રિલાયન્‍સ જિયો લાવ્‍યું જોરદાર પ્‍લાન! એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્‍ટાર, નેટફિલકસ બધુ ફ્રી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

રિલાયન્‍સ જિયોનો ૩૯૯ રૂપિયાનો પોસ્‍ટપેડ પ્‍લાન ઓટીટી એપ્‍સના સબ્‍સક્રિપ્‍શન સાથે આવે છે. આ ઉપરાંત યૂઝર્સને આ પ્‍લાનમાં અનલિમિટેડ કોલની સુવિધા પણ આપવામાં આવી છે. આ પોસ્‍ટપેડ પ્‍લસ પ્‍લાન સાથે તમને એસએમએસ બેનિફિટ્‍સ પણ આપવામાં આવે છે.

રિલાયન્‍સ જિયોનો આ પોસ્‍ટપેડ પ્‍લસ પ્‍લાન 75GB હાઇસ્‍પીડ ડેટા સાથે આવે છે. જે બાદ ૧૦ રૂપિયા પ્રતિ જીબી ચાર્જ થશે. તેમાં ૨૦૦GB ડેટા રોલઓવર છે. આ પ્‍લાન સાથે કંપની ઇન્‍ટરનેટ રોમિંગનો પણ ઓપ્‍શન આપે છે. આ સાથે જ તમને ઘણી જિયો એપ્‍સનું ફ્રી સબ્‍સક્રિપ્‍શન પણ મળે છે. જિયોના આ પ્‍લાનથી તમને મળનારા ઓટીટી બેનિફિટ્‍સની વાત કરીએ તો તમને એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝની+હોટસ્‍ટાર અને નેટફિલક્‍સનું સબ્‍સક્રિપ્‍શન મળશે. આવી સ્‍થિતિમાં, જો તમે તમારા માટે ઓટીટી પ્‍લાન જોઈ રહ્યા છો, તો તે શ્રેષ્ઠ યોજના સાબિત થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.