેટ 350 લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. રોયલ એનફિલ્ડના સિદ્ધ, અત્યંત રિફાઈન્ડ અને સહજ જે- સિરીઝ એન્જિન મંચ પર રજૂ કરાયેલી આ પ્રતિકાત્મક મોટરસાઈકલ હેરિટેજના નવ દાયકાઓમાં સ્થિતિસ્થાપક એસ્થેટિક્સ અને કળાકારીગરીનું સંમિશ્રણ ચાલુ રાખ્યું છે, જે છેલ્લા નવ દાયકામાં તેણે અને તે પ્રતિનિધિત્વ કરે એ સમુદાય અને ગુણોની સ્વર્ણિમ સંસ્કૃતિ છે.

તેના પ્રવાસના નોંધપાત્ર તબક્કામાં બુલેટ સાથે તેની યાદો તાજી કરતાં આઈશર મોટર્સ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર સિદ્ધાર્થ લાલે જણાવ્યું હતું કે, “સમર ‘94 મેં યુરોપમાં એકલાએ બુલેટ 500 પર નીડર અને સાહસિકતાથી રાઈડ કરી તે હતું. મારા પૂર્વે ઘણા બધા અને મારા પછી ઘણા બધાએ નિશ્ચિત તે જ પ્રવાસ, રીતસર અને લાક્ષણિક રીતે કર્ય છે, પરંતુ મારો તે સૌથી યાદગાર અનુભવ હતો. નિઃશંક રીતે બુલેટ રાઈડરોની પેઢી દર પેઢી અમે જેને નિર્ભેળ મોટરસાઈકલિંગ કરીએ છીએ તે વ્યાખ્યાત્મક ઉચ્ચ પ્રતિક રહી છે ત્યારે તે રોયલ એનફિલ્ડના ઈતિહાસનો મહત્ત્વપૂર્ણ હિસ્સો પણ રહી છે. સ્થિતિસ્થાપક, સમુદાયોને નિર્ભેળ ગુણ, જે આ પ્રતિકાત્મક મશીને અપનાવ્યા છે, જે સાથે બુલેટ ઘણા બધા રાઈડરો અને ઓટોમોટિવના શોખીનો માટે સન્માન અને ઓળખની વહાલી છાપ બની ચૂકી છે. આજે બુલેટ નવા અવતારમાં આગળ નીકળી પડી છે ત્યારે અમને તેનો વારસો આગળ લઈ જવામાં મુખ્ય ભિકા ભજવવામાં ખરેખર સન્માનજનક લાગે છે.”

જો કોઈ મોટરસાઈકલ સમયની કસોટીમાં પાર ઊતરી શકી હોય તો તે લીજેન્ડરી રોયલ એનફિલ્ડ બુલેટ છે. 1932માં રજૂ કરાઈ ત્યારે તેના આધુનિક ફીચર્સ મોટરસાઈકલની ડિઝાઈનના આગળ હતા. 1948માં અપડેટ કર્યા પછી તેના પથદર્શક સ્વિન્ગિંગ આર્મ રિયર સસ્પેન્શને મોટરસાઈકલિંગની દુનિયામાં ધમાલ મચાવી દીધી હતી અને સર્વ અન્ય મોટરસાઈકલના ઉત્પાદકોએ પછી તેનું અનુકરણ કર્યું હતું,.

બુલેટ પર કશું નહીં કરી શકાય એવું બહુ ઓછું છે. તેના નોંધપાત્ર આયુષ્યકાળમાં બુલેટે ટ્રાયલ્સમાં ચેમ્પિયનિંગ અને આંતરરાષ્ટ્રીયછ દિવસની ટ્રાયલ સ્પર્ધામાં સફળતા, આઈલ ઓફ મેન પર લેપ રેકોર્ડસ સ્થાપિત કરવો, સર્વોચ્ચ પહાડીઓને સર કરવાથી લઈ દરેક પ્રકારની ટ્રિપમાં વિશ્વસનીય સાથીથી લઈને દુનિયાનાં સાહસો માટે વીકએન્ડ ગેટઅવેઝથી નિર્ભરક્ષમ કમ્યુટર અને મજબૂત વર્કહોર્સ તરીકે કામે લગાવવાથી લઈને કસ્ટમાઈઝેશન માટે બહુમુખી મંચ તરીકે ઉપયોગથી જંગમાં જવાથી લઈને દુનિયાભરમાં લાખ્ખો જોસીલા રાઈડરોની વફાદાર સાથીદાર સુધી કલ્પના કરી શકાતા લગભગ દરેક ટાસ્ટ હાથમાં લીધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.